દર રવિવારે માત્ર કરો આ ઉપાયો, મળશે ખુબ જ જલ્દી ધન નો વરસાદ…

Spread the love

દરેક લોકો ધનવાન બનવાના સપના જુએ છે.  ઘણી મહેનત કરવા છતાં ઈચ્છિત ફળ મળતું નથી. અમુક ઉપાય કરવામાં આવે તો તેનાથી ઘર પરિવારની દરેક સમસ્યાઓ દુર થાય છે, ઘરની ગરીબી દુર થાય છે અને ઘરમાં બરકત બની રહે છે.

ઘણીવાર એવુ બને કે તમે ખૂબ મહેનત કરો છો પણ છતા પણ તમને અપેક્ષા મુજબનુ ફળ મળતુ નથી.  જેના કારણે તમે  નિરાશ થઈ જાવ છો  પણ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરૂ કરી શકશો.

આ ઉપાય ફક્ત રવિવારના દિવસે જ કરવા જોઈએ. ઘરની આર્થિક સમસ્યા દુર કરવા માટે આજે અમે તમને એવા જ વાસ્તુના અમુક ઉપાય વિશે જણાવીશું, જેને કરવાથી જીવનમાં ઘણા પ્રકારના શુભ પરિણામ જોવા મળશે અને જીવનની ઘણી સમસ્યા દુર થશે. તો ચાલો જાણી લઇએ ધનલાભ મેળવવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય વિશે.

આજે રવિવારના દિવસે આ ચમત્કારી ઉપાયો કરવાથી તમને ગમે તેવી આર્થિક સમસ્યા હશે તે દૂર થશે. રવિવારે કરો આ ખાસ ટોટકા જેનાથી તમને પૈસાની ક્યારેય કમી નહી આવે. ધનનો ભંડાર ખુબજ ઝડપથી વધવા લાગશે. સુખ અને સંપત્તિમાં વધારો થશે.

પાનમાં મનોકામના લખવી :-

જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન કોષ વધારવા રવિવારે એક મોટા પાનમાં તમારી તમામ મનોકામના લખી વહેતા જળમાં વહાવી દેવાથી તમારી એ ઇચ્છા જરૂરથી પુરી થશે, જો તમારે ધન, વૈભવ યશ મેળવવા ઇચ્છો છો તો રવિવારના દિવસે પ્રત્યક્ષ સૂર્યની સાધના કરવાનું ન ભૂલો.

સૂર્યમંત્ર નો જાપ રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો ૧૦૮ વાર જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે.

સૂર્યદેવને જળ અર્પિત કરવું :-

નિયમિત સૂર્યદેવને જળ અર્પિત કરવાથી મનુષ્યની બધી ઈચ્છાઓ પુર્ણ થાય છે. પણ જો રોજ આવુ ન કરી શકો તો રવિવારે કેટલાક નિયમોનુ પાલન કરીને સૂર્ય દેવને અર્ધ્ય જરૂર આપો. પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. ર

જ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો.  આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

આજના દિવસે સૂર્ય દેવતાને જળ ચઢાવવું, લાલ કે ગુલાબી ફૂળ સૂર્યદેવને અર્પિત કરવું. (ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જપ કરવું), ગોળનો સેવન કરવું. લાલ રંગના કપડા પહેરવું કે લાલ રૂમાલ રાખવું. સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા 108 વાર મંત્ર જાપ ફેરવી. શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું.

પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો :-

રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો. નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો, નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો, રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમય જ ભોજન કરો.

Related Posts

0 Response to "દર રવિવારે માત્ર કરો આ ઉપાયો, મળશે ખુબ જ જલ્દી ધન નો વરસાદ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel