અચાનક બોલીવુડ છોડી દેવાની વાત પર આ અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે ” લગ્ન પછી મારા પતિને ગાળો મળી કારણ કે….”
બોલીવુડમાં એવું ઘણી અભિનેત્રીઓ છે જેમને પોતાની પહેલી જ ફિલ્મથી દરેક વ્યક્તિને પોતના માટે પાગલ બનાવી દીધા હતા, પણ આજે એ ઇન્ડસ્ટ્રીથી દુર થઇ ગઇ છે. આ લિસ્ટમાં ભાગ્યશ્રીનું નામ પણ સામેલ છે જેમની ડેબ્યુ ફિલ્મ એમના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ હતી પણ પછી એ બોલિવુડથી દૂર જતી રહી હતી.
ભાગ્યશ્રીએ ફિલ્મ મેને પ્યાર કિયાથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. સલમાન ખાન સાથે એમની જોડી પણ હિટ થઈ હતી. જો કે અચાનક જ ભાગ્યશ્રીએ ફિલ્મોને અલવિદા કહી દીધું અને બધા જ હેરાન થઈ ગયા. અચાનક ફિલ્મ છોડવાને લઈને ભાગ્યશ્રીએ હવે ખુલાસો કર્યો છે.
ભાગ્યશ્રીની પહેલી ફિલ્મ સુપરહિટ હતી અને એ ફિલ્મના કારણે એ રાતો રાત મોટી સ્ટાર બની ગઈ હતી. એવામાં ફેન્સને આશા હતી કે એ ભાગ્યશ્રીને બીજી ઘણી ફિલ્મોમાં જોશે. જો કે ભાગ્યશ્રીએ અચાનક જ હિમાલય સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી તરત જ ભાગ્યશ્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. જો કે હવે ભાગ્યશ્રીએ જણાવ્યું છે કે લગ્ન પછી ફિલ્મ છોડવાના કારણે એમના પતિને ઘણી વાતો સાંભળવી પડી હતી.
એક ઇન્ટરવ્યૂમાં ભાગ્યશ્રીએ આ વિશે વાત કરતા જણાવ્યું છે કે ” બિચારા, એમને એ બધા જ ફેન્સે ખૂબ જ ગાળો આપી હશે જે એ વાતથી નારાજ હતા કે એ મને લગ્ન કરીને બોલિવુડથી દૂર લઈ ગયા. હર કોઈ એમને ગાળો આપતું હશે. મને લાગે છે કે એ સમયે ફક્ત હું જ હતી જે એમને પ્રેમ કરતી હતી. અમે બંને યુવાન હતા અને બંને એકબીજાને પ્રેમ કરતા હતા. હવે મને સમજાય છે કે ઈર્ષ્યા થઈ જ જતી હશે કારણ કે કોઈપણ એવું નહિ ઈચ્છે કે તમારી ગર્લફ્રેન્ડ કે પત્ની બધાને ગમતી હોય.
ભાગ્યશ્રીએ એ પણ જણાવ્યું કે કેવી રીતે એ ફિલ્મ મેને પ્યાર કિયાનો ભાગ નહોતી બનાવની પણ સૂરજ બળજત્યાના વારંવાર કહેવા પર એમને ફિલ્મ માટે હા પાડી દીધી. આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. એ પછી ભાગ્યશ્રી મોટા પડદાથી દૂર થઈ ગઈ તો નાના પડદા પર લોટ આઓ તૃષાથી એમને કમબેક કર્યું. જો કે આ શો પણ હિટ ન થઈ શક્યો.
હવે ભાગ્યશ્રી બહુ જ જલ્દી મોટા પડદા પર પરત ફરવાની છે. તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રી પ્રભાસ સાથેની ફિલ્મ રાધે શ્યામમાં દેખાશે. એ સિવાય એ કંગના સાથે થલાઇવી ફિલ્મમાં પણ કામ કરી રહી છે. લાંબા સમય પછી મોટા પડદા પર પરત ફરવાને લઈને ભાગ્યશ્રી ઘણી જ એક્સાઇટેડ છે. તો એમને આશા પણ છે કે વર્ષો પછી ફેન્સ પણ એમને મોટા પડદા પર જોઈને ચોક્કસથી ખુશ થશે જ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અચાનક બોલીવુડ છોડી દેવાની વાત પર આ અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે ” લગ્ન પછી મારા પતિને ગાળો મળી કારણ કે….”"
ટિપ્પણી પોસ્ટ કરો