શું તમને પણ ચા સાથે આ વસ્તુઓ ખાવાની આદત છે? તો આજથી જ કરી દેજો બંધ, નહિં બગડી જશે શરીર
ભારતમાં ચાના શોખીન લોકો વધારે છે. ઘણા લોકો તો એવા હોય છે કે જે ચા વગર રહી શકતા નથી. પરંતુ કેટલીક વખત તમે જોયું હશે કે ચાની સાથે કેટલીક વસ્તુઓનું સેવન પણ કરવામાં આવે છે. કેટલીક વખત ચાની સાથે મેંદાથી બનેલી કે ચણાના લોટથી બનેલી વસ્તુઓનું સેવન કરવાનું પસંદ કરે છે. જેમ કે નમકીન, ભજીયા, બિસ્કિટ સહિતની વસ્તુઓ ખાઓ છો. પરંતુ આ વાત જાણીને તમને હેરાની થશે કે ચાની સાથે મેદાથી કે ચણાના લોટથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. કારણકે તેની અસર તમારા સ્વાસ્થ્ય અને સ્કિન પર પડે છે. જો તમે પણ આવું કરો છો તો ચેતી જજો. કારણકે આ તમારા માટે ગંભીર સાબિત થઇ શકે છે. ચાની સાથે કેટલીક વસ્તુઓનું સેવન બિલકુલ પણ ન કરવું જોઇએ. કારણકે તેનાથી અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે. ચા બધાની ફેવરેટ હોય છે. સવાર અને સાંજની ચા એની સાથે સ્નેક્સ. ખરેખર ચા એક ટોનિકનું કામ કરે છે. શરદીઓ ચા પીવાની મજા વધી જાય છે. ઘણા લોકો દિવસમાં ઘણી વખત ચા પીવે છે. જો કે ચાનું વધારે સેવન સ્વાસ્થ્ય માટે અને સેહત માટે ખુબ નુકશાન કારક માનવામાં આવે છે.
ચા સાથે આ વસ્તુઓના સેવનથી શરીર પર ખરાબ અસર પડે છે.

ચાની મજા સ્નેક્સ સાથે વધારે આવે છે. વધુ પ્રમાણાં લોકો ચા સાથે કઈને કઈ જરૂર ખાતા હોય છે. પરંતુ ઘણી વસ્તુ એવી હોય છે જેને ચા સાથે ખાવાથી ગંભીર બીમારી થઇ શકે છે. તો તમને જણાવીએ કે ચા સાથે આ વસ્તુઓની સેવન ક્યારે પણ ન કરવું.
ચા સાથે બેસનથી બનેલી વસ્તુઓ નહિ ખાવી

વધુ પ્રમાણમાં લોકો ચાને ભજીયા સાથે પીવાનું પસંદ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ચા સાથે ક્યારે પણ બેસનથી બનેલી વસ્તુઓનું સેવન કરવું ન જોઈએ. ચા સાથે બેસનથી બનેલી વસ્તુ ખાવાથી શરીરમાં પોષક તત્વ ઓછા થઇ જાય છે. એનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
ચા સાથે ન લેવો લીંબુ યુક્ત વસ્તુ

ચા સાથે ભૂલથી પણ એવી વસ્તુ ન ખાવી જેમાં લીંબુ હોય. ચા સાથે લીંબુ વાળી વસ્તુ ખાવાથી તમને ગેસ, કબ્જ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
ચા પીધા પછી ઠંડી વસ્તુનું સેવન ન કરવું
ચા પીધા પછી પાણી કે ઠંડી વસ્તુ ન ખાવો. એનાથી ગરમ શરદીની પરેશાની થઇ શકે છે. એ ઉપરાંત પાચન તંત્ર પણ કમજોર થઇ જાય છે.

ચા સાથે મીઠું ન ખાવું
ચા સાથે ક્યારે પણ મીઠાનું સેવન કરવું નહિ. એવું કરવાથી મધુમેહ (Diabetes) થવાની સંભાવના વધી જાય છે. એ ઉપરાંત પેટમાં ઝલનની સમસ્યા થાય છે.
પાણી

ઘરમાં ખાસ કરીને મોટા લોકો ચા પીધા બાદ તરત જ પાણી પીવાથી રોકે છે. આ વાત સાચી છે. કારણકે ચા પીધા બાદ પાણી પીવાથી પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ચા પીધા બાદ તરત પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે.
હળદર

ચા પીધા બાદ તરત હળદરથી દૂર રહેવું જોઇએ. કારણકે હળદર કે તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી વાળને લગતી કેટલીક સમસ્યાઓ થઇ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમને પણ ચા સાથે આ વસ્તુઓ ખાવાની આદત છે? તો આજથી જ કરી દેજો બંધ, નહિં બગડી જશે શરીર"
ટિપ્પણી પોસ્ટ કરો