અમદાવાદ સહિત 4 શહેરોના રાત્રિ કર્ફ્યું મુદ્દે પ્રદિપસિંહ જાડેજાનું આવ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ગુજરાત રાજ્યના ચાર મહાનગરો એવા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં ચાલી રહેલા રાત્રી કર્ફ્યૂમાંથી આ જિલ્લાઓને મુક્તિ મળશે કે પછી થોડી વધારે છૂટછાટ આપવામાં આવશે તેને લઈને રાજ્ય સરકારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, મહાનગરોમાં ચાલી રહેલા રાત્રી કરફ્યુ અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી હાઈપાવર કમિટી નિર્ણય કરશે.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની એક બેઠક મળશે. અને આ બેઠકમાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાદ નીતિન પટેલે કહ્યું હતું કે, રાત્રી કર્ફ્યૂને લઈ તબક્કા વાર કોઈ નિર્ણય લેવામાં આવશે. તમે જાણો છો એમ રાજ્યના ચાર મહાનગરોમા હાલ રાત્રિ કર્ફ્યૂ લાગૂ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ છે.
એવું જાણવા મળી રહ્યું છે કે આ અગત્યની બેઠકમાં રાત્રીના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય કે નહીં તે માટે પણ કોઈ અગત્યનો નિર્ણય લેવાઈ શકે છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં લાદવામાં આવેલા કર્ફ્યૂને દૂર કરવામાં આવશે એ પછી પહેલેથી લગાવેલા કરફ્યુમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે એ અંગે સરકાર ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કોઈ નિર્ણય લઈ શકે છે. તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માસ્કના દંડની વિપરીત અસરની પણ ચિંતા છે.
તમને જણાવી દઈએ કે દિવાળી બાદ અચાનક જ કોરોનો સંક્રમણના કેસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. એમાં ય મહાનગરોમાં આ વધારો ખૂબ જ હતો એટલે સાવચેતીના ભાગ રૂપે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ઉપરાંત ગુજરાતનાં મુખ્ય શહેરો જેવા કે સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સાથે રાત્રી લગ્નોને પણ બંધ રાખવાનું જણાવવામાં આવ્યું હતું. આ રાત્રી કરફ્યુનો સમય પહેલા રાત્રીના 9થી સવારના 6નો નક્કી થયો હતો જે થોડા દિવસ પછી રાત્રીના 10થી સવારના 6 કરવામાં આવ્યો હતો.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કર્ફ્યુ લાદવાના નિર્ણય અંગે કહ્યું હતું કે “તહેવારો પછી અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યું છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહીં તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે.”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અમદાવાદ સહિત 4 શહેરોના રાત્રિ કર્ફ્યું મુદ્દે પ્રદિપસિંહ જાડેજાનું આવ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો