સુરત: ખાનગી ટ્રાવેલ્સ ડિવાઈડર પર સુતેલા લોકો પર ફરી વળતા હાહાકાર, બસ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ, જાણો કેટલા લોકોના જીવનદીપ બુઝાયા
સુરત શહેરમાં ફરી એકવાર એક ગમખ્વાર અકસ્માત થયો છે અને શહેરના રસ્તા રક્તરંજિત થયા છે. થોડા સમય પહેલા જ સુરત જિલ્લાના કીમ પાસે એક ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા લોકો પર ડમ્પર ફેરવી દીધું હતું જેના કારણે અનેક જીવનદીપ બુઝાયા હતા. તેવામાં આજે થયેલા અકસ્માતમાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ઘટના અંગેની મળેલી માહિતી અનુસાર સુરત શહેરના પુણા વિસ્તારમાં એક ખાનગી ટ્રાવેલ્સ ડિવાઈડર પર સુતેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી સૌથી પહેલા તો બસ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરુ કરી હતી.
આ ઘટના બની હતી સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી ગંગા હોટલ પાસે. અહીં એક ખાનગી ટ્રાવેલ્સે અહીં આ અકસ્માત સર્જ્યો હતો. જાણવા મળ્યાનુસાર બસ ચલાવતી વખતે અચાનક ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચઢી ગઈ અને તે સમયે ત્યાં સુતેલા લોકોની ઉપર ચઢી ગઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું તો બસના ટાયરમાં આવી જવાથી મોત નીપજ્યું હતું.
આ વાતની જાણ થતાં જ બસ ડ્રાઈવર લોકોની પરવાહ કર્યા વિના બસ છોડી ભાગી ગયો હતો. આ તકે આસપાસ એકઠા થયેલા લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસે ભાગેડુ બસ ડ્રાઈવરને શોધવા પણ ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત મૃતકની ઓળખ કરી તેના પરીવારનો સંપર્ક કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હજુ એક મહિનો પણ થયો નથી કિમની ઘટનાને અને ત્યાં વધુ એક આવો અકસ્માત સર્જાયો છે. આ અગાઉ કિમ-માંડવી રોડ પર પાલોદગામ નજીક મજૂરી કામ કરી ગુજરાન ચલાવી અને રાત્રે ફૂડપાથ પર જ સૂઈ રહેતા શ્રમિકો પર એક ડમ્પર કાળ બની ફરી વળ્યું હતું. આ ઘટનામાં 12 લોકોના જીવ ગયા હતા. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા. જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘાયલ લોકોમાંથી પણ 3 વ્યક્તિના મોત સારવાર દરમિયાન નીપજ્યા હતા. જેના કારણે આ ઘટનામાં મૃત્યુઆંક 15એ પહોંચ્યો હતો.
આ ઘટનાના પડઘા ગાંધીનગર અને દિલ્હી સુધી પણ પહોંચ્યા હતા. જો કે બુધવારના દિવસે સુરતમાં એક પછી એક 3 અકસ્માત થયા હતા. જેમાં 1 વ્યક્તિનું મોત અને 4 લોકો ઘાયલ થયા હતા. એક અકસ્માત બસે સર્જ્યો હતો અને બીજો અકસ્માત ઉધનામાં થયો જ્યાં કારે 3 વાહનને અડફેટે લીધા જેમાં 3 લોક ઘાયલ થયા જ્યારે વેસુ વિસ્તારમાં કાર પલટી જતાં કાર ચાલક ઘાયલ થયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "સુરત: ખાનગી ટ્રાવેલ્સ ડિવાઈડર પર સુતેલા લોકો પર ફરી વળતા હાહાકાર, બસ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ, જાણો કેટલા લોકોના જીવનદીપ બુઝાયા"
ટિપ્પણી પોસ્ટ કરો