લગ્ન પછી હનિમૂન પર નીકળી ગૌહર ખાન, અને કિસ કરતી એવી રોમેન્ટિક તસવીર શેર કરી કે જે જોતાની સાથે તમે પણ થઇ જશો…
ગૌહર ખાન અને જૈદ દરબાર હાલના દિવસોમાં પોતાના હનીમૂન હોલીડે પર છે. તમને જણાવી દઈએ કે ગૌહર ખાન અને જૈદ દરબારે ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા અને હવે બંને એકબીજાની સાથે ઉદયપુરમાં હનીમૂન મનાવી રહ્યા છે.

ગૌહર ખાન અને જૈદ દરબારે પોતાના આ હનીમૂનના ઘણી બધી ઝલક પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ગૌહર ખાને પોતાનો એક વિડીયો શેર કરીને પોતાના પતિ જૈદ દરબાર સાથે હોલીડે પર જવાની ખુશી પણ વ્યક્ત કરી છે, તો જૈદ દરબારે પણ લખ્યું છે કે “ફાઇનલી આપનો સમય આવી ગયો”

જૈદ દરબારે ગૌહર ખાન સાથેની આ હનીમૂન ટ્રીપના અમુક ખૂબ જ સુંદર ફોટા અને સાથે સાથે અમુક વિડીયો પણ શેર કર્યા છે. જૈદ દરબારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ અમુક ફોટા અને વીડિયો શેર કર્યા છે જેમાં ગૌહર અને જૈદ બંને ઉદયપુરમાં મજા માણી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગૌહર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વિડીયો શેર કર્યો છે જે એ જ હોટલનો છે જ્યાં બંને ઉદયપુરમાં રોકાયા છે. આ વીડિયોમાં ગૌહર ખાન ખુશીમાં ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં ગૌહર ખાન વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ દોસ્તાનાના એક ગીત જાને કયો…પર શાનદાર સ્ટેપ્સ કરતી દેખાઈ રહી છે.વિડીયો શેર કરતા ગૌહર ખાને કેપ્સનમાં લખ્યું છે કે ” હું ખૂબ જ ખુશ છું જ્યારે હું મારા પતિ સાથે ટ્રીપ પર છું, તો એ મને ખુબ જ આનંદ આપે છે. જૈદ દરબાર સાથે આ મારો પહેલો હોલીડે છે.”

એ સિવાય ગૌહર ખાને અમુક ખૂબ જ સુંદર ફોટા પણ શેર કર્યા છે જેના પર જૈદ દરબારે ઘણા જ પ્રેમ ભર્યા કૉમેન્ટ પણ કર્યા છે જૈદ દરબારે ગૌહર ખાનના ફોટા પર લખ્યું છે કે સુંદર તું અને સુંદર ફોટો.

ગૌહર અને જૈદને લગ્નના ફોટા પણ ખૂબ જ વાયરલ થયા હતા. એ પહેલાં એમના એનગેજમેન્ટના ફોટા પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતાગૌહર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ તાંડવમાં અગત્યની ભૂમિકામાં ગૌહર ખાન દેખાઈ છે જે હાલના સમયમાં ખૂબ જ ચર્ચામાં ચ3. કયા વેબ સિરીઝમાં ગૌહર ખાનની સાથે સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડીયા, જિશાન અય્યુબ, કૃતિકા કામરા અને સુનિલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "લગ્ન પછી હનિમૂન પર નીકળી ગૌહર ખાન, અને કિસ કરતી એવી રોમેન્ટિક તસવીર શેર કરી કે જે જોતાની સાથે તમે પણ થઇ જશો…"
ટિપ્પણી પોસ્ટ કરો