કુદરત તારા ખજાને શું ખોટ પડી, જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિણીતાના હાથની મહેંદી સુકાય તે પહેલા જ બની વિધવા
આત્મહત્યાનો સિલસિલો હજુ પણ વણથંભ્યો જ છે અને એવામાં વધારે એક કેસ સામે આવ્યો છે. પણ આ કેસ બધા કેસ કરતાં થોડો અલગ જ છે. આ સમાચાર વહેતા થયા પછી લોકોના આંખમાંથી આંસુ વહી જ રહ્યાં છે અને બંધ થવાનું નામ નથી લઈ રહ્યા છે. તો આવો જાણીએ આ હૃદયદ્રાવક ઘટના વિશે. વાત કંઈક એમ છે કે રાજકોટ શહેર નજીક મોરબીરોડ પર બેડી ગામે રહેતા કેતન મેઘજીભાઈ કીહલા ઉ.22 નામના યૂવકે લગ્નના એક સપ્તાહ બાદ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનો બનાવ કુવાડવારોડ પોલીસ મથકે નોંધાયો છે. લગ્નના હાથની મહેંદી સુકાઈ નથી ત્યાં જ નવવધૂનો ચુડીને ચાંદલો છીનવાઈ જતા કાળા કલ્પાંતથી ગામમાં પણ અરેરાટી મચી જવા પામી છે.
પરિસ્થિતિ કેવી હતી અને કેવી થઈ ગઈ એની વાત કરીએ તો પરિવારના આંગણે એક સપ્તાહ પૂર્વે ઢોલ અને શરણાઇના સૂર રેલાતા હતાં. એજ પરિવારના આંગણે માત્ર એક જ સપ્તાહમાં જુવાન જોધ દીકરાનું મૃત્યુ થતાં રુદન સંભળાઈ રહ્યું છે.
એક સપ્તાહ પૂર્વે જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. આ ઘટનાની પોલીસના સુત્રોની વિગતો મુજબ કેતન પરિવાર સાથે બેડી ગામ પાસે મામા સાહેબના મંદિર સામે નવી બનેલી સોસાયટીમાં રહેતો હતો અને લાદી ઘસવાનું કામકાજ ધરાવતો હતો. પિતાને ચાની કેબીન છે. માતા, પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો.
કેસમાં મળતી વિગત પ્રમાણે હજુ તો એક સપ્તાહ પહેલા જ તેના લગ્ન રાજકોટની યુવતી સાથે થયા હતા. ઝેરી દવા પી લેતા સારવારમાં પ્રથમ કુવાડવા અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પણ ત્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. હાલના તબક્કે તો પોલીસને પ્રાથમિક તપાસમાં લોકડાઉન બાદ યૂવકનો વ્યવસાય બરોબર ચાલતો ન હતો જેથી આર્થિક ખેંચના કારણે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પણ હજુ પાક્કું કારણ સામે આવ્યું નથી અને હાલમાં આ કેસની વિગતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બીજો પણ એક બનાવ કેટલાક મહિના પહેલાં બન્યો હતો કે માંડવીના કરંજ ગામે લગ્નના દિવસે જ બિહારી યુવકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. કોરોનાના કહેરને કારણે હાલ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આ યુવક લોકડાઉનને કારણે સુરતમાં ફસાઈ ગયો હતો. આજ રોજ બિહાર ખાતે તેના લગ્ન થવાના હતા. લગ્ન હોવા છતાં લોકડાઉનના કારણે વતન નહીં જઈ શકતા યુવક તણાવમાં રહેતો હતો. ગઈ કાલે રાત્રે સૂતા બાદ આજે સવારે યુવક મૃત હાલતમાં મળ્યો છે. યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની પોલીસને આશંકા છે. માંડવી પોલીસે યુવકના મૃતદેહના પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કુદરત તારા ખજાને શું ખોટ પડી, જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિણીતાના હાથની મહેંદી સુકાય તે પહેલા જ બની વિધવા"
ટિપ્પણી પોસ્ટ કરો