કંગનાના શબ્દો પર બિલ્કિસ દાદીએ આપ્યો આકરો જવાબ, આંદોલનને લઈ જણાવી સાચી હકીકત, જાણો દાદીએ શું કહ્યું
એન્ટિ સીએએ પ્રોટેસ્ટ દરમિયાન શાહીન બાગના પ્રદર્શનમાં બિલ્કિસ દાદીનો ચહોરો પ્રખ્યાત થયો હતો. ત્યારે અભિનેત્રી કંગના રનૌતે ટ્વિટર પર એક વીડિયો બનાવ્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શાહીન બાગની ‘અભણ દાદી’ કોઈ જાણકારી વગર આંદોલનમાં આવી ગયા છે. આ રીતે લોકોને પ્યાદા બનાવવામાં આવે છે, જેમને કંઈપણ ખબર હોતી નથી. આ વીડિયો પણ ભારે શેર કરવામાં આવ્યો હતો.

આ તરફ હવે આ વીડિયો પર અને કંગનાને જવાબ આપતા બિલ્કિસ દાદીએ કહ્યું, “તે પણ અમારી પુત્રી છે. તે અમને નાસમજ કરી રહી છે. જ્યારે અમે બાળકો પેદા કેવી રીતે કરવા એ જાણીએ છીએ, ત્યારે તેને કેવી રીતે લખતા અને બોલતા શીખવવું એ પણ અમે જાણીએ છીએ. અમે કંઈ એમનેમ થોડા અહીં બેઠા છીએ. જેએનયુમાં અને જામિયામાં અમારા બાળકોને માર્યા તો અમારાથી સહન ન થયું. પોલીસની નિર્દયતા અમારાથી જોવાતી નહોતી.

આ સાથે તેમણે કહ્યું કે, મેં કંગનાને ક્યારેય જોઈ નથી. અમે સો સો રૂપિયામાં બેસતા નથી, દેશ બચાવવા બેઠા હતા. હું ખેડૂતની પુત્રી છું, હું ખેડૂતની પુત્રવધૂ છું. દેશને સમેટવા માટે બેઠી હતી. ઉંમર વધી ગઈ છે, સફેદી એ જ રીતે નથી આવી ગઈ. એ તો આદકાલની જન્મેલ છે. અમે શું નથી જાણતા. જો જરૂર હોય તો બહાર નીકળવું અને અવાજ ઉઠાવવાનુ પણ અમે જાણીએ છીએ.

અભિનેત્રી કંગના રનૌત ક્યારની ચર્ચામાં જ છે. તે ખેડૂત આંદોલનને લઈને સતત ટ્વિટ કરવાનો સિલસિલો ચાલુ જ છે. તેણે હાલમાં કૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા લોકો ઉપર નિશાન સાધ્યું છે. તો સાથે સાથે બોલિવૂડના સાથીઓને પણ અરીસો બતાવી રહી છે. હવે કંગના રનૌતે એક ડગલું આગળ વધીને કૃષિ કાનૂનને દેશભક્તિ સાથે જોડી દીધુ છે. તેમનું સોશિયલ મીડિયા ઉપર એક ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ટ્વિટમાં કંગનાએ કૃષિ કાનૂનનું સમર્થન કરી રહેલા લોકોને સાચા દેશભક્ત કહ્યા છે. ટ્વિટમાં કંગનાએ લખ્યું છે કે, તે તમામ લોકોને શુભ સવાર જે અખંડ ભારતને પ્રેમ કરે છે. જે આ દેશને ટુકડાઓમાં વહેંચવા નથી માંગતા. માત્ર એ લોકોને શુભ સવાર જે કૃષિ કાનૂનને સમજે છે અને તેમનું સમર્થન કરે છે. તે દરેક સાચા દેશભક્ત છે. ખેડૂતોનું હિત કરનારા છે. ગદ્દારોથી બચવુ જરૂરી છે.

હાલમાં કંગનાનું આ ટ્વિટ ટ્રેન્ડ કરી રહ્યું છે. હવે આ સંવેદનશિલ મુદ્દામાં દેશભક્તિની એન્ટ્રી કરાવી દીધી છે. ત્યારે સોશિયલ મીડિયામાં વિવાદ વધુ વકરી રહ્યો છે. આ પહેલા કંગના રનૌતે ખેડૂત આંદોલનને લઈને અનેક ટ્વિટ કર્યા હતા. તેમના નિવેદન કેટલાક વિવાદનું કારણ પણ બન્યા હતા. અભિનેત્રીએ શાહીનબાગ વાળી દાદીને લઈને ટિપ્પણી કરી દીધી હતી. તે સમયે સોશિયલ મીડિયા ઉપર તેને ટ્રોલ થવુ પડ્યું હતું. તે એક ટ્વિટ પછીથી જ દિલજીત સાથે તેમનું ટ્વિટર વોર શરૂ થઈ ગયું હતું. સિંગરે કંગના રનૌત ઉપર નિશાન સાધ્યુ હતું. કેટલીક વસ્તુમાં કંગનાને ખોટી ગણાવી હતી. આ સિવાય કંગના રનૌત આજે પોતાના એક ટ્વિટને લઈને ચર્ચામાં છે. તેણે ઝોમેટો કંપની ઉપર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, હું અને દિલજીત આજે લડી રહ્યા છીએ કાલે એક થઈ જઈશું. તમે અમારા ચક્કરમાં રોડ પર ન આવી જતા. તેમના આ ટ્વિટ ઉપર ખુબ જ મજેદાર કોમેન્ટ જોવા મળી રહી છે.
કંગનાના કહેવા મુજબ ઝોમેટોએ સતત એ ટ્વિટ અને ટ્રેન્ડનું સમર્થન કર્યું છે જે તેમની વિરૂદ્ધ છે. ત્યારે હવે અભિનેત્રીએ પણ કંપની વિરૂદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. અભિનેત્રી સાચા સમયે છક્કો મારે છે. હવે અભિનેત્રીના નિશાના પર ઝોમેટો આવી ગયું છે. કંગના રનૌત અને દિલજીતની વચ્ચે થઈ રહેલા ટ્વિટર વોરમાં કારણ વગર કંપનીએ કુદવાનું કામ કર્યું હતું. તે લિસ્ટમાં આ ઝોમેટો પણ સામેલ હતું. કંગનાએ કહ્યું કે, આ પ્લેટફોર્મ એ દરેક ટ્વિટનું સમર્થન કરતું હતું જે મારી વિરૂદ્ધ હતું. પરંતુ હવે કંગના રનૌતે ઝોમેટોની ઉપર ગુસ્સો ઠાલવ્યો છે. તેણે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તો ક્યારેક લડે છે અને ક્યારેક ભેગા થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કંગનાના શબ્દો પર બિલ્કિસ દાદીએ આપ્યો આકરો જવાબ, આંદોલનને લઈ જણાવી સાચી હકીકત, જાણો દાદીએ શું કહ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો