રોહનપ્રીત નેહા સાથે લગ્ન કરવા માટે રાજી ન હતો, નેહાએ વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું, પછી થયું કઇક આવું
૨૦૨૦ના વર્ષમાં નેહા અને રોહનપ્રીતના લગ્ન ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. તેના ફોટો અને વીડિયો પણ ખૂબ જ વાયરલ થાય હતા. તો વળી બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોહનપ્રીત સિંહ અને નેહા કક્કડ એક ખૂબ ક્યુટ કપલ છે. તેમની જોડી જ્યાં પણ દેખાય છે ત્યાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ કપલ જેટલું ક્યુટ છે તેમની લવ સ્ટોરી પણ એટલી જ ક્યૂટ હતી. તેમાં એકબીજાથી ગુસ્સે થવું અને મનાવવાની મોમેન્ટ છે, તો જીવનમરણમાં કાયમ સાથે રહેવાની અનુભૂતિ કરાવતી વિશેષ ક્ષણ પણ છે. તેમની લવ સ્ટોરી કઇક એવી હતી કે રોહનપ્રીત અને નેહા કક્કડ શૂટિંગ બાબતે એક બીજાને મળ્યા હતા. તેમની વચ્ચેનું એટ્રેક્શન ઇન્સ્ટન્ટ હતું. ત્યારબાદ બંને મળતા થયા હતા.

પણ આ કપલ બીજાની જેમ ધીમું નોહતું. જે પણ થયું એ ફટાફટ થયું. આ કપલની લવ સ્ટોરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. એ તો બધા જ જાણે છે કે નેહાનું આ પહેલાનું બ્રેકઅપ એટલું તો ધક્કાદાયક રહ્યું હતું કે આ ચુલબુલી સિંગર ડિપ્રેશનનો શિકાર સુદ્ધા થઈ હતી. આ અનુભવ થયા બાદ સિંગર એવા કોઈ સંબંધમાં આગળ વધવા જ માગતી નહોતી જેમાં છેલ્લુ સ્ટોપ લગ્ન ન હોય. જો કે નેહા જેવું મનમાં ધારી ને બેઠી હતી એવું થયું નહીં અને તેનો પ્રેમ તેને આખરે મળી જ ગયો. સામાન્ય રીતે જોવા જેવું એ હોય કે મોટાભાગે જૂના સંબંધો અને દીલ તૂટવાનો અનુભવ વ્યક્તિને પૂરી રીતે બદલીને રાખી દે છે. તેમનો સંબંધોને જોવાનો નજરીયો બિલકુલ બદલાઈ જાય છે. પણ નેહામાં એવું બિલકુલ ન થયું. કારણ કે નેહાનો આ કેસ સામાન્ય કેસ કરતા કઇક અલગ છે.

જો નેહાના આવા વર્તનની વાત કરીએ તો એ પણ સ્વાભાવિક હતું. કારણ કે વારંવાર સંબંધોમાં પોતાના 100 ટકા આપીને પણ દીલ તૂટી જાય તો કોઈને પણ એવું થઈ શકે છે. હાલમાં નેહા કક્કડ 30 પાર કરી ચૂકી છે અને રોહનપ્રીત 26 વર્ષનો છે. જ્યારે તેમના લગ્નની વાત કરવામાં આવી ત્યારે તે 25 વર્ષનો હતો. નેહાને તો લગ્ન કરવાની ઈચ્છા હતી જ પણ રોહનપ્રીત તેના માટે રાજી નહોતો. તેનું કહેવું હતું કે પોતે લગ્ન માટે હજુ બહુ નાનો છે.

આ રીતે બંનેના વિચારો થોડા અલગ અલગ હતા અને એક એવામાં ગુસ્સામાં નેહાએ સ્ટેન્ડ લઈ લીધું અને તેને રોહનપ્રીત સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું. પછી વાત કરીએ તો રોહનપ્રીતનું લગ્નની વાત પર રિએક્શન એવું હતું કે જેનાથી દરેક યંગ વ્યક્તિ પોતાને રિલેટ કરી શકે છે. 25 એક એવી ઉંમર હોય છે જેમાં વ્યક્તિ એક રીતે સ્ટેબલ બનવાનો પ્રયાસ કરે છે.

કરિયર અને જીવનને લઈને અનેક સપના અને પ્લાન હોય છે. તે સંબંધમાં પણ આવે છે પરંતુ તેની પ્રાયોરિટી લગ્ન નથી હોતું. કારણ કે થોડી ઉંમર પછી પુરુષ માનસિક રીતે તૈયાર થઈ જાય ત્યારે જ લગ્ન જેવું મોટું પગલું ભરવા માટે આગળ વધે છે.
જો કે ૨૫ ઉંમરની વાતને લઈ ફેન્સ એવું કહે છે કે રોહનપ્રીતનું આનાકાની કરવું સામાન્ય વાત હતી. પછી આગળ વાત કરતા નેહા કક્કડે કહ્યું કે આવા પ્રોબ્લેમના કારણે બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે તે શૂટિંગ માટે ચંડીગઢ પહોંચી ત્યારે રોહનપ્રીત તેને લગ્ન માટે એમ કહેતા પ્રોપઝ કર્યું કે પોતે તેના વગર રહી શકતો નથી. પછી તો નેહાની ખુશીનો પાર ન રહ્યો અને જે બાદ બંનેએ પોતાના પરિવારને આ અંગે વાત કરી અને લગ્ન કરવાનું નક્કી કર્યું. પછી ઘરના અને ખાસ મિત્રોની હાજરીમાં આ લગ્ન સંપન્ન થયા હતા. લગ્નના ફોટો અને વિડીયો પણ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. સાથે જ આ કપલ હવે અલગ અલગ શોમાં પણ મહેમાન તરીકે પધારી રહ્યાં છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રોહનપ્રીત નેહા સાથે લગ્ન કરવા માટે રાજી ન હતો, નેહાએ વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું, પછી થયું કઇક આવું"
ટિપ્પણી પોસ્ટ કરો