આ અચુક ટુચકાઓ અપનાવશો તો દુર થશે બેરોજગારી અને ઘણી અનેક સમસ્યાઓ…

Spread the love

દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ તો આવતાં જ હોય છે. પરંતુ શ્રેષ્ઠ જીવન તે વ્યક્તિનું માનવામાં આવે છે જેના જીવનમાં આવો સમય ન આવે.

પરંતુ આવું શક્ય નથી. જો તમે પણ આવું વિચારતા હોય તો આજથી તમારી આ માન્યતા બદલાઈ જશે. કારણ કે જીવનના ડગલેને પગલે નડતી અનેકાનેક સમસ્યાઓને સરળતાથી પાર કરી સફળ અને સુખી જીવન તરફ આગળ વધી શકો છો.

સામાન્ય રીતે લોકોને સમસ્યા જમીન-મકાન, વાહન, વિવાહ, સ્વાસ્થ્ય, સંપત્તિ અને નોકરીમાં ઉદભવે છે. આવી અલગ અલગ સમસ્યાઓનું નિરાકરણ કેટલાક ટુચકાઓ લાવી શકે છે. તો જાણી લો અલગ અલગ સમસ્યા માટેના અલગ અલગ ટુચકાઓની જાણકારી.

નોકરી મેળવવા માટે

અભ્યાસ પુરો થાય એટલે સારી નોકરી મેળવવાની શોધખોળ શરૂ થઈ જાય છે. પરંતુ ઘણા યુવક યુવતીઓને નોકરી મળવામાં સમસ્યાઓ ઉદભવે છે.

જ્યારે આવું થાય ત્યારે રોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને જ્યારે પણ નોકરીના ઈન્ટરવ્યુમાં જવાનું થાય ત્યારે ત્રણ એલચી હાથમાં રાખી’ શ્રીં’ ત્રણવાર બોલી અને તેને ખાઈ જવી. સફળતા જરૂરથી મળશે. આ સિવાય 41 દિવસ સુધી પીપળાના ઝાડ નીચે શુદ્ઘ ઘીનો દીવો કરવાથી પણ લાભ મળશે.

વ્યાપારમાં લાભ માટે
જો કોઈને ધંધામાં નુકસાની જઈ રહી હોય તો એક લીંબૂ લઈ તેને વ્યવસાયની જગ્યાની ચાર દિવાલને અડાડવું અને પછી તેના ચાર ટુકડા કરી અને ચારેય દિશામાં એક એક ફેંકી દેવા. આ ઉપાય સાત શનિવાર સુધી કરવો.

અસફળતાથી મુક્તિ મેળવવા માટે
જો તમને વારંવાર તમારા કાર્યમાં અસફળ થવું પડતું હોય તો શુક્લ પક્ષના ગુરુવારે એક પાણીનો કળશ લઈ અને તેના પર વડલાનું પાન રાખી તેના ઉપર પાંચ પ્રકારના ફળ અને બે એલચી રાખી સંધ્યા સમયે આ કરળ પીપળા નીચે રાખી આવવો. 7 ગુરુવાર પૂરા થશે તે પહેલા જ તમારી મનોકામના પૂર્ણ થઈ જશે.

કરજમાંથી મુક્તિ માટે
શનિવારે સવારે સ્નાનાદિ કરી પોતાની લંબાઈ જેટલો કાળો દોરો લઈ અને તેને એક નાળિયેર પર વીંટી દેવો. તે નાળિયેરનું પૂજન કરી તેને નદીમાં પ્રવાહિત કરી દેવું અને ઋણ મુક્તિની પ્રાર્થના કરવી.

કોઈ ખાસ વ્યક્તિથી સમસ્યા
જો તમને કોઈ ખાસ વ્યક્તિથી સમસ્યા હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે રોજ 7 વખત બજરંગબાણનો પાઠ કરવો. 41 દિવસ સુધી આમ કર્યા પછી હનુમાનજીને વસ્ત્રો ચડાવો. તમારી સમસ્યા દૂર થઈ જશે.

દાંપત્યજીવન સુખમય બનાવા માટે
જો કુંડળીમાં સાતમા સ્થાનમાં રાહુ હોય તો 40 દિવસ સુધી નાળિયેરનું તેલ વહેતા પાણીમાં પધરાવવું જોઈએ. તે સિવાય રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે સિંદૂરની પડીકી અને પોતાના ઓશિકા નીચે કપૂર રાખવું જોઈએ. સવારે સિંદૂરની પડીકી ફેકી દેવી જ્યારે કપૂર રૂમમાં જ સળગાવી દેવું.

Related Posts

0 Response to "આ અચુક ટુચકાઓ અપનાવશો તો દુર થશે બેરોજગારી અને ઘણી અનેક સમસ્યાઓ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel