ઉંમર સાત વર્ષ પણ વજન માત્ર સાત જ કિલો, તસવીર વાયરલ થતાં લોકોની આંખોમાંથી અશ્રુધારા વહી!
અનાજની કિંમત એને જ ખબર હોય કે જેને એક ટંકનું ભોજન માંડ માંડ મળતું હોય ભાવને જાણે છે. એ પણ વાત સત્ય છે કે ઘણા લોકોને એક ટંકનું ભોજન પણ મળવું મુશ્કેલ છે. એક તરફ, કેટલાક લોકો અનાજનું મહત્વ જાણતા નથી, તો પછી કેટલાક લોકો એવા છે કે જેઓ પેટ ભરવા માટે પૂરતો ખોરાક પણ મેળવી શકતા નથી. જેના કારણે પોષણ નથી મળી રહ્યું અને લોકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. કુપોષણ એ પોષક તત્ત્વોનું અપર્યાપ્ત, વધારે પડતું અથવા અસમતોલ ઉપભોગ છે. આહારમાં કયાં પોષક તત્ત્વો વધારે કે ઓછા છે તેના પર આધારિત સંખ્યાબંધ પોષણ વિકૃત્તિઓ પેદા થઇ શકે છે.

સાત વર્ષના બાળકની આવી તસવીર આ દિવસોમાં પ્રકાશમાં આવી છે. જેને જોઈને કોઈની પણ આંતરડી કકળી ઉઠે. તમે ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ બાળક ભૂખ્યા હોવાને કારણે હાડપિંજર બની ગયું છે. યમનના આ છોકરાનું નામ ફૈદ સમીમ છે. પેરાલીસિસ અને કુપોષિત સમીમનું વજન માત્ર 7 કિલો છે. હવે આ તસવીર આખી દુનિયામાં વાયરલ થઇ રહી છે અને લોકોને ખોરાકનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.

જો આ સિવાય વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા કુપોષણને વિશ્વના જાહેર આરોગ્ય માટે એક સૌથી ગંભીર ચેતવણી કહે છે. વ્યાપક રીતે પોષણમાં સુધારો કરવાને સૌથી વધુ અસરકાર સહાય તરીકે ગણવામાં આવે છે. તત્કાલિન પગલાંઓમાં સામેલ છે ફોર્ટિફાઇડ સેશે પાવડરો જેમ કે પીનટ બટર, અથવા પૂરકો દ્વારા સીધા અપૂરતા સૂક્ષ્મ પોષક તત્વો આપવા.

સહાય જૂથો દ્વારા વધારે ઉપયોગમાં લેવાતું દુકાળ રાહત ના નમૂના મુજબ ભૂખ્યાંને નાણાં અથવા કેશ વાઉચરો આપવા જેનાથી ઘણી વાર કાયદા દ્વારા જરૂરી દાતા દેશો પાસેથી ખોરાક ખરીદવાના સ્થાને તેઓ સ્થાનિક ખેડૂતોને ચૂકવણી કરી શકે, કારણ કે પરિવહન ખર્ચ પર તેનાથી નાણાં બગડે છે.

જો આપણે કુપોષણના કારણો વિશે વાત કરીએ તો ટેકનોલોજીની ઉણપ ધરાવતા દેશોમાં, જેટલું કુપોષણનું કારણ ખોરાકની અછત હોઇ શકે, એફએઓ(ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન)એ અંદાજ માર્યો છે કે વિકસિત દેશોમાં રહેતા એંશી ટકા કુપોષણવાળા બાળકોના દેશો જરૂર કરતા વધારે ખોરાક બનાવે છે.

અર્થશાસ્ત્રી અમરત્ય સેને અવલોકઅન કર્યું કે, તાજેતરના દાયકાઓમાં દુષ્કાળમાં હંમેશા ખોરાકનું વિતરણ અને/અથવા ગરીબી સમસ્યા રહી છે કારણે આખા વિશ્વને ખવડાવવા માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ રહ્યો છે. તે કહે છે કે કુપોષણ અને દુષ્કાળ એ ખોરાક વિતરણ અને ખરિદ શક્તિની સમસ્યાઓ સાથે વધારે સંબંધિત હતા.

એવી ચર્ચા છે કે કોમોડિટીના સટ્ટાખોરો ખોરાકનો ભાવ વધારી રહ્યાં છે. જ્યાર યુનાઇટેડ સ્ટેટ્સમાં રીયલ એસ્ટેટ્નો ફુગ્ગો ફુટી રહ્યો હતો, ત્યારે કહેવામાં આવે છે કે લાખો કરોડો ડોલરો ખોરાક અને પ્રાથમિક કોમોડીટીમાં રોકાણ માટે ખસેડવામાં આવ્યા હતા જેના કારણે 2007-2008 નીખોરાકની કિંમતની કટોકટી ઉત્પન્ન થઇ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ઉંમર સાત વર્ષ પણ વજન માત્ર સાત જ કિલો, તસવીર વાયરલ થતાં લોકોની આંખોમાંથી અશ્રુધારા વહી!"
ટિપ્પણી પોસ્ટ કરો