સ્મશાન પર સ્થિત આ મંદિરમાં દર્શન કરવાથી દૂર થઇ જાય છે અનેક મનોકામના પૂરી
માતાનું મંદિર અને એ પણ સ્મશાનમાં? થોડીક નવાઈ લાગે નહીં? પણ આ વાત સાવ સાચી છે. મહાકાળીનું આ મંદિર અનોખો ઈતિહાસ અને ભક્તો માટે અનોખું મહત્વ ધરાવે છે. તો આવો જાણીએ આ અનોખા મંદિર વિશે.
ક્યા આવેલું છે અનોખુ મંદિર

બિહારના દરભંગામાં મા કાલીનું ધામ શ્યામા કાલી મંદિર ( Shyama temple ) ચિતા પર બનાવવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને તમામ માંગલિક કાર્યો પણ કરવામાં આવે છે. આ મંદિર શ્યામા માઈના મંદિર તરીકે ઓળખાય છે. શ્યામા માઈનું મંદિર સ્મશાન ઘાટ પર મહારાજા રામેશ્વર સિંહના ચિતા પર બાંધવામાં આવ્યું છે અને આ પાછળનું કારણ ખુબ જ રસપ્રદ છે.

મહારાજા રામેશ્વરસિંહ દરભંગા રાજવી પરિવારના એક સાધક રાજાઓમાંના એક હતા. રાજાના નામના કારણે આ મંદિર રામેશ્વરી શ્યામા માઈ તરીકે ઓળખાય છે. મંદિરની સ્થાપના દરભંગાના મહારાજ કમેશ્વરસિંહે 1933 માં કરી હતી.
મહાકાળીની વિશાળ પ્રતિમા છે ગર્ભગૃહમાં

ગર્ભગૃહમાં, મહાકાલની જમણી બાજુ અને ગણપતિની ડાબી બાજુ અને બટુકભૈરવ દેવની મૂર્તિઓ છે જ્યારે વચ્ચો વચ મા કાલીની વિશાળ પ્રતિમા સ્થાપિત છે. માતાના ગળામાં મુંડ માળા છે જે હિન્દી મૂળાક્ષરો જેટલી હોવાનું માનવામાં આવે છે. ભક્તોનું માનવું છે કે હિન્દી મૂળાક્ષરો એ બનાવટનું પ્રતિક છે.
મંદિરમાં યોજાતી આરતીનું અનોખું મહત્વ
મંદિરમાં યોજાતી આરતીનું વિશેષ મહત્વ છે. અહીં આવતા ભક્તો કલાકો સુધી મંદિરની આરતીમાં જોડાવા માટે રાહ જુએ છે. નવરાત્રી દરમિયાન ભક્તોની સંખ્યા વધે છે અને અહીં મેળો ભરાય છે.
સ્મશાનમાં મળે છે નવદંપત્તિને આર્શિવાદ

આ મંદિરમાં માતા કાલીની પૂજા વૈદિક અને તાંત્રિક બંને પદ્ધતિઓથી કરવામાં આવે છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં દંપતી લગ્નના 1 વર્ષ સુધી સ્મશાનમાં જવાતુ નથી. પરંતુ સ્મશાનગૃહમાં બનેલા આ મંદિરમાં નવદંપતીઓ જ આશીર્વાદ લેવા આવે છે, પરંતુ આ મંદિરમાં લગ્ન પણ કરવામાં આવે છે.
શ્યામા માઈ એ છે સીતામાતાનું રૂપ
નિષ્ણાતો કહે છે કે શ્યામા માઈ માતા સીતાનું સ્વરૂપ છે. રાજા રામેશ્વરસિંહના સેવક રહેલા લાલદાસે રામેશ્વર ચરિત મિથિલા રામાયણમાં આનો ખુલાસો કર્યો છે. તે વાલ્મીકી દ્વારા રચિત રામાયણમાંથી લેવામાં આવ્યું છે
સહસ્ત્રાનંદનો વધ
એવું કહેવામાં આવે છે કે રાવણના વધ પછી માતા-સીતાએ ભગવાન રામને કહ્યું હતું કે જે વ્યક્તિ સહત્રાનંદની હત્યા કરે છે તે સાચો વીર હશે. માતાજીની આ વાત સાંભળીને ભગવાન રામ ખુદ તેનો વધ કરવા નીકળી પડ્યા, યુદ્ધ દરમિયાન ભગવાન રામને સહસ્ત્રાનંદનું તીર વાગ્યું જેથી સીતા માતા ક્રોધે ભરાયા અને તેમણે સહસ્ત્રાનંદનો વધ કરી દીધો. આ ક્રોધાગ્નીને કારણે મા કાળા પડી ગયા અને તેમનો ક્રોધ શાંત કરવા ખુદ ભગવાન શિવે આવવું પડ્યું હતુ જેનેપગલે શિવની છાતી પર પગ ધરતાની સાથે જ માતાના મૂખમાંથી લાજની મારી જીભ નીકળી પડી. એટલે તે કાળકા મા કહેવાય જેમને મહાકાળી તરીકે પણ પૂજવામાં આવે છે.
0 Response to "સ્મશાન પર સ્થિત આ મંદિરમાં દર્શન કરવાથી દૂર થઇ જાય છે અનેક મનોકામના પૂરી"
ટિપ્પણી પોસ્ટ કરો