આજે જ ઘરમાં ભૂલ્યા વિના કરી લો આ ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રસન્ન અને થશો માલામાલ
કોરોના મહામારીના કારણે દેશભરમાં આર્થિક તંગીનો માહોલ ચાલી રહ્યો છે. આ સમયે ઘરમાં જો રૂપિયાની અછત રહેતી હોય તો તમને ચિંતા રહે તે સ્વાભાવિક છે. પરંતુ આ સાથે જ તમે જો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો શરૂ કરીને તેનો અમલ કરશો તો તમે ઝડપથી માલામાલ થઈ શકો છો.

માતા લક્ષ્મી ધન અને સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. કહેવાય છે કે સમુદ્રથી તેમનો જન્મ થયો હતો. તેઓએ શ્રી વિષ્ણુ સાથે વિવાહ કર્યા હતા. તેમની પૂજાથી ધનની પ્રાપ્તિ થયા છે અને વૈભવ પણ આવે છે. જો લક્ષ્મીજી રૂઠી જાય છે તો તમારે અપાર દરિદ્રતાનો સામનો કરવો પડે છે. જ્યોતિષમાં શુક્ર ગ્રહથી તેનો સંબંધ જોડવામાં આવે છે.

માતા લક્ષ્મીની પૂજા ફક્ત રૂપિયા માટે નહીં પણ સમાજમાં યશની પ્રાપ્તિ માટે કરકાય છે. તેમની પૂજાથી દામ્પત્ય જીવન સારું બને છે. કેટલા પણ રૂપિયાની અછત હોય જો માતા લક્ષ્મીની પૂજા યોગ્ય વિધિ સાથે કરાય છે તો જ ધનની પ્રાપ્તિ થાય છે. તો જાણી લો કયા ખાસ ઉપાયો તમારી મદદ કરશે અને તમારા ઘરમાં રૂપિયાનો વરસાદ થશે.

માતા લક્ષ્મીની પૂજા સફેદ કે ગુલાબી કપડાં પહેરીને કરવી. માતાની પૂજામાં ઉત્તમ સમય ગાયોના પાછા ફરવાનો એટલે કે ગોધૂલી સમય અથવા તો મધ્ય રાત્રિનો હોય છે. લક્ષ્મી માતાનો એવો ફોટો પૂજામાં લેવો જેમાં તેઓ કમળ પર બિરાજમાન હોય તેમના હાથમાંથી રુપિયાનો વરસાદ થતો હોય. સાથે ફોટોમાં જો બંને તરફથી હાથીની સૂંઠમાં ભરીને પાણી પડી રહ્યું હોય તો તે અતિ ઉત્તમ ગણાય છે.

માતા લક્ષ્મીની પૂજામાં કમળનું ફૂલ ચઢાવવાનું શુભ ગણાય છે. પૂજા સમયે લક્ષ્મી માના મંત્રોનો જાપ સ્ફટિકની માળાથી કરવાથી તેનો તરત જ પ્રભાવ મળે છે. રોજ સાંજે પૂજા બાદ 3 વાર શંખ વગાડો. આમ કરવું ઉત્તમ અને શુભ હોવાની સાથે સાથે માતા લક્ષ્મીને પ્રસન્ન કરનારું હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આજે જ ઘરમાં ભૂલ્યા વિના કરી લો આ ઉપાય, માતા લક્ષ્મી થશે પ્રસન્ન અને થશો માલામાલ"
ટિપ્પણી પોસ્ટ કરો