મીડિયા સામે આવતાં જ વરુણને થવા લાગી નતાશાની ચિંતા, સામે આવેલા પહેલા વિડીયોમાં જોવા મળ્યું કંઇક એવું કે…
બોલિવૂડનો હંપ્ટી શર્મા એટલે કે વરૂણ ધવને તેની વર્ષો જુની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને તેની પત્ની બનાવી લીધી છે. વરૂણે 24 જાન્યુઆરી અને રવિવારે તેની નાનપણની મિત્ર અને ફેશન ડિઝાઇનર નતાશા દલાલ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ધામધૂમથી અંગત મિત્રો અને પરીવારના સભ્યોની હાજરીમાં અલીબાગના ‘ધ મેન્શન હાઉસ રિસોર્ટ’માં થયા હતા.

વરૂણ અને નતાશાના લગ્ન એકદમ ખાનગી રાખવામાં આવ્યા હતા. આ લગ્નમાં સંપૂર્ણપણે ‘નો મોબાઇલ ફોન પોલિસી’ અપનાવવામાં આવી હતી. જેના કારણે લગ્નની વિધિઓ કે અન્ય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ન હતી. સિવાય કે લગ્ન બાદ વરુણ ધવન પોતે પોતાની દુલ્હનને લઈ ફોટોગ્રાફર્સને મળવા બહાર આવ્યો ત્યાં સુધી. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી હતી.

વરુણ અને નતાશાના લગ્ન બાદ ફોટો ક્લિક કરવા રાહ જોતા ફોટોગ્રાફર્સ સામે જ્યારે આ કપલ આવ્યું ત્યારે પણ ખાસ ઘટના બની હતી. વરુણ-નતાશાને જોઇને ફોટોગ્રાફર્સે જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. દરેક વ્યક્તિ વરૂણ અને નતાશાને અભિનંદન આપી રહ્યા હતા અને સાથે જ ફોટો માટે ક્યાં જોવું તે કહેવા લાગ્યા હતા. તે સમયે પણ વરુણે હળવા અંદાજમાં તેમને કહ્યું હતું કે આરામથી બોલો નહીં તો તે ડરી જાશે તેને હજી આવી આદત નથી. આ વાત પર સૌ કોઈ હસવા લાગે છે.

આ દરમિયાન ફોટોગ્રાફર્સ નતાશાને ‘ભાભી-ભાભી’ પણ કહેવા લાગ્યા હતા. આ શબ્દો કાને પડતા જ આ જોડી હસવા લાગી. કપલ એકબીજા સાથે ખૂબ જ ખુશ અને સુંદર દેખાતું હતું. જ્યારે લોકોને વરુણે નતાશા ડરી જશે તેમ કહ્યું ત્યારે જવાબમાં મીડિયા પર્સન્સે પણ તેમને કહી દીધું હતું કે હવે નતાશાએ મીડિયા અટેન્શનની આદત પાડવી પડશે.
જણાવી દઈએ કે વરૂણ સાથે નતાશા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને સ્કુલ ફ્રેન્ડસ પણ રહ્યા છે. વરુણે એક શોમાં કહ્યું હતું કે નતાશા સાથે તેની પહેલી મુલાકાત સ્કુલના છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે થઈ હતી. બંને ઘણા વર્ષોથી મિત્ર હતા. બાદમાં તેઓએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.
વરૂણ અને નતાશાએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા ન હતા. કારણ કે નતાશાને લાઈમલાઈટમાં આવવાનું પસંદ નથી કરતી. આ ઉપરાંત લગ્નમાં પણ નતાશાએ જ નો ફોન પોલિસીનું પાલન કરાવ્યું હતું. તે ઈચ્છતી ન હતી કે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરસ થાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "મીડિયા સામે આવતાં જ વરુણને થવા લાગી નતાશાની ચિંતા, સામે આવેલા પહેલા વિડીયોમાં જોવા મળ્યું કંઇક એવું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો