જ્યારે લાઈવ સંવાદમાં આ બાળકે પીએમ મોદીને આપ્યું ગાઠીયા-જલેબી ખાવાનું આમંત્રણ, જાણો શું મળ્યો જવાબ
અમદાવાદની 14 વર્ષીય રોલર સ્કેટર ખુશી પટેલ અને રાજકોટના 17 વર્ષીય તરવૈયા મંત્ર હરખાણી ગુજરાતમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરષ્કાર -2021ના વિજેતા બન્યા છે. 14 વર્ષીય સ્કેટર ખુશી પટેલે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેના માટે તેને આ સન્માન મળ્યુ. ખુશી ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં 11 માં વર્ગમાં કોમર્સનો અભ્યાસ કરે છે. તો બીજી તરફ રાજકોટના 17 વર્ષીય મંત્ર હરખાણી પણ સ્વીમિંગ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરષ્કાર -2021ના વિજેતા તરીકે ઉભરી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, મંત્ર ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે.
અમદાવાદમાં સ્કેટિંગ રીંગ બનવાથી મળી સુવિધા
ખુશી જે ચાર વર્ષની ઉંમરથી સ્કેટિંગ કરી રહી છે, તેણે કહ્યું કે શરૂઆતમાં મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે તેને પ્રેક્ટિસ કરવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ સમય જતા અમદાવાદમાં સ્કેટિંગની કેટલીક સારી રીંગ્સ બનાવવામાં આવી હતી. આનાથી સગવડ થઈ. 2020 માં 14 વર્ષની ઉંમરે ખુશી અન્ડર -19 વય જૂથની સૌથી નાની ઉમરની સ્પર્ધક હતી, જ્યાં તેને ચોથો ક્રમા મળ્યો હતો. તો આ વર્ષે તેણે ફ્રાન્સમાં આયોજીત આર્ટિસ્ટિક સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા
આ બંને વિજેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કરીને કહ્યું, પ્રતિભાશાળી ખુશી પટેલે ભારતને ગૌરવ અપાવ્યું છે. અમદાવાદની રહેવાસી યુવા સ્કેટિંગ ચેમ્પિયન જીલ્લા અને રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશીપમાં અનેક મેડલ જીતી ચૂકી છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
મંત્રએ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા
તો બીજી તરફ મંત્રની વાત કરીએ તો, વર્ષ 2019 માં તેણે અબુધાબીમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મંત્ર એ બધા વિશેષ બાળકો માટે પ્રેરણા છે અને તેમના માતાપિતા અન્ય વિશેષ બાળકોના માતાપિતા માટે પ્રેરણા છે. મોદીએ મંત્રના માતાપિતાને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ તેમની આગામી ગુજરાત મુલાકાત દરમિયાન મંત્રને મળીને ખુશ થશે. તો બીજી તરફ મંત્રએ પીએમ મોદીને રાજકોટનાં ગાંઠીયા – જલેબી ખાવાનું આમંત્રણ પણ આપ્યું હતું, જેને શાંભળીને પીએમ મોદી હસી પડયા હતા. તમને જણાવી દઈએ કે કલેકટર કચેરી ખાતેથી ગુજરાતીમાં જ પીએમ મોદી સાથે મંત્રએ વાતચીત કરી હતી. આ અંગે મંત્રએ કહ્યું હતું કે, તમે જ્યારે રાજકોટ આવો ત્યારે મારી સાથે ફોટો પડાવશો? ત્યારે મોદીએ હસતા હસતા કહયું કે રાજકોટનાં ગાંઠીયા સાથે લાવવા પડશે. તો તેના જવાબમાં મંત્રએ કહ્યું કે, ગાંઠીયા અને જલેબીની સાથે ચા પણ પીવડાવીશ. પીએમ નોદીએ કહ્યું કે તેઓ જ્યારે ગુજરાત આવશે ત્યારે તેમને મળવા જરૂર આવશે.
મંત્ર ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે
મંત્રના પિતા જીતેન્દ્ર હરખાણીએ કહ્યું, અમને આનંદ છે કે લોકો હવે અમારા પુત્રની સિદ્ધિઓ વિશે વાત કરી રહ્યા છે, પરંતુ એક પિતા તરીકે હું ચિંતિત છું કારણ કે વિશેષ ઓલિમ્પિયન તરીકે તેમને ફક્ત એક જ વાર ઓલંમ્પિકમાં જઈ શકે છે. તેમણે વડા પ્રધાનને કહ્યું કે તેઓ તરણવીર બનવા માંગે છે અને રાષ્ટ્રની સેવા કરવા માગે છે, પરંતુ તે કેવી રીતે થશે તે અમને ખબર નથી. તેમણે કહ્યું હતું કે ડાઉન સિન્ડ્રોમવાળા લોકો સરકારી નોકરીમાં અનામતનો લાભ મેળવવા માટે પાત્ર નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જ્યારે લાઈવ સંવાદમાં આ બાળકે પીએમ મોદીને આપ્યું ગાઠીયા-જલેબી ખાવાનું આમંત્રણ, જાણો શું મળ્યો જવાબ"
ટિપ્પણી પોસ્ટ કરો