અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં કિન્નરે નોંધાવી દાવેદારી, અને કહ્યું કે..જ્યાં સુધી જીત નહિં મળે ત્યાં સુધી….
ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ શહેરના કોર્પોરેશન માટે કિન્નર નેતા દ્વારા પણ પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી છે એટલું જ નહી, સામાન્ય જનતાના પ્રશ્નો અને મુદ્દાઓની સાથે તેઓ એકલા હાથે પ્રસાર અને પ્રચાર કરવાની શરુઆત કરી દીધી છે. આજે અમે આપને આ લેખમાં જણાવીશું કે, અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર કિન્નર નેતા કોણ છે અને કેમ તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે.
ગુજરાત રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની આવનાર તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ ચૂંટણી યોજાવાની છે. મહાનગરપાલિકાઓમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પર સમાપ્ત થઈ ગઈ છે અને ઉમેદવારો દ્વારા પોતપોતાના મતવિસ્તારોમાં પ્રચાર અને પ્રસાર કરવાના કાર્યક્રમો આયોજિત થવાના શરુ થઈ ગયા છે. ભાજપ- કોંગ્રેસ પક્ષ સહિત તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોત- પોતાના મતવિસ્તારોમાં રહેતા મતદારોના મતને પોતાની તરફ કરવાના પ્રયત્નો શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યાં જ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક કિન્નર નરેશ જયસ્વાલ ઉર્ફ રાજુ માતાજીએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. એટલું જ નહી, પોતાની જીત

અમદાવાદના સરસપુર- રખિયાલ વોર્ડ માંથી અપક્ષ ઉમેદવાર તરીકે રાજુ માતાજીએ પોતાનું નામ નોંધાવ્યું છે રાજુ માતાજીએ આની પહેલા ત્રણ વાર ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. તેમજ આ વખતે તેઓ એ નિર્ધાર સાથે ચૂંટણી લડશે કે, જ્યાં સુધી તેઓ જીતશે નહી ત્યાં સુધી સતત લડતા રહેવાનું નક્કી કર્યું છે. અમદાવાદની કોર્પોરેશનની ચૂંટણીમાં રાજુ માતાજીએ આ વખતે પોતાનું ચિન્હ બંગડી રાખ્યું છે. કિન્નર રાજુ માતાજીએ પોતાના વિસ્તારમાં ઉદ્દભવતી સમસ્યાઓ અને લોકોની સેવા કરવાના ઉદ્દેશથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. આની પહેલા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ રાજુ માતાએ પોતાની ઉમેદવારી

અહિયાં ઉમેદવાર કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. કેમ કે, જે પણ ઉમેદવાર રાજકારણમાં આવે છે તેને કોઈને કોઈ લાલચની સાથે જ આવે છે જેઓ જનતાની સેવા કરવાનું રટણ બધા જ ઉમેદવાર કરે છે પરંતુ એક કિન્નરની ચૂંટણીમાં દાવેદારી કરે છે તો તે પણ સામાન્ય જનતા માટે ઘણું સારું રહે છે.

જો કે, અત્યારે તો રાજુ માતાજી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવીને તેના પ્રચાર અને પ્રસાર કરવા માટે લોકોના ઘરે ઘરે જઈને પોતાનો મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. એવામાં હવે એ જોવાનું રહેશે કે, ભાજપ-કોંગ્રેસના દાવપેચની રમતની વચ્ચે રાજુ માતાજીની તરફ કેટલા પ્રમાણમાં લોકોને આકર્ષિત કરી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં કિન્નરે નોંધાવી દાવેદારી, અને કહ્યું કે..જ્યાં સુધી જીત નહિં મળે ત્યાં સુધી…."
ટિપ્પણી પોસ્ટ કરો