દુ:ખદ: ગુજરાતમાં અહીં બોટ પલટતા દોઢ વર્ષની બાળકી સહિત 4 લોકોના મોત, અમદાવાદના માતા-પુત્રીએ જીવ ગુમાવ્યો
નવસારી નજીક એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમા એક બાળકી સહિત ચાર લોકોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સોલધરા ઇકો પોઇન્ટ ખાતે મોટા સંખ્યામાં લોકો રવિવારની રજા માણવા આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ જગ્યાએ એક કૃત્રિમ તળાવ આવેલુ છે. જેમા અહી આવતા લોકો બોટિંગ કરતા હોય છે. જો કે રવિવારે સાંજના સમયે આ તળાવ ખાતે બોટમાં ચઢ ઉતરની ધક્કામુક્કી સર્જાઈ હતી જેના કારણે બોટ પલટી ગઇ હતી. તમને જણાવી દઈએ કે આ બોટમાં 16 જેટલા લોકો સવાર હતા.
12 લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરયા

આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ દુર્ભાગ્યવશ આ અકસ્માતમાં દોઢ વર્ષની બાળકી સહિત ચાર લોકો મોતને ભેટ્યા છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. જે લોકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે તેમની વાત કરીએ તો તેમા અમદાવાદની મા-દિકરી આ ઉપરાંત ચીખલીનો એક યુવાન અને સુરતની દોઢ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. તો બીજી તરફ બીજા 12 લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઇકો પોઇન્ટમાં મોટી સંખ્યમાં પ્રવાસીઓ આવે છે

તમને જણાવી દઈએ કે ચીખલી નજીક આવેલા સોલધરાના ઇકો પોઇન્ટમાં વિકેન્ડમાં રજા ગાળવા માટે મોટી સંખ્યમાં પ્રવાસોઓ આવે છે. આ ઇકો પોઇન્ટમાં તમને દુર્લભ પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળશે. આ આકર્ષણ અને કુદરતના ખોળે સમય પસાર કરવા મોટી સંખ્યામાં લોકો અહિં આવે છે. આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો રવિવારે સાંજના સમયે કૃત્રિમ તળાવમાં બોટમાં સવાર લોકો નીચે ઉતરી રહ્યા હતા આ સમયે નીચેથી ઉપર ચઢવા લોકોએ ઉતાવળ કરી હતી અને જેમા એક બોટનું બેલેન્સ ખોરવાતા તે પલટી ગઇ હતી. તમને જણાવી દઈએ કે બોટ પલટી તેમા 16 જેટલા પ્રવાસીઓ સવાર હતા.
આ કરૂણ દુર્ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા
આ કરૂણ દુર્ઘટનામાં 4 લોકો મોતને ભેટ્યા છે જ્યારે અન્ય 12 વ્યક્તિને ઈજા થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ પોલીસને થતા એસપી સહિત પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આ દુર્ઘટના અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે અકસ્માતનું મુખ્ય કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. તમને જણાવી દઈએ જે દોઢ વર્ષની બાળકી આ દુર્ઘટનામાં મોતને ભેટી તેનો મૃતદેહ શોધવામાં ફાયર વિભાગને દોઢ કલાકની મહેનત લાગી હતી.

મૃતકો
- ઇમ્સિયા કીનખાબવાલા (દોઢ વર્ષ,સુરત)
- મેહુલ ઘનશ્યામભાઇ સોની(ચીખલી)
- ગ્રીષ્માબેન મિલનકુમાર સોની (30 વર્ષ, અમદાવાદ )
- હેન્સી મિલનકુમાર સોની ( 7 વર્ષ અમદાવાદ)
તો બીજી તરફ આ દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે જેમની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમા અલીઅજગર હુસેન રસાવાલા,અલીઅજગર કાજીવાલા, ઇન્સિયાબેન મહંમદ નમકવાલા, ખાતિન મહંમદ નમકવાલા, ફાતિમા મુર્તુઝા કીનખાબવાલા, ઇબ્રાહીમ મુર્તુઝા કીનખાબવાલા, યુમહેની મહંમદ નમકવાલા, અબ્દુલા અલી મકસરમહમદ મુર્તુઝા પાતરાવાલા, હરેશભાઇ ચંદ્રભૂજ પારેખ, ફિઝા કાઝીવાલા, રેણુકાબેન હરેશભાઇ પારેખ. હાલમાં આ લોકો સારવાર હેઠળ છે અને પોલીસ આ ઘટના અંગે ઉંડાણપુર્વક તપાસ કરી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "દુ:ખદ: ગુજરાતમાં અહીં બોટ પલટતા દોઢ વર્ષની બાળકી સહિત 4 લોકોના મોત, અમદાવાદના માતા-પુત્રીએ જીવ ગુમાવ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો