રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના છે આ ખાસ નિયમો, જેનાથી અજાણ છે 90 ટકા લોકો, જાણો નહિં તો…
મિત્રો, આપણા દેશમા દર વર્ષે ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામા આવે છે. આ વખતે આપણો દેશ ૭૨ મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ દિવસ આપણા દેશનો એક રાષ્ટ્રીય પર્વ છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ આપણા દેશની બંધારણ સભાએ બંધારણ અપનાવ્યુ.

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આ બંધારણ અમલમા આવ્યું. પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે આપણા દેશના રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામા આવે છે. આપણો રાષ્ટ્રધ્વજ એ ત્રિરંગો છે. તેમા ત્રણ રંગો આવેલા છે કેસરી, સફેદ અને લીલો. તેથી તેને ત્રિરંગો પણ કહેવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે આપણે અમુક બાબતો અંગે સાવચેતીઓ રાખવી અત્યંત આવશ્યક છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેના અમુક વિશેષ નિયમો પણ છે, જેના વિશે આજે આપણે માહિતી મેળવીશુ.
તિરંગો ક્યારેય પણ ઝુકવો જોઈએ નહિ :

નવા નીતિ-નિયમોની ધારા-૨ મુજબ તમામ ખાનગી નાગરિકોને તેમના પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનો અધિકાર આપવામા આવ્યો છે. એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, ત્રિરંગો ક્યારેય નમેલો નથી કે જમીન પર મૂકવામા આવતો નથી. રાષ્ટ્રપતિના આદેશ પછી જ સરકારી ઇમારતો પર અડધો નમાવીને ધ્વજને ફરકાવી શકાય છે.
આટલી લંબાઈ હોવી જોઈએ :

ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર હમેંશા ૩:૨ હોવો જોઈએ. આ ઉપરાંત કેસરી રંગને નીચેની તરફ રાખીને ઊંચો કરી શકાતો નથી કે લહેરાવી શકાતો નથી.
આ દરમિયાન લહેરાવાશે :
આ ધ્વજનો ઉપયોગ તમે તમારા ઘરના પડદા અથવા તો તમારા પોશાક તરીકે કરી શકો નહિ. જો શક્ય હોય ત્યાં સુધી હવામાનની અસર થયા વિના સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે ત્રિરંગો લહેરાવી શકાય છે.
જમીન સાથે ક્યારેય પણ સ્પર્શ થવો જોઈએ નહિ :

આ ધ્વજને જમીન અથવા પાણીનો સ્પર્શ ના થાય તે અંગે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. તેને ટ્રેન, હોડીઓ અથવા વિમાનમાં વાહનોની ઉપર અથવા પાછળના ભાગ પર લપેટી શકાય નહીં.
અન્ય કોઈપણ ધ્વજ આપણા ધ્વ્જથી ઊંચા સ્થાન પર લગાવી શકતો નથી :
ભારતીય રાષ્ટ્રધ્વજ ભારતના નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ દર્શાવે છે. તે આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. આપણા ધ્વજથી ઊંચી જગ્યાએ અન્ય કોઈ ધ્વજ અથવા ફ્લેગ બોર્ડ સ્થાપિત કરી શકાતો નથી.
ધ્વજને નુકશાન પહોંચાડવા પર મળી શકે છે સજા :

રાષ્ટ્રધ્વજને કોઈપણ રીતે નુકસાન પહોંચાડવુ એ એક દંડનીય અપરાધ ગણાય છે. ધ્વજના એક ભાગને બાળવું, નુકસાન કરવું અને શાબ્દિક રીતે અપમાન કરવું એ સજાને પાત્ર અને દંડ બંને હોય શકે છે. માટે આપણાથી ભૂલથી પણ રાષ્ટ્રધ્વજનુ અપમાન ના થાય તેની સાવચેતી રાખવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના છે આ ખાસ નિયમો, જેનાથી અજાણ છે 90 ટકા લોકો, જાણો નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો