આ હોટલમાં ન તો છત છે, ન તો દિવાલ, છતાં પણ અહીં રહેવા માટે લોકોની લાગે છે લાંબી લાઇનો, મારો તમે પણ એક લટાર
તેમાં કોઈ શંકા નથી કે આ દુનિયા રહસ્યો અને અજબ ગડબ કારનામાથી ભરેલી છે. ઘણી વાર આપણી સામે કંઈક આવી જાય છે, જેના કારણે આપણે આશ્ચર્ય પામ્યા વગર રહી શકતા નથી. દુનિયામાં ઘણા લોકો છે જેઓ ચાંદ- તારાઓ સાથે વાત કરવાનું પસંદ કરે છે. અને ઘણા એવા લોકો પણ છે જેઓ ‘અંડર ધ સ્ટાર્સ’ ને અત્યંત રોમેન્ટિક માને છે. અંડર ધ સ્ટાર્સનો મતલબ છે કે પોતાના પ્રિય વ્યક્તિ સાથે ખુલ્લા આકાશની નીચે બેસવું. લોકો આ આકર્ષક અનુભવ માટે સામાન્ય રીતે હિલ સ્ટેશનો અથવા હીચ સાઇડમાં જાય છે.
વોશરૂમની પણ કોઈ સુવિધા નથી

ત્યાં તેઓ ખુલ્લા ટેન્ટ લગાવીને અથવા સ્લીપિંગ બેગમાં તેમના રહેવાની અને સૂવાની વ્યવસ્થા કરી લે છે. પરંતુ શું તમે માનશો કે અમે તમને કહીએ કે, સ્વિટ્ઝરલેન્ડમાં તમારી ‘અંડર સ્ટાર્સ’ વાળી ફેન્ટસીને પૂર્ણ કરવા માટે એક લક્ઝરી હોટલ બનાવવામાં આવી છે? ‘નલ સ્ટર્ન હોટલ’ (Null Stern Hotel) નામથી મશહૂર આ સ્વિસ હોટેલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

ખરેખર આ હોટલ ખૂબ જ ખુલ્લા વિસ્તારમાં બનાવવામાં આવી છે અને તેની વિશેષતા એ છે કે અહીં ન તો દિવાલો છે અને ન કોઈ છત. અહીં વૈભવી બેડ છે અને બધી વૈભવી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે. અહીં તમારે ખુલ્લા આકાશની નીચે રહેવું પડશે અને વોશરૂમની પણ કોઈ સુવિધા નથી.
છતની જગ્યાએ ખુલ્લુ આસમાન

જો કે આ હોટલમાં અન્ય હોટલમાં હોય તેવી મૂળભૂત સુવિધાઓ તો છે જ. પરંતુ કુદરતી વાતાવરણમાં સમય વિતાવવા માંગતા ગ્રાહકો માટે આ હોટલ એક સ્પેશિયલ સુવિધા પૂરી પાડે છે. આ હોટલનો એક ભાગ એવી જગ્યાએ સ્થિત છે જેને જોઈને તમે પોતાને અહીં રોકાવવા માટે ઉતાવળા થઈ જશો. ત્યાં દિવાલની જગ્યાએ લીલીછમ પહાડીઓ છે અને છતની જગ્યાએ ખુલ્લુ આસમાન. હા, તમારે માટે અહીં અમુક ટેબલ, પથારી તથા હોટલનો સ્ટાફ ખડેપગે રહેશે.
આ સુંદર હોટલ પર કોઈનું પણ દિલ આવી જાય છે

તમને જણાવી દઈએ કે આ હોટલ સ્વિટ્ઝર્લેન્ડના ફ્રેન્ક અને રીકલીન નામના બે આર્ટિસ્ટએ બનાવી છે. હોટલ ફેમસ થઈ ગયા બાદ હવે તેને સામાન્ય લોકો માટે પણ ખોલી દેવામાં આવી છે. પર્વતો અને લીલાછમ વાતાવરણ વચ્ચે બનેલી આ હોટેલમાં એક રાત રોકાવા માટે, તમારે 250 ડોલર એટલે કે આશરે 19,976 રૂપિયા ખર્ચ કરવા પડશે.
આ સુંદર હોટલ પર કોઈનું પણ દિલ આવી જાય છે તે સ્વાભાવિક છે. તસવીરમાં દેખાય છે તેમ આ હોટલનું આ સ્પેશિયલ લોકેશન એટલું આહલાદક અને આંખોને જોવું ગમે તેવું છે જેને કારણે તે અહીં આવતા ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ હોટલમાં ન તો છત છે, ન તો દિવાલ, છતાં પણ અહીં રહેવા માટે લોકોની લાગે છે લાંબી લાઇનો, મારો તમે પણ એક લટાર"
ટિપ્પણી પોસ્ટ કરો