અમદાવાદ – સુરત પછી હવે ગુજરાતનો આ જિલ્લો બન્યો હોટસ્પોટ, કોરોનાએ પકડી રોકેટગતિ, તમે પણ અહીં જતા પહેલા વિચારી લેજો સો વાર નહિં તો…
રાજ્યમાં કોરોનાના 1500થી વધુ કેસ સામે આવવાનો સીલ સીલો હજુ યથાવત છે. આજે છેલ્લા 24 કલાલકમાં 1514 નવા કેસની સામે આવ્યા છે તો બીજી તરફ 1535 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,98,527 પર પહોંચી ગયો છે. તો બીજી તરફ આજે 15 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે તો કુલ મૃત્યુઆંક 4064 પર પહોંચ્યો છે. જ્યાંરે રાજ્યમાં હાલ 90 લોકો વેન્ટિલેટર પર છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14742 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.35 ટકા થયો છે. તો બીજી તરફ અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. જ્યારે વડોદરા, સુરત રાજકોટ અને હવે મહેસાણામાં પણ કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનાનો કહેર

તો આજે 24 કલાક દરમિયાન સામે આવેલા કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 296, અમદાવાદ જિલ્લામાં 36, સુરત શહેરમાં 202, સુરત જિલ્લામાં 39, વડોદરા શહેરમાં 137, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 101, રાજકોટ જિલ્લામાં 40, ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 73 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં અને હવે મહેસાણામાં પણ કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. નોંધનિય છે ડિસેમ્બરના પ્રથમ પાંચ દિવસમાં જ 7553 કેસ નોંધાયા છે જ્યારે 75ના મૃત્યુ થયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ દર્દીઓની સંખ્યા 53146ની થઇ ગઈ છે. જેમાંથી 2056 દર્દીઓએ સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યા છે. જ્યારે કોરોનાને હરાવીને 43411 લોકો સાજા થઇ ગયા છે.
માત્ર 33 વેન્ટીલેટર સાથેના બેડ જ હાલ ખાલી

અમદાવાદ મ્યુનિ.ની યાદીમાં એક્ટિવ કેસોનો આંકડો માત્ર 2619નો દર્શાવાયો છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1308 અને પૂર્વપટ્ટાના મધ્યઝોન, ઉત્તરઝોન, દક્ષિણ ઝોન, પૂર્વઝોનના 1311 સારવાર હેઠળના દર્દીઓનો સમાવેશ થવા જાય છે. જ્યારે ખાનગી 100 હોસ્પિટલોના 3312 પ્રાઇવેટ બેંકમાંથી 2504 ભરેલા છે, કોવિડકેર સેન્ટરોમાં 72 દર્દીઓ છે.

ખાનગી 100 હોસ્પિટલોના 3312 પ્રાઇવેટ બેંકમાંથી 2504 ભરેલા છે, કોવિડકેર સેન્ટરોમાં 72 દર્દીઓ આમ કુલ 2576 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. સામાન્ય દર્દીના બેડમાં 1094 બેડ ભરેલાં 393 દર્દીઓ ઘટીને 876 થયા છે. જેમ કે 393 દર્દીઓ ઘટીને 876 થયા છે. જો કે 393 દર્દીઓ આઈસીયુના બેડમાં સારવાર લઇ રહ્યાં છે, જ્યારે વેન્ટીલેટર ઉપર 203 દર્દીઓ છે, માત્ર 33 વેન્ટીલેટર સાથેના બેડ જ હાલ ખાલી છે.
મહેસાણામાં દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે

અમદાવાદ બાદ સુરતમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. સુરત શહેરમાં 202-ગ્રામ્યમાં 39 એમ 241 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 44904 છે. વડોદરા શહેરમાં 137-ગ્રામ્યમાં 41 સાથે 178,રાજકોટ શહેરમાં 101-ગ્રામ્યમાં 44 એમ 145 નવા કેસ સામે આવ્યા છે. મહેસાણામાં દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતના એક જ જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મહેસાણા 73 કેસ સાથે પાંચમાં સ્થાને છે. મહેસાણામાં છેલ્લા પાંચ દિવસમાં 347 સાથે કુલ કેસનો આંક હવે 5767 છે.
ગુજરાતમાં હાલ 5,41,064 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 344, સુરતમાં 269, વડોદરામાં 221, રાજકોટમાં 118, ગાંધીનગરમાં 65 એમ રાજ્યભરમાંથી છેલ્લા 24 કલાકમાં 1535 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ 1,98,527 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે વધીને 91.35% છે. ગુજરાતમાં હાલ 5,41,064 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 69668 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 81,72,380 છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અમદાવાદ – સુરત પછી હવે ગુજરાતનો આ જિલ્લો બન્યો હોટસ્પોટ, કોરોનાએ પકડી રોકેટગતિ, તમે પણ અહીં જતા પહેલા વિચારી લેજો સો વાર નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો