તમે પણ પાસપોર્ટ કઢાવતા પહેલા ખાસ રાખજો ધ્યાન, નહી તો લાગી જશે લાખો રૂપિયાનો ચુનો
જો આપ ઈન્ટરનેટ પર ઓનલાઈન માધ્યમથી પાસપોર્ટ અપ્લાય કરવા જઈ રહ્યા છો તો આપે સૌથી પહેલા આ જાણકારી વાંચી લેવી જોઈએ. કેમ કે, ઈન્ટરનેટ પર ઘણી બધી આવી જ ફેક વેબસાઈટ છે જે ઓફીશીયલ વેબસાઈટ સાથે હળતી- ભળતી જોવા મળે છે, પરંતુ આ બધી વેબસાઈટ્સ દ્વારા પાસપોર્ટ અપ્લાય કરવાથી આપને ચૂનો લાગી શકે છે.

આપ જાણતા જ હશો કે, આ વર્ષ ૨૦૨૦માં જાન્યુઆરી મહિનામાં પાસપોર્ટ વિભાગએ પોતે જ આવી ફેક વેબસાઈટ્સનો ખુલાસો કર્યો હતો જે સામાન્ય જનતાને પાસપોર્ટ બનાવી આપવાના નામ પર ધૂતી રહ્યા હતા. પાસપોર્ટ વિભાગએ આવી સાઈટ્સથી લોકોને સતર્ક રહેવાનું કહ્યું હતું. હવે તાજેતરમાં જ ફરીથી કેટલીક નવી વેબસાઈટ્સ સામે આવી છે જે લોકો સાથે પાસપોર્ટ બનાવી આપવાના નામે ફ્રોડ કરી રહી છે. આ લેખમાં અમે આપને આવી જ કેટલીક નકલી વેબસાઈટના નામ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના લીધે આપ સાવધાન રહી શકો.
નકલી પાસપોર્ટ વેબસાઈટસથી સાવધાન.
https://ift.tt/3orP3HL, આ એક નકલી વેબસાઈટ છે. જો આપ આ સાઈટ દ્વારા પાસપોર્ટ અપ્લાય કરો છો તો આપના ડેટા લીક થઈ શકે છે. એવું પણ સંભવ છે કે, આ વેબસાઈટ પર જવાના કારણે આપના ફોનમાં વાયરસ આવી જાય.
કેટલાક નકલી વેબસાઈટ્સના નામ

એના સિવાય જો આપ https:/www.indiapassport.org/ નો ઉપયોગ કરો છો તો આપને લાખો રૂપિયાનો ચૂનો લાગી જશે. ઉપર જણાવવામાં આવેલ વેબસાઈટની જેમ https:/www.passport-india.in/ પણ એક નકલી વેબસાઈટ છે. હૈકર્સએ આ વેબસાઈટના ડેટા લીક કરવા અને પૈસાની ઠગાઈ કરવા માટે બનાવી છે. એટલા માટે આપે આ વેબસાઈટથી બચવું જોઈએ.

આ પણ નકલી વેબસાઈટ્સ છે.
-www.applypassport.org
-www.online passportindia.com
-www.passport.india-org
-https://ift.tt/2NlQ1a3
-www.passportsava.in
-www.mpassportsava.in
-www.inditab.com
ઓફીશીયલ પાસપોર્ટ વેબસાઈટ:

આપને જણાવી દઈએ કે, જો આપ પોતાના પાસપોર્ટ માટે ઓનલાઈન અપ્લાય કરવા ઈચ્છો છો તો આપે સરકારની આ અધિકારીક વેબસાઈટ https://ift.tt/1jdzwDp પર જઈને જ પાસપોર્ટ માટે અપ્લાય કરી શકો છો. સરકારની આ ઓફીશીયલ વેબસાઈટને સારી રીતે જોઇને અને સ્પેલિંગને ચેક કરી લીધા પછી વેબસાઈટને ઓપન કરવી.
એપની મદદથી પણ આપ પાસપોર્ટ અપ્લાય કરી શકો છો.

આપ વેબસાઈટ સિવાય એપ દ્વારા પણ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આ એપનું નામ એમ પાસપોર્ટ સેવા છે. આ એપને આપ આપના એન્ડ્રોઈડ ફોન કે પછી આઇઓએસ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. આપ આ એપને અહિયાથી પણ ડાઉનલોડ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તમે પણ પાસપોર્ટ કઢાવતા પહેલા ખાસ રાખજો ધ્યાન, નહી તો લાગી જશે લાખો રૂપિયાનો ચુનો"
ટિપ્પણી પોસ્ટ કરો