આ ઘરેલુુ ઉપાયો અજમાવો, તમને ક્યારે નહિં થાય શરદી-ઉઘરસ
અહીં જણાવેલ ઘરેલું ઉપાયોથી તમે ઉધરસ અને શરદીની સમસ્યાથી પણ બચી શકો છો અને આ સમસ્યાઓનો હંમેશ માટે દૂર કરી શકો છો …
શરદી અને ઉધરસ એ આખી દુનિયામાં એક મોટી સમસ્યા છે. તેમની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે શિયાળાની ઠંડીમાં આ સમસ્યા સામાન્ય છે અને ઉનાળાના તડકામાં પણ આ સમસ્યા થઈ શકે છે. કારણ કે શરદી થવા પાછળ ના તો કોઈ એક વાયરસના જવાબદાર હોય છે અથવા ના તો કોઈ એક કારણ જવાબદાર હોય છે. હા, શરદી-ઉધરસ અને કફ જેવી સમસ્યાઓ ઘણાં વિવિધ વાયરસથી થઈ શકે છે. આ એક મોટું કારણ છે કે આ સમસ્યાઓ માટે કોઈ ચોક્કસ દવા નથી.ઉલટાનું, દર્દીને લક્ષણોના આધારે દવા આપવામાં આવે છે.
તેથી આ ચેપી રોગ સામે એક કહેવત ખૂબ સારી રીતે બંધબેસે છે કે ‘ઉપચાર કરતા વધુ સારી સુરક્ષા છે’ અને એમાં પણ અત્યારે ચાલતા કોરોના જેવી મહામારીમાં આ સમસ્યાથી બચવું ખુબ જ જરૂરી છે, આ સમસ્યાનો ઉપચાર બને તેટલો જલ્દી કરવો જોઈએ, નહીંતર આ સમસ્યા વધતા જ કોરોના થઈ શકે છે. શરદી અને ઉધરસ એ વિવિધ વાયરસ દ્વારા થાય છે, પરંતુ આ વાયરસ શરીરમાં ત્યારે જ આવે છે જયારે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેથી અત્યારે ઠંડી અને કોરોના આ બંનેથી બચવું ખુબ જ જરૂરી છે. આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું જેના દ્વારા તમે કોઈપણ ઋતુમાં શરદી ઉધરસ અને કફ જેવી સમસ્યાથી બચી શકો. આપણે એમ સમજીએ છીએ કે શરદી એક સામાન્ય રોગ છે, પરંતુ જે વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે તેને જ સાચી હકીકત ખબર છે.
શરદી થવા પર આ સમસ્યા થાય છે
– વારંવાર માથાનો દુખાવો
– ઉબકા
– ખુબ છીંક આવવી
– આંખમાં બળતરા અથવા ખંજવાળ
– શરીરમાં સતત દુખાવો અથવા ભારેપણું
– ગળામાં દુખાવો
– આ બધી સમસ્યાઓના કારણે તાવ આવવો
આ સમસ્યા દૂર કરવા મધનું સેવન કરો
મધ એ એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોથી ભરપૂર એક કુદરતી ઔષધિ છે. શરદી દરમિયાન તમારે દિવસમાં ઓછામાં ઓછા 2 થી 3 વાર મધનું સેવન કરવું જોઈએ.
તમે દિવસમાં ત્રણ વખત 1-1 ચમચી મધ ખાઈ શકો છો અથવા તમે હળવા દૂધમાં મધ મિક્ષ કરીને પી શકો છો. પરંતુ જો ઉધરસ સાથે લાળ આવી રહી છે, તો તમારે દૂધનું સેવન કરવું જોઈએ નહીં.
દિવસમાં ત્રણ વાર મધ ખાવું જોઈએ, જ્યારે તરસ લાગે ત્યારે હળવું પાણી પીવું અને ગળામાં દુખાવો થાય તો મોમાં લવિંગ રાખવું. આ સરળ પદ્ધતિઓ છે જે તમને શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત આપશે.
મધ અને આદુની ચા
આદુમાં એન્ટિવાયરલ અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ કારણોસર તે ગળા, છાતી અને માથાના દુખાવામાં રાહત આપે છે અને શરદી ફેલાવતા વાયરસને મારી નાખે છે.
મધ અને આદુની ચા બનાવવા માટે, તમે એક કપ પાણી લો. અડધો ઇંચ આદુનો ટુકડો લો અને એકથી દોઢ ચમચી મધ લો. સૌ પ્રથમ પાણી ગરમ કરો, જ્યારે પાણી ગરમ થઈ જાય, ત્યારે તેમાં આદુ છીણી નાખો અને ત્યારબાદ તેને 2 મિનિટ સુધી ઉકાળો. હવે આ પાણીને ગાળી લો અને તેને થોડું ઠંડુ કરો, જયારે આ પાણી ઠંડુ થાય ત્યારે તેમાં મધ નાખો. ત્યારબાદ તમારી મધ અને આદુની ચા તૈયાર છે. જો તમને ખુબ ઠંડી લગતી હોય તો, દિવસમાં બે વાર આ ચા પીવો.
કોગળા કરો અને વરાળ લો
– શરદી અને કફ જેવી સમસ્યા દૂર કરવા માટે કોગળા કરવા અને વરાળ લેવી એ ખુબ ફાયદાકારક છે. તેથી, જ્યારે પણ શરદીને કારણે ગળામાં દુખાવાની સમસ્યા હોય ત્યારે ગરમ પાણીમાં મીઠું નાખો અને પાણીથી કોગળા કરો. તમારી આ સમસ્યા 2 મિનિટમાં જ દૂર થશે.
– શરદી થવાની સમસ્યા પર નાક બંધ થવું સામાન્ય છે. આ સમસ્યા દૂર કરવા માટે ગરમ પાણી કરો અને તેમાં વિક્સ નાખો, ત્યારબાદ આ પાણીની નજીક તમારું મોં અને નાક રાખો અને તમારી ઉપર ટુવાલ ઢાંકીને વરાળ લો. વરાળ લેવાથી તમને શરદી, બંધ નાક, ગળામાં દુખાવો અને માથાનો દુખાવો જેવી સમસ્યાથી રાહત મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ ઘરેલુુ ઉપાયો અજમાવો, તમને ક્યારે નહિં થાય શરદી-ઉઘરસ"
ટિપ્પણી પોસ્ટ કરો