આ રીતે વાળમાં લગાવશો તેલ તો નહીં રહે કોઈ પરેશાની, જાણી લો ખાસ ટિપ્સ
આપણે સૌ વાળની કેરને માટે સજાગ હોઈએ છએ પણ આપણે અજાણતાં જ તેને લઈને ક્યારેક ભૂલ કરી બેસીએ છીએ. ક્યારેક ખોટા તેલના ઉપયોગથી તપણ તમારા વાળ ખરે છે અને ગ્રોથ ઘટે છે. વાળનો ગ્રોથ કાયમ રાખવા અને તેની ચમકને જાળવી રાખવા માટે તમે ખાસ હેર ઓઈલ ટ્રીટમેન્ટ યૂઝ કરો તે જરૂરી છે. તો જાણો શું કરવાથી તમારા વાળ સારા રહે છે.
નારિયેળ તેલ છે બેસ્ટ

જો તમને તમારા વાળની ટાઈપ ખબર નથી તો તમારા માટે નારિયેળ તેલ બેસ્ટ છે. તેનો ઉપયોગ તમે તમારા વાળ માટે કરી શકો છો.
બદામનું તેલ

જો તમારા વાળમાં ડેન્ડ્રફ છે તો તમે બદામનું તેલ યૂઝ કરી શકો છો. તેનાથી તમને થોડા સમયમાં લાભ મળે છે અને સાથે તમારા વાળની ક્વોલિટી પણ સારી રહે છે.
યોગ્ય તેલ પસંદ કરો
જ્યારે પણ તમે તમારા વાળ માટે તેલ પસંદ કરો છો ત્યારે તમારા વાળની ટાઈપ પ્રમાણે તેને પસંદ કરોય જેમના વાળ સૂકા અને ફ્રિઝી છે તેઓએ ઓર્ગન ઓઈલનો ઉપયોગ કરવો. તેનાથી વાળ સારા રહે છે.
વાળ બાંધો નહીં

ઓઈલિંગ બાદ વાળને ક્યારેય ખેંચીને કે ટાઈટ ન બાંધો, તેનાથી વાળના મૂળ નબળા પડે છે અને તમારા વાળ તૂટવા લાગે છે.
ઓઈલિંહ પહેલાં વાળને કરો કોમ્બ
ઓઈલિંગ પહેલાં તમે વાળને કોમ્બ કરી લો. નહીં તો મસાજ કરતી સમયે તમારા વાળ વધારે ગૂંચવાઈ જશે અને તૂટશે. તો તમારે તેલ નાંખતા પહેલાં વાળની ગૂંચ કાઢી લેવી જરૂરી છે.
તેલને હૂંફાળું ગરમ કરો

શિયાળાની સીઝનમાં ખાસ આ કામ કરો. જ્યારે પણ તમે વાળમાં તેલ નાંખો ત્યારે પહેલાં તેને એક વાટકીમાં લીને હળવું ગરમ કરો જેના કારણે તેલ સ્કેલ્પ સુધી પહોંચશે અને વાળને પોષણ તો મળે છે પણ તેના મૂળ મજબૂત થાય છે.
3 કલાક બાદ શેમ્પૂ કરો
વાળમાં તમે તેલ નાંખો છો તો તેને ઓછામાં ઓછું 3 કલાક રહેવા દો. આ પછી શેમ્પૂ કરો. તેનાથી તમારા વાળને તેલનું પોષણ સારી રીતે મળી જશે.
10-15 મિનિટ કરો મસાજ
જ્યારે પણ તમે વાળમાં હૂફાળું તેલ નાંખો ત્યારે વાળના મૂળમાં એટલે કે સ્કેલ્પમાં 10થી 15 મિનિટ સુધી હાથના ટેરવાથી મસાજ પણ કરો, તેનાથી તેલ અંદર સુધી ઉતરે છે અને તમને પણ શાંતિ મળે છે.
સૂતા પહેલા લગાવી લો તેલ
જો તમારા વાળ નબળા છે તો તમે રાતે સૂતા પહેલાં તેમાં તેલ નાંખવાની આદત રાખો. આ પછી સવારે ન્હાતી સમયે તમે શેમ્પૂ કરી શકો છો.
જો તમે આ રીતે વાળને યોગ્યઓઈલ ટ્રીટમેન્ટ આપો છો તો તે શાઈની, હેલ્ધી અને સારો ગ્રોથ ધરાવનારા બને છે. અને સાથે જ તમને એક સુંદર લૂક પણ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ રીતે વાળમાં લગાવશો તેલ તો નહીં રહે કોઈ પરેશાની, જાણી લો ખાસ ટિપ્સ"
ટિપ્પણી પોસ્ટ કરો