આ નાસ્તાથી તમારા દિવસની શરૂઆત કરશો હેલ્થને થશે અનેક ફાયદાઓ, હાઇ બ્લડ પ્રેશરના લોકો ખાસ જાણી લેજો
હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એ આજકાલના જીવનમાં ખૂબ જ સામાન્ય સમસ્યા છે. લોકો આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દવાઓનો આશરો લે છે. પરંતુ આપણે દવાઓ કરતાં આરોગ્યપ્રદ જીવનશૈલી અને આરોગ્યપ્રદ આહાર દ્વારા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરી શકીએ છીએ. તંદુરસ્ત જીવનશૈલી સાથે, તમે તમારી ઘણી મુશ્કેલીઓને નિયંત્રણમાં રાખી શકો છો. ઉપરાંત, જો તમે તમારા દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરો છો, તો તમે ઘણી સમસ્યાઓ નિયંત્રિત કરી શકો છો. આજે અમે તમને કેટલાક આહાર વિશે જણાવીશું, જે હાયપરટેન્શનના દર્દીઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ઓટ્સ સાથે દિવસની શરૂઆત કરો

જો તમે તમારા નાસ્તામાં ઓટ્સનો સમાવેશ કરો છો, તો તે તમારા માટે શ્રેષ્ઠ છે. ઓટ્સ એ ફાઇબરથી ભરપૂર આહાર છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, ઓટ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું છે, જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વધુ સારું છે. તેથી જો તમે તમારા નાસ્તામાં ઓટ્સ ખાવ છો, તો તે તમારા માટે સ્વસ્થ નાસ્તો છે.
ડ્રાયફ્રુટ અને બીજ
પોટેશિયમયુક્ત આહાર હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ડ્રાયફ્રુટ અને બીજ પોટેશિયમથી ભરપૂર છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમે તમારા નાસ્તામાં થોડા ડ્રાયફ્રુટ અને બીજ શામેલ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. ડ્રાયફ્રુટ અને બીજમાં અખરોટ, બદામ, બીજ, કાજુ અને પિસ્તા જેવી ચીજોનો સમાવેશ થાય છે.
દહીં અને ફળ-શાકભાજી

હૈ બ્લડપ્રેશરના દર્દીઓએ નિયમિતપણે તેમના નાસ્તામાં દહીંનો સમાવેશ કરવો જોઇએ. ઘણાં સંશોધન પરથી બહાર આવ્યું છે કે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દહીં ફાયદાકારક છે. પરંતુ તમારે દહીંમાં મીઠું અથવા ખાંડ ઉમેરીને ન ખાવું જોઈએ. જો તમે દહીં સાથે કેટલાક ફળો અથવા શાકભાજી ખાશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે.
આયુર્વેદિક ચા પીવો

આયુર્વેદિક ચા તમારા સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે. આ કિસ્સામાં, જો તમે દિવસની શરૂઆત દૂધની ચાને બદલે આયુર્વેદિક ચાથી કરો છો, તો તે તમારા માટે શ્રેષ્ઠ છે. સવારે, તમે તમારા આહારમાં એલચી, તુલસી, રોઝમેરી ચા શામેલ કરો, જે તમારા માટે શ્રેષ્ઠ છે.
બ્લડ પ્રેશર માટે કેળું

કેળામાં પોટેશિયમ ભરપુર માત્રામાં છે. આ ઉપરાંત તેમાં સોડિયમની માત્રા નથી હોતી. કેળા એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર આહાર છે, જે સ્વાસ્થ્ય માટે સારું છે સાથે આ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
સાથે આ ચીજોનું પણ ખાસ ધ્યાન રાખો –
– જ્યારે બ્લડ પ્રેશર વધે છે,ત્યારે અડધો ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી કાળા મરીનો પાઉડર મિક્સ કરો અને દર બે કલાકના અંતરે આ મિક્ષણ પીવો. બ્લડ પ્રેશરને યોગ્ય સ્થાને લાવવા માટે આ એક સારી સારવાર છે.
– તરબૂચના બી અને ખસખસ બંને સમાન પ્રમાણમાં મિક્સ કરીને પીસી નાખો. ત્યારબાદ આ મિક્ષણ એક ચમચી પાણી સાથે સવારે અને સાંજે ખાલી પેટ પર લો. ત્રણ થી ચાર અઠવાડિયા સુધી અથવા જરૂર મુજબ આ મિક્ષણનું સેવન ચાલુ રાખો. તમારું બ્લડપ્રેશર કંટ્રોલમાં થશે.
– વધતા બ્લડ પ્રેશરને ઝડપથી કાબૂમાં કરવા માટે અડધા ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નાંખીને બે કલાકના અંતરે પીવાથી ફાયદો થાય છે.
– તુલસીનાં દસ પાન અને લીમડાનાં ત્રણ પાન સાત દિવસ પાણી સાથે પીવાથી રાહત મળે છે.

– અડધો કિલો પપૈયા દરરોજ ખાલી પેટ પર ખાઓ. પછી બે કલાક સુધી કંઈપણ ન ખાવું. એક મહિના સુધી આ ઉપાય અજમાવવાથી ઘણો ફાયદો થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ નાસ્તાથી તમારા દિવસની શરૂઆત કરશો હેલ્થને થશે અનેક ફાયદાઓ, હાઇ બ્લડ પ્રેશરના લોકો ખાસ જાણી લેજો"
ટિપ્પણી પોસ્ટ કરો