તમે પણ નથી જાણતાને ઉત્તરાયણમાં તલ, ગોળ અને ખીચડી ખાવાનું મહત્વ, જાણો અહીં
શનિવાર એટલે કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણનો તહેવાર આખા ભારતમાં ઉજવવામાં આવે છે. અનેક અલગ અલગ જગ્યાઓએ તેના રૂપ અલગ અલગ હોય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ થતી હોવાથી તેને મકર સંક્રાંતિ પણ કહે છે. આ દિવસે ખરમાસ સમાપ્ત થાય છે અને સાથે જ નવા વર્ષે નવા દિવસોની શરૂઆત પણ થાય છે. મકર સંક્રાંતિની સવારે સૂર્યની ઉપાસના કરાય છે. આ વર્ષે આ તહેવારનો ખાસ સંયોગ પણ બને છે.

શનિવારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે જે ખાસ શુભ યોગ બની રહ્યો છે. આમ તો આ દિવસે અનેક એવી ચીજો ખાવામાં આવે છે જેમકે મગફળી, દહીં ચૂડા, ગોળ, તલ અને ખીચડી. પણ સાથે જ ગોળ અને તલનું આ દિવસે ખાસ મહત્વ છે. આજે આપણે જાણીશું કે આ દિવસે તલ, ગોળ અને ખીચડી શા માટે ખાવામાં આવે છે અને તેનું મહત્વ શું હોય છે.

મકર સંક્રાંતિના દિવસે લોકો તલ અને ગોળથી બનેલી ચીજોનું દાન કરે છે અને તેનાથી બનેલી ચીજો ખાય છે. નવા ચોખાની ખીચડી પણ શુભ રહે છે. આ પાછળનું ધાર્મિક કારણ અને વૈજ્ઞાનિક કારણ પણ હોય છે.
તલ ગોળનું શું છે મહત્વ

આ દિવસે તલ અને ગોળની ચીક્કી બનાવવામાં આવે છે. આ દિવસે આ ખાસ ચીકી ખાવાની પરંપરા છે. હવે આ પરંપરામાં અનેક બાબતો ઉમેરાઈ છે જેમાં હવે ડ્રાયફ્રૂટ્સ ચીકી, શિંગ ચીકી, કોપરાની ચીકી, મમરાની ચીકી વગેરે બનાવવામાં આવ છે. તેમાં પણ કાળા તલ અને સફેદ તલનો ઉપયોગ અનોખો છે. ખોઈ, ચેવડો, લોટના લાડુ પણ બને છે. એવી માન્યતા છે કે આ દિવસે બુરાઈ પર સારાશની જીત થાય છે અને કડવી વાતોને ભૂલીને નવી શરૂઆત કરાય છે. તેનાથી ગોળથી બનેલી ચીકી, લાડુ અને તલની બરફી પણ ખાવામાં આવે છે.
શિયાળામાં ગોળથી શરીર ગરમ રહે છે
તલ અને ગોળ ખાવાની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. શિયાળામાં શરીરનું તાપમાન ઘટવા લાગે છે. એવામાં તમે બહારના તાપમાનની સાથે અંદરના તાપમાનને બેલેન્સ કરવાનું રહે છે. તલ અને ગોળ ગરમ હોય છે અને તેને ખાવાથી શરીર ગરમ રહે છે. આ તહેવારમાં એ ચીજો ખાવાની અને બનાવવાની પંરપરા છે. વૈજ્ઞાનિકોના આધારે તલ ખાવાથી શરીર ગરમ રહે છે અને તેલથી શરીરને ભેજ પણ મળી રહે છે.
ખીચડીનું મહત્વ

આ દિવસે ખીચડી દાન કરવા અને ખાવા પાછળ પણ એક ખાસ પરંપરા છે. તેની પાછળ ભગવાન શિવના અવતાર કહેનારા બાબા ગોરખનાથની કહાની છે. ખિલજીના આક્રમણના સમયે નાથ યોગીઓને ખિલજીના સંઘર્ષના કારણે ભોજન બનાવવાનો સમય નહતો મળતો. તેનાથી યોગી હંમેશા ભૂખ્યા રહેતા અને નબળા બની જતા.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બાબા ગોરખનાથે દાળ, ચોખા, શાકને સાથે બનાવવાની સલાહ આપી. આ વ્યંજન પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હતું. તેનાથી શરીરને તરત જ ઉર્જા મળતી હતી. નાથ યોગીઓને આ વ્યંજન ખૂબ પસંદ આવ્યું અને બાબા ગોરખનાથે આ વ્યંજનનું નામ ખીચડી રાખી દીધું. આ દિવસથી ભગવાનને પણ ઉત્તરાયણના દિવસે આ ખીચડીનો ભોગ ધરાવાય છે અને તે એક પરંપરા બની છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "તમે પણ નથી જાણતાને ઉત્તરાયણમાં તલ, ગોળ અને ખીચડી ખાવાનું મહત્વ, જાણો અહીં"
ટિપ્પણી પોસ્ટ કરો