સંજય દત્તે કઈ રીતે ડ્રગ્સ છોડ્યું એ હવે છેક બહાર આવ્યું, દીકરી ત્રિશાલાએ જણાવી બધી જ માહિતી
બોલિવૂડ અભિનેતા સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તે તેના પિતાના વ્યસન વિશે પ્રતિક્રિયા આપી છે. ત્રિશાલા સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ આપી રહી હતી જેમાં એક પ્રશંસકે તેને પૂછ્યું હતું કે “તમે મનોચિકિત્સક છો, તેથી તમારા પિતાના ભૂતકાળના માદક વ્યસન વિશે તમારે શું કહેવું છે?”
આ પ્રશ્નના જવાબમાં ત્રિશાલાએ એક લાંબી નોટ લખી છે. જેમાં તેણે કહ્યું કે તેમને તેના પિતા પર ગર્વ છે. ત્રિશાલાએ લખ્યું, “સૌ પ્રથમ એ ધ્યાન રાખવું જરૂરી છે કે નશો એ ધીમે ધીમે પકડાય એવો રોગ છે જે નશીલા પદાર્થોના દુરૂપયોગ અને વ્યસનની તરફ દોરી જાય છે. તેની ઇચ્છાને નિયંત્રિત નથી કરી શકાતી અને તેના જીવલેણ પરિણામો છે.

તેમણે લખ્યું કે “શરૂઆતમાં ડ્રગ લેવાનો નિર્ણય મોટાભાગના લોકોનો હોય છે, પરંતુ વારંવાર ડ્રગ્સ લેવી તેનાથી મનમાં પરિવર્તન આવે છે, જે પછી વ્યક્તિ પોતાના પર કાબૂ નથી રાખી શકતો અને ડ્રગ્સ લેવાનો વ્યસની થઈ જાય છે. તેનો રોજ તેની ઇચ્છા થાય છે.
ત્રિશાલાએ આગળ વાત કરતાં લખ્યું કે, “જો મારા પિતા ભૂતકાળમાં ડ્રગ્સનો ઉપયોગ કરતા હશે તો તે હવે હંમેશાં સ્વસ્થ થવાની સ્થિતિમાં રહેશે. આ એક એવી બીમારી છે જેનાથી તમારે દરરોજ લડવુ પડશે. જો કે, તે હવે તેનો ઉપયોગ કરતા નથી. હું મારા પિતા માટે દિલગીર છું કે તેણે સ્વીકાર્યું કે તેમને આ સમસ્યા છે, તેણે કહવાનું શરૂ કર્યું અને મદદ માંગી. એમાં શરમ અનુભવાય એવું કંઇ નથી. ..

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સરની બિમારી સામે લડી રહ્યો હતો. અભિનેતાને 11 ઓગસ્ટ 2020ના રોજ ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. ત્યારે તેણે સોશિયલ મીડિયા પર આ બાબત પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. આ બીમારીની જાણ થતા જ તેણે સારવાર લેવાનું શરૂ કરી દીધું હતું.

તાજેતરમાં જ તેણે મુંબઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કીમોથેરેપીનો પહેલો સેશન પૂરો કર્યો છે. આ દરમિયાન સંજય દત્ત પત્ની માન્યતાની સાથે અચાનક મુંબઈ છોડીને વિદેશ જવા માટે રવાના થઈ ગયો હતો. આવી રીતે અચાનક મુંબઈ છોડીને વિદેશ ચાલ્યા જવા પર ફેન્સ ચિંતા વ્યક્ત કરી રહ્યાં હતા. સંજય દત્ત અને માન્યતા દત્ત બંને ચાર્ડર્ડ ફ્લાઈટ દ્વારા વિદેશ જવા માટે રવાના થયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સંજય દત્તે કઈ રીતે ડ્રગ્સ છોડ્યું એ હવે છેક બહાર આવ્યું, દીકરી ત્રિશાલાએ જણાવી બધી જ માહિતી"
ટિપ્પણી પોસ્ટ કરો