મોટે મોટે થી હસવા સાથે શો ને જજ કરવાના અર્ચના પૂરણ સિંહ એક એપિસોડ માટે લે છે તગડી ફી, તે જાણીને તમે દંગ રહી જશો..
ટીવીના સૌથી પ્રસિદ્ધ શો માં કોમેડિયન કપિલ શર્માના શો “ધ કપિલ શર્મા શો “નો પણ સમાવેશ થાય છે. આ શો જ્યારે પણ કોઈ દર્શક જોવે છે ત્યારે પેટમાં દુખી જાય એટલુ હસી પડે છે. આજે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયાભરમાં કપિલ શર્માનો આ શો જોવામાં આવી રહ્યો છે. સાથે-સાથે તેના કલાકાર પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ શો માં આવતી શો ની જજ અર્ચના પુરણ સિંહનો કોઈ જવાબ નથી. અર્ચનાનું હાસ્ય આ શો ને એક અલગ જ સ્તર પર લઇ જાય છે. તમે જોયું હશે કે કોઈપણ જોક્સ પર અર્ચના પુરણ સિંહ ખૂબ જોરથી હસે છે અને ઘણી વખત તો માત્ર અર્ચનાનું હાસ્ય જ એક અલગ વાતાવરણ બનાવી દે છે. જ્યારે શો ના કલાકાર એક એપિસોડના લાખો રૂપિયા ચાર્જ કરે છે, ત્યાં અર્ચના પણ કલાકારોથી ઓછી નથી. તેને પણ તેમના કામ માટે મોટી રકમ ચૂકવવામાં આવે છે. આવો આજે તમને જણાવીએ કે આખરે અર્ચના પૂરણ સિંહ એક એપિસોડ માટે કેટલી ફી ચાર્જ કરે છે.

કલાકારોને ચીયર અપ કરવા વાળી અર્ચના હંમેશાં સમાચારોમાં બની રહે છે. તેના જબરજસ્ત હાસ્યના લાખો લોકો દિવાના છે. ઘણી વખત તે પોતાના જોરદાર હાસ્યને લીધે લોકોનું ખૂબ જ મનોરંજન કરે છે. કપિલના શો માં પણ તેમનું આ જ કામ દર્શકોને ખુબ પસંદ આવે છે.
પૈસાની વાત કરીએ તો તે એક એપિસોડના ૧૦ લાખ રૂપિયાની ભારે ભરખમ રકમ લે છે. એ વાત અલગ છે કે તેઓની આ ફિસ શો ના પૂર્વ જજ નવજોતસિંહ સિધ્ધુ કરતા ઓછી બતાવવામાં આવી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં અર્ચનાને આટલી ફીસ મળવાનો દાવો કરવામાં આવ્યો છે તેમજ સિધ્ધુની ફી ની જો વાત કરીએ તો તેઓને એક એપિસોડના ૨૫ લાખની રકમ મળતી હતી.
તમને જણાવી દઈએ કે સિધ્ધુના આ શો માંથી જવા બાદ અર્ચના પુરણ સિંહએ તેની ખુરશી સંભાળેલી છે. જેવી રીતે સીધુ કપિલ શર્મા શો ના એક અભિન્ન અંગ માનવામાં આવતા હતા, ઠીક એવી જ રીતે હવે અર્ચના પણ આ શોનો એક પ્રમુખ ચહેરો બની ચૂકી છે.
તમને જણાવી દઈએ કે આજે નાના પડદા પર કામ કરતી અર્ચના પુરણ સિંહ પહેલાના સમયમાં મોટા પડદા પર પણ કામ કરી ચૂકી છે. ૫૮ વર્ષની અર્ચના પુરણ સિંહએ હિન્દી સિનેમા જગતમાં ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કરેલો છે. તેઓએ પોતાના કરિયરની શરૂઆત ૧૯૯૩માં કરેલી હતી. ૧૯૯૩ માં તે પહેલી વખત નાના પડદા પર જોવા મળી હતી. આ દરમિયાન તેઓએ ઝી ટીવીના શો “વાહ ક્યા સીન હૈ” માં કામ કરેલું હતું. એવું કહેવામાં આવે છે કે આ શો ખૂબ જ હિટ રહ્યો હતો. અને દર્શકોએ તેના ખૂબ વખાણ કર્યા હતા. અર્ચનાની પ્રમુખ બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો તેમાં રાજા હિન્દુસ્તાની, જલવા, દે ધના-ધન, એન્ટરટેનમેન્ટ જેવી ઘણી ફિલ્મોના નામ નો સમાવેશ થાય છે. તેઓએ અક્ષય કુમાર, અનુપમ ખેર, નસરુદ્દીન શાહ જેવા મોટા કલાકારો સાથે પણ કામ કરેલું છે. તેણી નાના પડદાની સાથે બોલીવુડમાં પણ પોતાની ખાસ ઓળખાણ ધરાવે છે.
0 Response to "મોટે મોટે થી હસવા સાથે શો ને જજ કરવાના અર્ચના પૂરણ સિંહ એક એપિસોડ માટે લે છે તગડી ફી, તે જાણીને તમે દંગ રહી જશો.."
ટિપ્પણી પોસ્ટ કરો