જાણો બજેટ કેવી રીતે તૈયાર થાય છે અને તેમા કઈ કાઈ બાબતો હોય છે
આ વર્ષનું બજેટ કોરોના મહામારીને કારણે વિશેષ રહેશે. કારણ કે કોરોના મહામારીને કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી છે. આ ઉપરાંત લોકોના વેપાર ધંધા પર પણ માઠી અસર પડી છે. લોકોના જીવન ધોરણમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. તેથી લોકોને નાણા મંત્રી પાસેથી ઘણી આશા છે. કોરોના મહામારી બાદ આર્થિક ગતિવિધી ધીમે ધીમે પાટા પર આવી રહી છે. લોકોને આશા છે કે આ વર્ષે બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવે જેનાથી આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા સેક્ટરને રાહત મળે. આ ઉપરાંત ટેક્સમાં પણ રાહત આપવામાં આવે તેવી લોકો આશા સેવી રહ્યા છે. તેમને જણાવી દઈએ કે નાણાં મંત્રી નિર્મલા સીતારામન આવતી કાલે એટલે કે, 1 ફેબ્રુઆરીએ 2021-22 માટે બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ કઈક અલગ છે કારણ કે, એવું પ્રથમવાર છે, જેમાં બજેટ દસ્તાવેજ પ્રિન્ટ થયા નથી. આ વખતનું બજેટ સંપૂર્ણપણે પેપરલેસ છે અને તેને ડિજિટલી રીતે જ જાહેર કરવામાં આવશે.
બજેટમાં શું-શું હોય છે?

તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 5 મહિના પહેલા જ શરૂ થઈ જાય છે અને અનેક ઈમ્પોટન્ટ મિટિંગ બાદ બજેટ તૈયાર કરવામાં આવે છે. તમને સવાલ થતો હશે કે, બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શું છે? બજેટમાં શું-શું હોય છે? બજેટ રજૂ થયા પછી શું-શું થાય છે? આ ઉપરાંત ભારતનું પ્રથમ બજેટ ક્યારે આવ્યું હતું? તો બધા પ્રશ્નોના જવાબ આજે અમે તમને આપીશું આ લેખમાં.
શું હોય છે બજેટ ?

તમને પહેલો સવાલ થાય છે બજેટ શું હોય છે. તો તમને સાદી ભાષામાં સમજાવીએ તો જેમ આપણા ઘરને ચલાવવા માટે એક બજેટની જરૂર હોય છે, એવી જ રીતે કોઈ પણ દેશને ચલાવવા માટે પણ બજેટની જરૂર પડે છે. જેમ આપણે આપણા ઘરનું બજેટ બનાવીએ છીએ, તેમ દેશનું પણ બજેટ બનાવવામાં આવે છે. જો કે આપણએ આપણ ઘરનું બજેટ મોટા ભાગે મહિનાનું હોય છે. તેમાં આપણે આવક જાવકનો હિસાબ રાખીએ છીએ. જેમ કે આ મહિનામાં આપણે કેટલો ખર્ચ કર્યો અને કેટલી આવક થઈ. તેવી જ રીતે આપણા દેશનું બજેટ પણ હોય છે. જેમાં આખા વર્ષના આવક અને જાવકની માહિતી હોય છે.
ત્રણ પ્રકારના આંકડા સરકાર જણાવે છે

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે બજેટમાં સરકાર ત્રણ પ્રકારના આંકડા જણાવે છે. જેમાં પ્રથમ-બજેટ એસ્ટિમેટ, બીજુ રિવાઈઝ્ડ એસ્ટિમેટ અને ત્રીજા એક્ચ્યુઅલ.
1. બજેટ એસ્ટિમેટઃ તમને જણાવી દઈએ કે બજેટ એસ્ટિમેટ આગામી વર્ષનું હોય છે. આ વખતે 2021-22 માટે બજેટ એસ્ટિમેટ જણાવાશે. એટલે કે તેમાં સરકાર 2021-22માં થનારી આવક અને જાવક એટલે કે ખર્ચનો અંદાજ જણાવે છે.
2. રિવાઈઝ્ડ એસ્ટિમેટઃ રિવાઈઝ્ડ એસ્ટિમેટમાં ગયા વર્ષની માહિતી હોય છે. તમને જણાવી દઈએ કે આ વખતે જે બજેટ રજૂ થશે, તેમાં 2020-21નું રિવાઈઝ્ડ એસ્ટિમેટ જણાવાશે. એટલે કે ગયા બજેટમાં સરકારે જે અંદાજ લગાવ્યો હતો, એ અનુમાનના હિસાબે તેની કેટલી આવક અને કેટલો ખર્ચ થયો. નોંધનિય છે કે, રિવાઈઝ્ડ એસ્ટિમેટ બજેટ એસ્ટિમેટથી ઓછા-વધુ પણ હોઈ શકે છે.
3. એક્ચ્યુઅલઃ એક્ચ્યુઅલમાં બે વર્ષ પહેલાનું હોય છે. તમને જણાવી દઈએ કે આ વખતે બજેટમાં 2019-20નું એક્ચ્યુઅલ બજેટ જણાવાશે. એટલે કે 2019-20માં સરકારને વાસ્તવમાં કેટલી કમાણી થઈ અને કેટલો ખર્ચ થયો તેની માહિતી લોકો સમક્ષ રજુ કરવામાં આવશે.
5 મહિના પહેલા શરૂ થાય છે બજેટની પ્રક્રિયા
તમને જણાવી દઈએ કે બજેટ કોઈ તાત્કાલિક રજૂ કરવામાં આવતું નથી. તેની એક લાંબી પ્રોસેસ હોય છે. તમને જણાવી દઈએ બજેટ રજૂ થાય તે પહેલા ઘણી પ્રક્રિયા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બજેટની તૈયારી 5 મહિના પહેલા શરૂ થઈ જાય છે. આમ તો સપ્ટેમ્બરમાં આર્થિક બાબતોના વિભાગના બજેટ ડિવિઝન તમામ મંત્રાલયો, વિભાગો, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્ક્યુલર જાહેર કરે છે. તેમાં તેમને આવનારા નાણાકીય વર્ષ માટે તેમના ખર્ચનો અંદાજ લગાવીને જરૂરી ફંડ જણાવવા માટે કહેવામાં આવે છે. ત્યાર બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં ફાયનન્સ મંત્રાલય દ્વારા બીજા મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓની સાથે બેઠક કરે છે અને નિર્ણય લેવામાં આવે છે કે કયા મંત્રાલય અને વિભાગને કેટલા રૂપિયા ફાળવવામાં આવશે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ એક રોડ મેપ તૈયાર થાય છે. તમને જણાવી દઈએ કે આ બધી પ્રોસેસ કંમ્લિટ થયા બાદ બજેટના ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવામાં આવે છે.
નાણાં મંત્રાલયમાં હલવા સેરેમનીનું આયોજન
પરંતુ તમને જણાવી દઈએ કે વર્ષે બજેટના ડોક્યુમેન્ટ પ્રિન્ટ નહીં થાય. તમને જણાવી દઈએ કે બજેટ રજૂ થવાના લગભગ એક અઠવાડિયા પહેલા નાણાં મંત્રાલયમાં હલવા સેરેમનીનું આયોદન કરવામાં આવે છે. હલવા સેરેમની બાદ તેની સાથે જોડાયેલા તમામ અધિકારીઓને નાણાં મંત્રાલયમાં જ રોકવામાં આવે છે અને કોઈપણ બહારની વ્યક્તિ સાથે સંપર્કમાં આવવા દેવામાં આવતા નથી. નોંધનિય છે કે જ્યારે બજેટ રજૂ થાય છે, ત્યારે અધિકારીઓને બહાર આવવાની પરમિશન આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બજેટ રજૂ થાય તે પહેલા ઈકોનોમિક સર્વ રજૂ કરવામાં આવે છે, તમે ઈકોનોમિક સર્વેને સાદી ભાષામાં ડાયરી પણ કહી શકો છો. જે રીતે આપણે આપણા ઘરમાં હિસાબ કિતાબ માટે ડાયરી રાખીએ છીએ. જેમા આખા વર્ષના આવક જાવકના લેખાજોખા હોય છે. આપણેને તેનાથી જ અંદાજ આવે છે કે આવનારા સમયમાં કઈ રીતે ખર્ચ કરવાનો છે અને કઈ રીતે આવક મેળવવાની છે અને કેવી રીતે બચત કરવાની છે. ઈકોનોમિક સર્વે પણ એ જ રીતનો હોય છે.
પ્રથમ ઈકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરાયો હતો

તમને જણાવી દઈએ કે આ વર્ષે ઈકોનોમિક સર્વે 29 જાન્યુઆરીએ રજૂ કરાયો હતો. ઈકોનોમિક સર્વેને બીજી ભાષામાં આર્થિક સર્વેક્ષણ પણ કહી શકાય. જેમા ગયા વર્ષના આવક જાવકના આંકડા અને આગામી વર્ષ માટે સલાહ સૂચન, પડકારો અને ઉપાયો હોય છે. નોંધનિય છે કે ઈકોનોમિક સર્વેને આર્થિક બાબતો વિભાગના ઈકોનોમિક ડિવિઝન ચીફ ઈકોનોમિક એડવાઈઝર એટલે કે CEA ની દેખરેખમાં તૈયાર કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હાલમાં CEA ડોક્ટર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યમ છે. નોંધનિય છે કે પ્રથમ ઈકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરાયો હતો. જો કે 1964 સુધી તેને બજેટની સાથે જ રજૂ કરવામાં આવતો હતો. પરંતુ બાદમાં તેને બજેટના એક દિવસ પહેલા રજૂ કરવાની શરૂઆત કરવામાં આવી.
ભારતનું પહેલુ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ રજૂ કરાયું હતું
તમને જણાવી દઈએ કે સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તેને કેબિનેટની સામે રાખવામાં આવે છે અને ત્યાર બાદ સંસદના બંને ગૃહોમાં તેને રજૂ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બજેટ રજૂ થયા બાદ તેને સંસદનાં બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાવવાનું હોય છે. નોંધનિય છે કે બંને ગૃહોમાંથી પસાર થયા બાદ પહેલી એપ્રિલથી તે લાગુ થઈ જાય છે. નોંધનિય છે કે ભારતમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી હોય છે. તમને થશે કે ભારતનું પહેલુ બજેટ ક્યારે આવ્યું હતું, તો તમને જણાવી દઈએ કે ભારતનું પહેલુ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ અંગ્રેજ સરકારના નાણાં મંત્રી જેમ્સ વિલ્સને રજૂ કર્યુ હતું.
આઝાદી બાદ પહેલુ બજેટ 1947ના રોજ રજૂ કર્યુ હતું

જ્યારે ભારતની આઝાદી બાદ પહેલુ બજેટ દેશના પ્રથમ નાણાંમંત્રી આર કે ષણમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કર્યુ હતું. તમને જણાવી દઈએ કે આ બજેટ 15 ઓગસ્ટ 1947થી 31 માર્ચ, 1948 સુધીના સમયગાળા માટે હતું. તમને જણાવી દઈએ કે, 26 જાન્યુઆરી 1950ના રોજ ગણતંત્રની સ્થાપના પછી પ્રથમ બજેટ 28 ફેબ્રુઆરી 1950ના રોજ જોન મથાઈએ રજૂ કર્યુ હતું. આવતી કાલે નિર્મલા સિતારમન બજેટ રજૂ કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો બજેટ કેવી રીતે તૈયાર થાય છે અને તેમા કઈ કાઈ બાબતો હોય છે"
ટિપ્પણી પોસ્ટ કરો