કંગનાએ શેર કર્યો એક અદ્ભૂત વીડિયો, કે જે દરેક ભારતીયોએ ખાસ જોવો જોઈએ, તમે ના જોયો હોય તો અહીં જોઈ લો

કંગના રનૌત કોઈને કોઈ વાતને લઈ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. રાજકારણ હોય કે દેશભક્તિની વાત હોય કંગના હંમેશા બોલે જ છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને દરેક ભારતીયોએ જોવો પણ જોઈએ.

image source

આ વીડિયો શેર કરીને કંગનાએ કેપ્શનમાં લખ્યું કે- ઘણા સમય પહેલા હું કેલિફોર્નિયામાં એક મિત્ર સાથે હતી કે જે જાણીતા હોલિવૂડ નિર્માતા છે એ મને ખબર પડી, હું ત્યારે એક સફળ અભિનેત્રી નહોતી, પણ એ નિર્માતા ભારતીય છોકરીને જોઈને ખુશ થઈ ગયા, ઉત્સાહથી તેણે પૂછ્યું, ”ભારતીય કેમ એકબીજા પ્રત્યે ખૂબ જ ઈર્ષ્યા કરે છે? ? આ વાત મને થપ્પડની જેમ લાગી હતી.

image source

આ સિવાય વાત કરીએ તો ગણતંત્ર દિવસ પર ખેડૂતો દ્વારા દિલ્હીની બોર્ડરની આસપાસ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી. આ દરમિયાન ખેડૂતો બેરિકેટ્સ તોડી અંદર ઘૂસી ગયા હતા. દિલ્હીની બોર્ડર્સ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું હોવાના પણ ફોટો વીડિયો સામે આવ્યા હતા. ત્યારે પણ કંગના રનૌતે ખેડૂતો અંગે ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે શરમ કરો. કંગનાની આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.

image source

કંગના રનૌતે ટ્વિટ કરતાં લખ્યું, ઝુંડ બનીને રહી ગયા છો. અભણ, મહોલ્લામાં કોઇના ઘરે લગ્ન હોય અથવા સારો તહેવાર આવે તો જલનારા તાઉ, ચાચા, ચાચી કપડાં ધોવા અથવા બાળકોને આંગણામાં શૌચ કરાવવી અથવા ખાટલા મૂકીને વચ્ચે આંગણામાં દારૂ પીને નગ્ન થઇને સૂઇ જવું. એ જ સ્થિતિ થઇ ગઇ છે આ ગામડિયા દેશની. આ ટ્વીટ પર લોકોએ ભારે કટાક્ષ પણ કર્યો હતો અને ઘણા લોકોને આ ગમ્યું પણ હતું.

બે દિવસ પહેલાં પણ કંગનાએ એક ટ્વીટ કરી હતી જે ખુબ વાયરલ થઈ રહી હતી. જેમાં કંગનાએ લખ્યું હતું કે- ફેશન, ક્વીન, તનુ વેડ્સ મનુ, મારી સૌથી વધુ આઇકોનિક ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ ના 2 વર્ષ પૂરા થઈ ગયા છે. મારી સૌથી ફેવરિટ અભિનેત્રી વહિદા રહેમાને મારી પ્રશંસા કરવી મારા માટે ટ્રોફી સમાન છે. ટ્વિટનાં અંતે તેણે રેડ કલરનું હાર્ટ ઇમોજી શેર કર્યું છે. કંગનાએ હાલમાં જ તેની આગામી ફિલ્મની ‘મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લિજેન્ડ ઓફ દિદ્દાની જાહેરાત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "કંગનાએ શેર કર્યો એક અદ્ભૂત વીડિયો, કે જે દરેક ભારતીયોએ ખાસ જોવો જોઈએ, તમે ના જોયો હોય તો અહીં જોઈ લો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel