નીતૂ કપૂર કોરોનાની ઝપેટમાં આવતા એર એમ્બ્યુલન્સમાં મુંબઇ પહોંચ્યા, વરુણ ધવન ચંડીગઢમાં થયા ક્વોરેન્ટીન
એર એમ્બ્યુલન્સમાં મુંબઈ પહોંચ્યા નીતૂ કપૂર – વરુણ ધવન ચંડીગઢમાં થયા ક્વોરેન્ટીન
કોરોના વાયરસે બોલિવૂડના ઘણા બધા સેલેબ્સને પોતાના સકંજામા લઈ લીધા છે. તાજેતરમા ખબર સામે આવી છે કે ચંડીગઢમાં શૂટિંગ કરી રહેલી ફિલ્મ જુગ જુગ જિયોની ટીમ પણ કોરોના પોઝિટિવ થઈ છે. અનિલ કપૂર અને કિયારા અડવાણીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ત્યાર બાદ તેઓ તરત જ મુંબઈ પાછા આવી ગયા છે. જો કે નીતૂ કપૂર, વરુણ ધવન અને ફિલ્મના ડીરેક્ટર કોરોના પોઝિટિવ છે.
નીતૂ કપૂરના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળતાં જ તરત જ દીકરા રનબીર કપૂરે તેમની મુંબઈ આવવાની વ્યવસ્થા કરી દીધી હતી. તેમણે માતા નીતૂ કપૂર માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. જો કે વરૂણ ધવન અને ફિલ્મના ડીરેક્ટર રાજ મેહતાએ ચંડીગઢમાં જ ક્વોરેન્ટીન રહેવાનો નિર્ણય લીધો છો.

તમને જણાવી દઈએ કે પહેલાં એવી ખબર આવી હતી કે અનિલ કપૂર પણ કોરોના પોઝિટિવ હોઈ શકે છે. જો કે અનિલ કપૂરે સોશિયલ મડિયા દ્વારા પોતાના ફેન્સને જણાવ્યું કે તે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નીતૂ કપૂર, વરુણ ધવન અને રાજ મેહતા કોરોના પોઝિટિવ હોવાથી હવે જુગ જુગ જીયો ફિલ્મનું શૂટિંગ અનિશ્ચિત સમય સુધી રોકી દેવામા આવ્યું છે.

નીતૂ કપૂર, વરુણ ધવન અને ડીરેક્ટર રાજ મેહતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની ખબર મળ્યા બાદ એવી પણ ખબર મળી છે કે આ ફિલ્મમાં કામ કરી રહેલા અભિનેતા મનીશ પૌલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મળેલા અહેવાલ પ્રમાણે મનીશ જ્યારે મુંબઈ પાછા આવ્યા ત્યાર બાદ તેમની તબિયત થોડી નરમ પડી ગઈ હતી અને તેમણે તરત જ પોતાનો કોરોના ટેસ્ટ કારવ્યે હતો જે પોઝિટીવ આવ્યો હતો.

અનીલ કપૂર, નીતૂ કપૂર, વરુણ ધવન, કિયારા અડવાણી, મનીશ પૌલ અને પ્રાજક્તા કોહલીએ થોડા દિવસો પહેલાં જ રાજ મેહતા દ્વારા દિગદર્શિત ફિલ્મ જુગ જુગ જીયોનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહી છે.

ભારતમાં કોરોના વાયરસની મહામારી જ્યારથી આવી છે અને તેને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે લોકડાઉન રાખવામા આવ્યું હતું તેના કારણે દેશના મોટા ભાગના ઉદ્યોગોને ભારે ફટકો પહોંચ્યો હતો. જેમાં આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. કોરોના વાયરસની મહામારીના કારણે દરેક ધંધા-વ્યવસાયના સ્થાન પર ત્યાં કામ કરતાં લોકોએ સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી ઘણી બધી ગાઇડલાઇન્સને પાળવાની હોય છે અને તેના કારણે કામ ઘણું મુશ્કેલ બને છે પણ હાલના મુશ્કેલીના સમયમાં તેનું પાલન કરવું પણ તેટલું જ જરૂરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "નીતૂ કપૂર કોરોનાની ઝપેટમાં આવતા એર એમ્બ્યુલન્સમાં મુંબઇ પહોંચ્યા, વરુણ ધવન ચંડીગઢમાં થયા ક્વોરેન્ટીન"
ટિપ્પણી પોસ્ટ કરો