જાણો ટમેટાના ઉપયોગથી બનતું ફેસ-પેક અને તેના ફાયદાઓ

ગરમી અને વધુ સૂર્યપ્રકાશના કારણે ત્વચાનો રંગ ખરાબ થવાની શરૂઆત થાય છે. ઘણા લોકોને ટૈનિંગની સમસ્યા થાય છે, જેના કારણે તેમની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે. સૂર્યથી બચીને બહાર નીકળવું તો શક્ય નથી, તેથી સૂર્યની કિરણોથી બચવા માટે સ્ત્રીઓ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેની અસર થોડા સમય માટે રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા રસોડામાં જ એક એવી વસ્તુ છે જે રાતોરાત તમારા ચેહરાનો રંગ દૂધ જેવો સફેદ કરશે, તો ચાલો જાણીએ એ ચીજ વિશે.

દૂધની જેમ ત્વચાનો રંગ કરવા માટે પહેલા ચોખાનો લોટ, ખાંડ અને ટામેટાંની જરૂર પડશે. આ ત્રણ વસ્તુઓ દરેકના રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે. ટામેટા ચહેરા માટે એક શ્રેષ્ઠ ક્લીન્સર છે. આ સિવાય ટમેટા ચહેરાના વિશાળ છિદ્રોને ટૂંકા કરવામાં મદદ કરે છે.

image source

બ્યુટી પેક તૈયાર કરવા માટે સૌથી પહેલા ટમેટાની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં એક ચમચી ચોખાના લોટ અને અડધી ચમચી ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. આ ત્રણ વસ્તુઓ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર બ્રશથી લગાવો. 15 થી 20 મિનિટ માટે પેસ્ટને ચેહરા પર રહેવા દો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ કરવાની અસર પહેલીવારમાં જ તમારા ચહેરા પર દેખાશે.

image source

સન ટૈનિંગ દૂર કરવા માટે, લીંબુ અને ટમેટાના રસમાં થોડું ઓટમીલ મિક્સ કરો અને ત્યારબાદ તેમાં એક ચમચી દહીં અને ટામેટાનો પલ્પ મિક કરો. આ પેક ચેહરા પર લગાવવાથી ટૈનિંગની સમસ્યા દૂર થશે અને ત્વચા પરની કરચલી પણ ઓછી થશે.

ચેહરાને ગ્લોઈંગ બનાવવા માટેના ફેસ-પેક.

દહીં અથવા મધ

મુલતાની માંટ્ટીમાં મધ અથવા દહીં નાખીને તેનું એક ફેસ-પેક બનાવો અને આ ફેસ-પેક તમારા ચેહરા પર લગાવવાથી તમારા ચેહરાની અનેક તકલીફો દૂર થશે. તે તમારા ચહેરામાં રહેલા ગંદા કણોને પણ દૂર કરે છે અને તમારો ચેહરો ગ્લોઈંગ બનાવે છે.

મધ અને ગ્રીન ટી

image source

ગ્રીન ટી તમારા પિમ્પલ્સ, તૈલીય ત્વચા અને ત્વચાની અન્ય બળતરાઓને દૂર કરે છે અને મધ તમારી ત્વચાનો ગ્લો વધારે છે. તેથી તમારી ત્વચાને શુદ્ધ કરવા માટે મધ અને ગ્રીન ટીના મિક્ષણનું ફેસ-પેક લગાવવું જોઈએ.

નાળિયેર તેલ

image soucre

તમારા ચેહરાની સુંદરતા વધારવા માટે નાળિયેર તેલ પણ એક સરળ ઉપાય છે. દરરોજ સુતા પેહલા તમારા ચેહરા અને ગળા પર નાળિયેર તેલ લગાવો અને સવારે ઉઠીને તમારા ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. નાળિયેર તેલ ત્વચાને ઠંડક પ્રદાન કરી શકે છે. નાળિયેર તેલ ત્વચાની દરેક સમસ્યામાં ફાયદાકારક થઈ શકે છે. સંશોધન દ્વારા એવું પણ બહાર આવ્યું છે કે નાળિયેર તેલ તમારી ત્વચાને પ્રદૂષણ અને સૂર્યપ્રકાશની સમસ્યાથી બચાવી શકે છે. ત્વચા પર વધતી જતી વયની અસરને પણ ઘટાડી શકે છે.

કેળું

image source

એક કેળું મેશ કરો હવે તેમાં 4 ચમચી દૂધ નાખી, તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચેહરા પર લગાવો અને 10 મિનિટ સુધી તેને સુકાવા દો. હવે ત્વચાને પાણીથી ધોઈ લો અને તમારી ત્વચા પર ધીરે-ધીરે બરફની મસાજ કરો. ગ્લોઈંગ ત્વચા માટે ઘરેલુ ઉપાય તરીકે કેળા પણ એક સારો વિકલ્પ છે. ખરેખર કેળાનો ઉપયોગ એન્ટી-રિંકલ ટ્રીટમેન્ટ તરીકે થાય છે. તે મોઇશ્ચરાઇઝિંગ ફેસપેકની જેમ કાર્ય પણ કરી શકે છે અને ત્વચાને ઠંડી પણ કરે છે. આટલું જ નહીં પાકેલા કેળામાં મુલતાની માંટ્ટી ઉમેરીને ફેસપેક સ્ક્રબ તરીકે પણ વાપરી શકાય છે. આ ત્વચાના મૃત કોષો અને ગંદકીને દૂર કરે છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Related Posts

0 Response to "જાણો ટમેટાના ઉપયોગથી બનતું ફેસ-પેક અને તેના ફાયદાઓ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel