આંતરડાઓ ને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ લાભદાયી બને છે આ ફળનુ સેવન….

Spread the love

વિશ્વમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. તેમાંથી એક છે એવોકાડો. તેમાં ઉચ્ચ ફેટી એસિડ સામગ્રી મળી આવે છે પરંતુ તેમાં કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ જ ઓછું હોય છે. તેમાં રહેલ ઉચ્ચ કેલોરીના કારણે ઘણા બધા લોકો તેનું સેવન કરવાનું ટાળે છે કારણ કે તેમને લાગે છે કે એવોકાડો ખાવાથી વજન વધી શકે છે, જ્યારે આ તેનાથી ઊંધુ વજન ઓછુ કરવામાં જ અસરકારક છે. હવે એક તાજેતરના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એવોકાડો આંતરડા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અમેરિકાના યૂનિવર્સિટી ઑફ ઇલિનોઇસ કૉલેજ ઑફ એગ્રીકલ્ચર, ઉપભોક્તા અને પર્યાવરણ વિજ્ઞાન દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દરરોજ એવોકાડોનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે.

અભ્યાસ દરમિયાન શોધકર્તાઓએ જાણ્યું કે જે લોકો દરરોજ એવોકાડોનું સેવન કરે છે તેમના આંતરડાના સૂક્ષ્મજીવોની સંખ્યા ઘણી વધારે હોય છે અને આ સૂક્ષ્મજીવ આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ અભ્યાસ 25 થી 45 વર્ષના સ્વસ્થ લોકો પર કરવામાં આવે છે. શોધકર્તાઓ અનુસાર, એક મધ્યમ આકારના એવોકાડોમાં લગભગ 12 ગ્રામ ફાઇબર હોય છે અને તે પ્રત્યેક દિવસની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતા છે. જાણો, એવોકાડોના સેવનથી થતાં ફાયદાઓ વિશે…

એવોકાડોનું સેવન હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. પહેલા કરવામાં આવેલા અભ્યાસથી જાણવા મળ્યું છે કે તેનું સેવન એચડીએલ કોલેસ્ટ્રોલના એન્ટીથોજેનિક ગુણને વધારી શકે છે, જે હૃદયને એથેરોસ્ક્લેરોસિસ એટલે કે ધમનીઓના કઠણ થવાની શક્યાતાના જોખમથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

એવોકાડૉ શરીરને પોષણ પ્રદાન કરે છે અને વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. એટલા માટે જો તમે પોતાના વધતા વજનને લઇને ચિંતિત છો અને તેને ઘટાડવા માંગો છો તો પોતાના આહારમાં એવોકાડોને સામેલ કરો અને નિયમિત રીતે તેનું સેવન કરો.

એવોકાડો હાડકાં માટે પણ લાભદાયી હોય છે. તેનું સેવન ઑસ્ટિયોઆર્થરાઇટિસના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. દરરોજ તેના સેવનથી હાડકાંને મજબૂતી મળે છે હાડકાં સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

એવોકાડો આંખો માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં લુટેઇન અને જેકૈક્ટીન જેવા કેરોટીનૉઇડ હોય છે, જે મોતિયો અને ઉંમર સંબંધિત આંખોની બીમારીથી તમારી આંખોને રક્ષણ આપે છે. તેનું દરરોજ સેવન વધુ લાભદાયી સાબિત થઇ શકે છે. કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલા પોતાના ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લો

0 Response to "આંતરડાઓ ને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ લાભદાયી બને છે આ ફળનુ સેવન…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel