પ્રેગનન્સીના પૂરા દિવસોમાં કરીનાને પડે છે ચાલવામાં પણ તકલીફ, તેમ છતાં પાર્ટીઓમાં જવાનું ટાળતી નથી, જોઇ લો તસવીરોમાં
બોલિવૂડના દિગ્ગજ કલાકાર રણધીર કપૂરના જન્મદિવસની પાર્ટી ખૂબ શાનદાર રીતે થઈ હતી. તેમનો જન્મદિવસ પરીવાર દ્વારા ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં આખો કપૂર પરિવાર એકઠો થયો હતો. પરંતુ દુ:ખની વાત એ છે કે તેના નાના ભાઈઓ રાજીવ કપૂર અને ઋષિ કપૂર આ વર્ષે તેમના જન્મદિવસ પર ન હતા. કારણ કે આ બંને સ્ટાર્સ હવે આ દુનિયામાં નથી.
જો કે રણધીર કપૂરના આ જન્મદિવસની ઉજવણી ચર્ચાનો વિષય જરૂર બની હતી. કારણ કે આ જન્મદિવસની પાર્ટીમાં સગર્ભા કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમૂર સાથે જોવા મળી હતી. પાર્ટીમાં નીતુ કપૂર, રિદ્ધિમા, રણબીર કપૂર તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી આલિયા ભટ્ટ પણ પહોંચ્યા હતા. આ પાર્ટીના ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

આ પાર્ટીમાં કરીના પૂરા મહિના હોવા છતાં પહોંચી હતી. 15 ફેબ્રુઆરી કરીના કપૂર ખાનની ડ્યૂ ડેટ પણ હતી. તેમ છતાં તે પિતાના જન્મદિવસની ડિનર પાર્ટીમાં પહોંચી હતી. જો કે થોડા દિવસો પહેલા જ રાજીવ કપૂરનું નિધન થયું હોવાથી આ પાર્ટીમાં ફક્ત પરીવારના સભ્યો અને ખાસ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ડિનર પાર્ટી સાદગીથી કરવામાં આવી હતી.

આ ડિનર પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર કરીના કપૂર હતી કારણ કે તે હવે એકાદ દિવસમાં જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે. અગાઉ રણધીર કપૂરે જ કહ્યું હતું કે 15 ફેબ્રુઆરીના દિવસે કરીના તેના બીજા બાળકને જન્મ આપવાની છે. પરંતુ 15 તારીખ જ તે પતિ સૈફ અને દીકરા તૈમૂર સાથે ડિનર પાર્ટીમાં જોવા મળી હતી.

આ ડિનર પાર્ટીમાં કરીના ગ્રીન કફતાનમાં પહેરી પહોંચી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. જણાવી દઈએ કે કરીના કપૂર તેની ગર્ભાવસ્થાની ફેશનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહી છે. આ સાથે જ તે નવ મહિના સુધી સતત એક્ટિવ રહી છે અને એક પછી એક પોતાના પ્રોજેક્ટ પૂરા કરી રહી છે.

રણધીર કપૂરના જન્મદિવસની ડિનર પાર્ટીમાં બબિતા તેમની બંને દીકરીઓ અને જમાઈ સૈફ અલી ખાન સિવાય અરમાન જૈન, અનિસા મલ્હોત્રા, આદર જૈન, અભિનેત્રી તારા સુતરિયા, નીતુ સિંહ, રિદ્ધિમા કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કુનાલ કપૂર, ઝહાન કપૂર, રિમા જૈન, સંજય કપૂર તેની પત્ની મહિપ કપૂર સહિતના લોકો જોવા મળ્યા હતા. કપૂર પરિવાર 14 ફેબ્રુઆરીની રાત્રે એકત્ર થયા હતા અને ડિનર પાર્ટી બાદ રવાના થયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "પ્રેગનન્સીના પૂરા દિવસોમાં કરીનાને પડે છે ચાલવામાં પણ તકલીફ, તેમ છતાં પાર્ટીઓમાં જવાનું ટાળતી નથી, જોઇ લો તસવીરોમાં"
ટિપ્પણી પોસ્ટ કરો