પરિવારની ગરીબી દૂર કરવા શહેરમાં આવેલી યુવતી ફસાઈ દેહવ્યાપારના દલદલમાં, જાણો સમગ્ર કહાની
વર્તમાન સમયમાં બે પૈસા રડવા અને જીવનમાં કઈક બનવા ગામડાને છોડીને શહેરમાં અનેક સપના લઈને આવતી યુવતીઓ ક્યારે દેહવ્યાપારના દલદલમાં ફસાઈ જાય છે તેની ખબર પડતી નથી. શહેરમાં રહેવા જમવાના ખર્ચા અને મોંઘવારી સામે ઘણી યુવતીઓ યોગ્ય કામ ન મળતા પોતાનું શરીર વેંચવા મજબૂર બની જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે રાજકોટમાં. જ્યાં એક સ્પા પર દરોડો પાડતા પોલીસે એક યુવતીને દેહવ્યાપાર કરતા ઝડપી પાડી હતી. પંરતુ તેમની જિંદગીની કહાની શાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
મારી માતા પારકા ઘરના કામ કરતી

જ્યારે પોલીસે આ યુવતીને ઝડપી ત્યારે તેમણે તેની આપવીતી જણાવી હતી. તેમણે ક્હયુ કે મારો જન્મ બંગાળના એક ગામમાં થયો હતો, અમારા ઘરની આર્થિક પરિસ્થિતી ઘણી ખરાબ હતી. હું ચાર બહેનમાં બીજા નંબરની છું. અમારા ઘરમાં માતા-પિતા વચ્ચે રોજ ઝઘડા થતા હતા, જ્યારે હું 8 વર્ષની હતી ત્યારે મારા પિતા અમને બધાને છોડીને જતા રહ્યા હતા અને તેમણે બીજા લગ્ન કરી લીધા હતા. જેથી અમારો પરિવાર દુખના ડુગર નીચે આવી ગયો હતો. ઘરની પરિસિથિતિ એટલી ખરબા હતી કે સ્કૂલે જવાનું ક્યારેય બન્યું જ નથી. મારી માતા પારકા ઘરના કામ કરતી હતી, જ્યારે મોટી બહેન ખેતીકામ કરીને ગુજરાન ચલાવતી હતી, હું 18 વર્ષની થઇ ત્યારે મને લાગ્યું કે મારે કામ કરવું જોઇએ. જો કે અમારૂ ગામ નાનુ હોવાથી કોઇ કામ નહોતું મળતુ.
મારી પાસે તે સમયે બીજો કોઈ વિક્લ્પ પણ નહોતો

ત્યાર બાદ અમારા ગામની એક યુવતી સુરતમાં કંઇક કામ કરતી હતી તે આવી ત્યારે તેણે કહ્યું કે મારી સાથે સુરત ચાલ હુ તને ત્યા કામ અપાવી દઈશ. જો કે મારા માતા અને બહેને મને ના પાડી છતાહું સુરત આવી ગઇ. જો કે મારો આશય પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનો હતો. પરંતુ મને ખબર નહોતી કે હુ આવા દોઝખમાં ફસાઈ જઈશ. જ્યારે હુ સુરત આવી ત્યારે એક મહિનો તે યુવતી સાથે રહી ત્યાર બાદ તેની સાથે સ્પામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જો કે સ્પામાં મસાજ માટે આવતા લોકો મારી સામે ખરાબ નજરે જોતા હતા, એટલુ જ નહી તેઓ મારા શરીરને પણ સ્પર્શ કરતા હતા જે મને પસંદ નહોતું, પરંતુ સુરતમાં ઓરડીનું રૂ.4 હજારનું ભાડું ચૂકવવા માટે આ સહન કરવું પડે તેમ હતું. હુ મારા મનને મારીને કામ કરતી હતી. મારી પાસે તે સમયે બીજો કોઈ વિક્લ્પ પણ નહોતો.
મને સ્પામાં દરરોજના રૂ.200 મળતા

તેમણે વધુમાં કહ્યુ કે તે સમયે મને સ્પામાં દરરોજના રૂ.200 મળતા હતા, ઓરડીનું ભાડું, ખાવાનું અને પૈસા વધારીને વતનમાં મોકલવા આ બધું મસાજ કામથી મળતા પૈસાથી શક્ય નહોતું, વધુ પૈસા મેળવવા માટે ગ્રાહકોની ઇચ્છા પૂરી કરવી પડતી. યુવતી તેમના સાથે થયેલા વ્યવહાર અંગે વાત કરતા કહ્યું કે જ્યારે મેં પહેલી વખત ગ્રાહક સાથે શરીર સંબંધ બાંધ્યો ત્યાર બાદ હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, પરંતુ હવે આ આદત પડી ગઈ છે. મારી બધી લાગણીઓ હવે મરી પરવારી છે. તેમણે વધુમાં કહ્યુ કે સુરતમાં ચાર વર્ષ પહેલાં એક યુવક મળ્યો હતો, તેની સાથે બે વર્ષ લગ્નજીવન જીવી, પરંતુ બાદમાં તે છોડીને જતો રહ્યો હતો. જેથી હુ અંદરથી સાવ ભંગી પડી. બહારથી સુદર દેખાતી આ દુનિયાની ગંદકી મેં નિહાળી છે. ગ્રાહકો મારી સાથે ઘણુ ખરાબ વર્તન કરતા હતા પરંતુ હુ કાઈ બોલી શકતી નહોતી અને બધુ દુખ સહન કરતી હતી.
આ દેહવ્યપારનો ધંધો જ મારો રોજગાર

તેમણે પોલીસને વધુમાં કહ્યું કે હાલમાં તો આ દેહવ્યપારનો ધંધો જ મારો રોજગાર છે, થોડા ઘણા પૈસા કમાઇને વતન જતું રહેવું છે અને ત્યાં સારો યુવક મળે તેની સાથે લગ્ન કરવા છે. જેની સાથે મારા લગ્ન થશે તેને હું મારો ભૂતકાળ કહી દઇશ, જેથી ભવિષ્યમાં તેને મારા આ અતિતની જાણ થાય અને મારો સંસાર તૂટે એવું નથી ઇચ્છતી. તેમણે વધુમાં કહ્યું કે મારા સંતાનોને કોઇપણ ભોગે ભણાવીશ, જેથી તેના હાલ મારા જેવા ન થાય. તેમણે વધુમાં પોલીસને જણાવ્યું કે મહિને 15 હજાર જેટલી આવક છે, જેમાં 4 હજાર ભાડું ચૂકવું છું અને 3 હજાર વતનમાં માતાને મોકલું છું. મારી માતા અને બહેનોને આજે પણ જાણ નથી કે હું દેહવિક્રય કરું છું. તો બીજી તરફ તેમની સાથે અઠવાડિયામાં બે વખત ફોન પર વાત કરું છું. તેમને એમ જ છે કે હું બ્યૂટીપાર્લરમાં કામ કરું છું.

સાહેબ હું જલદીથી આ ગંદકીમાંથી બહાર આવવા ઇચ્છુ છું. .સાહેબ જીવતા નર્કનો અનુભવ કરી રહી છું, આનાથી હિન્ન કામ શું હોઈ શકે?, પરંતુ સ્થિતિ જ એવી હતી કે જીવવા માટે મારો દેહ મારે અન્યને સોંપવો પડ્યો, પરંતુ હવે થોડા પૈસા કમાઇને વતન જતું રહેવું છે અને ત્યાં લગ્ન કરી સાંસારિક જિંદગી જીવવી છે. આ યુવતીની કહાની શાંભળીને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ગઈ હતી. કારણ કે ઘણા સપના લઈને ગામડેથી શહેરમાં આવેલી આ યુવતી દેહવ્યાપારના ધંધામાં ધકેલાઈ ગઈ હતી અને તેમની જિંદગી બરબાદ થઈ ગઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "પરિવારની ગરીબી દૂર કરવા શહેરમાં આવેલી યુવતી ફસાઈ દેહવ્યાપારના દલદલમાં, જાણો સમગ્ર કહાની"
ટિપ્પણી પોસ્ટ કરો