પાકિસ્તાનમાં રેપ પર આકરી સજા, રેપિસ્ટને નપુંસક બનાવી દેવાશે, કાયદા પર રાષ્ટ્રપતિએ મારી મહોર
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ મંગળવારે નવા બળાત્કાર વિરોધી વટહુકમને મંજૂરી આપી દીધી છે. આ નવી જોગવાઈ મુજબ હવે અહીં બળાત્કારના ગુનેગારો નપુંસક બનાવી દેવામાં આવશે. બળાત્કાર વિરોધી આ નવા કાયદા હેઠળ સમગ્ર દેશમાં આવા કેસોની સુનાવણી અને તપાસ માટે એક સિસ્ટમ બનાવવામાં આવશે.
કોર્ટએ બળાત્કારના કેસોમાં ઝડપી કાર્યવાહી કરવી પડશે. કાયદા મુજબ આખા દેશમાં વિશેષ અદાલત બનાવવામાં આવશે જેથી બળાત્કારના કેસોની સુનાવણી ઝડપથી થઈ શકે. આવા કેસમાં કોર્ટએ સુનાવણી ચાર મહિનામાં પૂર્ણ કરવાની રહેશે.
જણાવી દઈએ કે આ નવો કાયદો મોટર-વે ગેંગરેપ બાદ ઉઠેલા વિરોધ અને લોકોમાં વ્યાપેલા ગુસ્સાને કારણે લાવવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં કેટલાક લોકોએ બાળકો સાથે જતી એક વિદેશી મહિલા પર ગેંગરેપ કર્યો હતો. તેની કાર હાઈવે પર ખરાબ થઈ હતી, તેનો ફાયદો ઉઠાવી કેટલાક લોકોએ બાળકોની સામે માતા પર ગેંગરેપ કર્યો હતો.
સિંધના કાશમોર જિલ્લામાં એક મહિલા અને તેની સગીર પુત્રી સાથે બળાત્કારની ઘટના બાદ વડાપ્રધાન ઇમરાન ખાને નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે સરકાર બળાત્કાર વિરોધી કડક વટહુકમ લાવશે. આ કાયદા અંતર્ગત પહેલીવાર કે વારંવાર બળાત્કારનો ગુનો કરનારાઓને નપુંસક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે આ માટે દોષિની સંમતિ પણ લેવી પડશે.
આ અંતર્ગત રાષ્ટ્રીય ડેટાબેસ અને રજીસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા દેશભરમાં જાતીય અપરાધીઓની યાદી તૈયાર કરવામાં આવશે. એંટી રેપ ક્રાઈસિસ સેલ બનાવવામાં આવશે જે ઘટનાના છ કલાક અંદર વિક્ટિમની મેડિકલ તપાસ માટે જવાબદાર હશે. સતત યૌન અપરાધ કરનારને નોટિફાઈડ બોર્ડની સલાહ પર કેમિકલની મદદથી નપુંસક બનાવી દેવામાં આવશે.
આ નવા કાયદા અનુસાર તપાસમાં બેદરકારી રાખનાર પોલીસ અને સરકારી અધિકારીઓને પણ દંડ અને 3 વર્ષની જેલની સજા થશે. આ ઉપરાંત ખોટી જાણકારી આપનાર પોલીસ અને સરકારી અધિકારીઓને પણ સજા આપવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. ઈમરાને ઘોષણા કરી છે કે તે એક ફંડ બનાવશે. જેનો ઉપયોગ સ્પેશિયલ કોર્ટ બનાવવાના કામમાં કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ તેમાં યોગદાન આપશે. આ કામમાં બિન સરકારી સંગઠન, સામાન્ય લોકો સાથે લોકલ નેશનલ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "પાકિસ્તાનમાં રેપ પર આકરી સજા, રેપિસ્ટને નપુંસક બનાવી દેવાશે, કાયદા પર રાષ્ટ્રપતિએ મારી મહોર"
ટિપ્પણી પોસ્ટ કરો