રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધારે સુરક્ષાથી સજ્જ છે આ ઇમારત, દિવસ- રાત હેલિકોપ્ટરથી રાખવામાં આવે છે નજર
સામાન્ય રીતે કોઈપણ દેશમાં તે દેશનું રાષ્ટ્રપતિ ભવન સૌથી સુરક્ષિત સ્થાન ગણાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં એક એવી ઇમારત છે કે જેની સુરક્ષા રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધુ રાખવામાં આવે છે એટલું જ નહીં પણ તેની સુરક્ષા માટે દિવસ રાત હેલિકોપ્ટર પણ સજ્જ રાખવામાં આવે છે. હવે તમને થશે કે આખરે આ ઇમારતમાં એવું તે શું હશે કે તેની આટલી બધી સિક્યોરિટી રાખવી પડે છે. તો ચાલો જાણીએ એ ઇમારત વિશે વિસ્તૃત રીતે..

આ ઇમારતને ફોર્ટ નોકસ નામથી ઓળખવામાં આવે છે. અસલમાં ફોર્ટ નોકસ અમેરિકન આર્મીની એક પોસ્ટ છે જે કેંટુકી રાજ્યમાં આવેલી છે અને તે એક લાખ નવ હજાર એકરમાં ફેલાયેલી છે. આ ઇમારતને વિશ્વની સૌથી સુરક્ષિત ગણાતી ઇમારતો પૈકી એક ગણવામાં આવે છે.

ફોર્ટ નોકસનું નિર્માણ અમેરિકન આર્મી દ્વારા વર્ષ 1932 માં કર્યું હતું. આ ઇમારતની સુરક્ષા એટલી કડક છે કે અહીં પારેવાને ફરકવું પણ અઘરું થઈ પડે છે. આ ઇમારતની ચારે તરફથી દીવાલો વડે આડશ મુકવામાં આવી છે જે દીવાલો સામાન્ય દીવાલો નહીં પણ મજબૂત અને જાડી ગ્રેનાઈટની બનેલી છે. આ ઇમારતની સુરક્ષા માટે લગભગ 30000 અમેરિકન સૈનિકો રોકાયેલા રહે છે.

ફોર્ટ નોકસ નામક આ ઇમારતની છત પણ સંપૂર્ણપણે બૉમ્બ પ્રુફ છે. તેના પર કોઈપણ પ્રકારના બોમ્બની અસર નથી થતી. એ ઉપરાંત ઇમારતની ચારે બાજુએ અનેક પ્રકારના એલાર્મ સિસ્ટમ પણ મુકવામાં આવેલા છે. વળી, તેની સુરક્ષા માટે બંદૂકો સાથેના અપાચે હેલિકોપ્ટર પણ સજ્જ હોય છે. ખાસ પરવાનગી સિવાયુ આ ઇમારતની અંદર તો શું ઇમારત જે જગ્યાએ છે તે જગ્યાએ જવું પણ મુશ્કેલ છે.

અસલમાં ફોર્ટ નોકસ ઇમારત એક ગોલ્ડ રિઝર્વ છે અને તેમાં લગભગ 42 લાખ કિલો સોનુ રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ અહીં જ અમેરિકન સ્વતંત્રતાના ઓરીજીનલ ઘોષણાપત્ર, ગુટેનબર્ગની બાઇબલ અને અમેરિકન સંવિધાનના અસલ દસ્તાવેજો જેવા અતિમહત્વના કાગળો સાચવીને રખાયા છે.

ફોર્ટ નોકસમાં જ્યાં સોનુ રાખવામાં આવ્યું છે ત્યાં 22 ટન વજનનો એક ભારેખમ દરવાજો પણ લગાવવામાં આવ્યો છે. આ દરવાજાને ખોલવા માટે એક વિશેષ પ્રકારનો કોડ બનાવવામાં આવ્યો છે અને આ કોડની માહિતી ઇમારતમાં કામ કરતા અમુક કર્મચારીઓને જ ખબર છે. કોઈપણ કર્મચારી બીજા કર્મચારીનો કોડ નથી જાણતો. જેના કારણે કોઈ એક અધિકારી દ્વારા દરવાજાને ખોલવો અસંભવ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધારે સુરક્ષાથી સજ્જ છે આ ઇમારત, દિવસ- રાત હેલિકોપ્ટરથી રાખવામાં આવે છે નજર"
ટિપ્પણી પોસ્ટ કરો