‘તારક મહેતા કા’ સિરિયલમાં દયાબેનની વાપસીને લઈને આવ્યા મોટા સમાચાર

આમ તો તારક મહેતાના દરેક પાત્ર શાનદાર છે. પરંતુ જેઠાલાલ અને દયાબેનના પાત્રની વાત જ કઈક અલગ છે. જોકે ચાહકો ઘણા સમયથી દયાબેનને સ્ક્રીન પર જોઈ શક્યા નથી. આ શોમાં દયાબેનની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી સપ્ટેમ્બર 2017 થી આ શોમાં જોવા મળી નથી.

image source

તે ત્યારે વેટરનિટી લીવ પર ગઈ હતી અને તે પછી તે શોમાં આ શો માં પરત ફરી નથી. જો કે દિશાએ હજી શો છોડ્યો નથી. દિશા વાકાણી ગયાને 3 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. ચાહકો પણ ફરી દયાબેનને જોવા આતુર છે. આ દરમિયાન દયાબેનને શોમાં પાછા લાવવા અંગે એક મિશન બનાવવામાં આવ્યું છે.

2021માં પોપટલાલના લગ્ન થશે?

image source

વાસ્તવમાં આ શોમાં અંજિલી અને તારક મહેતા એક બીજા સાથે વાતચીત કરે છે અને આ સમય દરમિયાન તેઓ દયાબેનના પરત ફરવાનો પણ ઉલ્લેખ કરે છે. અંજલિ કહે છે કે 2021 નો પહેલો દિવસ તોફાની હતો. આ અંગે તારક મહેતા કહે છે કે ખૂબ વધારે અને ભગવાનને વિનંતી છે કે આવો હંગામો ફરી ન જોવા મળે. 2021 શાંતિથી પસાર થઈ જાય. તો અંજલિ કહે છે હા, 2021 માં ફક્ત પોપટભાઈના લગ્ન થઈ જાય. અને સૌથી મહત્વપૂર્ણએ કે કોરોના રસી દરેકને લાગી જાય. બસ આ બે મિશન 2021 માં સફળતાપૂર્વક પુરા થઈ જાય.

દયાબેનને લઈને તારક મહેતાનું મિશન

image source

પરંતુ તારક મહેતા કહે છે કે આ બંને જ નહીં, તેમના સિવાય બે બિજા પણ કામ છે. એક તો એ છે કે દયાબેન વહેલી તકે ગોકુલધામ પાછા ફરવા જોઈએ. તો આ અંગે અંજલિ કહે છે કે આ મિશન 2021 ની શરૂઆતમાં જલદીથી પૂર્ણ થવું જોઈએ.

image source

ગડા પરિવાર અને આખું ગોકુલધામ દયા ભાભીને ખૂબ યાદ કરે છે. ચોથા મિશન વિશે વાત કરતાં તારકે કહ્યું કે તારક મહેતાને ડાયેટ ફૂડથી મુક્તિ, તેના વિશે અંજલિ હસીને કહે છે કે 2021 તો શું 2050 માં પણ આ શક્ય નહી બને.

જાણો નટ્ટુકાકાએ દયાબેન અંગે શું કહ્યું

image source

તમને જણાવી દઈએ કે આ શોમાં નટ્ટૂકાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયકે ડિસેમ્બર 2020માં સેટ પર વાપસી કરી છે. તેમને ગળાની સર્જરીને કારણે તેઓ લાંબા સમયથી આરામમાં હતા. ત્યારે હવે તેઓ શૂટિંગ પર પરત ફર્યા છે અને ખુશ છે. હાલમાં જ તેમણે દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસીને લઈને ખુલીને વાત કરી હતી.

image source

નટ્ટૂકાકાને જ્યારે પૂછવામાં આવ્યું કે, દયાબેન એટલે કે દિશા વાકાણીને તેઓ સેટ પર કેટલા મિસ કરે છે તો જવાબમાં નટ્ટૂકાકાએ કહ્યું કે, અમે બધાં ઘણાં વર્ષોથી દયાબેનની રાહ જોઈ રહ્યાં છીએ. અમને આશા છે કે તે શોમાં વાપસી કરશે. જો તે પ્રોડ્યૂસર્સને પોતાની વાપસીને લઈને કન્ફર્મ કરી દે છે તો તેઓ બીજી દયાબેન વિશે વિચારવાનું શરૂ કરશે. આ નિર્ણય સંપૂર્ણ રીતે પ્રોડક્શન ટીમનો છે. દયાબેન એટલે કે દિશા વાકાણી આ શો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આખી ટીમ તેની રાહ જોઈ રહી છે. જો કે દિશા વાકાણી શો માં ક્યારે પરત ફરે છે એ તો સમય જ બતાવશે.

Related Posts

0 Response to "‘તારક મહેતા કા’ સિરિયલમાં દયાબેનની વાપસીને લઈને આવ્યા મોટા સમાચાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel