વરુણ શર્મા – ચૂચાથી લઈ સેક્સા સુધીના દરેક પાત્રમાં લોકોના જીતી લીધા દિલ…

થોડા વર્ષો પહેલા જ બોલિવૂડમાં એન્ટ્રી કરી અને હવે પોતાની અનોખી કોમેડી માટે પ્રખ્યાત થયેલા બોલિવૂડ એક્ટર વરૂણ શર્મા 4 ફેબ્રુઆરીએ તેનો 31 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેનો જન્મ 4 ફેબ્રુઆરીએ પંજાબના જલંધરમાં થયો હતો. વરૂણે તેની ફિલ્મી સફરની શરૂઆત ફિલ્મ ‘ફુકરે’ થી કરી હતી.

image source

બોલિવૂડ ફિલ્મોમાં સહ-અભિનેતા અને કોમેડિયનની ભૂમિકા વરુણ બખૂબી નીભાવી રહ્યો છે અને હવે તે દરેકના હૃદયમાં સ્થાન બનાવી ચુક્યો છે. ‘ફુકરે’ ફિલ્મના ચૂચાનું પાત્ર હોય કે ‘છીછોરે’ ફિલ્મનો સેક્સા તેણે પોતાની દરેક ફિલ્મમાં આગવા અભિનયથી દરેક પાત્રને જીવંત બનાવ્યું છે. ક્રીટીક્સે પણ ‘ફુકરે’ ફિલ્મ માટે તેની કોમિક ટાઈમીંગના વખાણ કર્યા હતા.

image source

‘ફુકરે’, ‘છીછોર’ સિવાય ‘રબ્બા મેં ક્યા કરૂ’, ‘ડોલી કી ડોલી’, કિસ કિસ કો પ્યાર કરું જેવી ફિલ્મોમાં પણ તેણે દર્શકોનું ભરપુર મનોરંજન કર્યું છે. કોમેડી વરૂણના હૃદયમાં વસે છે એમ કહેવું ખોટું નહીં હોય.

image source

વરુણ શર્માનું બાળપણ જલંધરમાં પસાર થયું હતું. તેના પરીવારને અભિનયની દુનિયા સાથે કોઈ સંબંધ નથી. માત્ર એક વરુણ છે જેણે બોલિવૂડમાં ઝંપલાવ્યું છે. વરુણે પ્રાથમિક શિક્ષણ લોરેન્સ સ્કૂલમાંથી મેળવ્યું હતું. જ્યારે એપીજે સ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી તે મનોરંજન અને ફિલ્મ ટેકનોલોજીમાં સ્નાતક થયો છે. વરૂણ શર્માને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પંજાબ સરકાર આયકન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.

image source

પારીવારીક જીવનની વાત કરીએ તો વરુણ તેની માતા અને બહેનને ખૂબ જ ચાહે છે. તેણે આપેલા ઈન્ટરવ્યુમાં વરુણે કહ્યું હતું કે ‘કૃતિ સનન મારી સૌથી નજીક છે અને ખાસ મિત્ર છે. હું અને તે ભાઈ-બહેન નહીં પણ ભાઈઓ જેવા છીએ. હું તને ઘણીવાર ભાઈ કહીને પણ બોલાવું છું. હું ભાગ્યશાળી છું કે કૃતિ મારી જિંદગીમાં છે. તે મારા બધા જ સીક્રેટ્સ પણ જાણે છે ‘.

image source

જણાવી દઈએ કે વરુણ શર્મા અને કૃતિ સેનન ‘દિલવાલે’ અને ‘રાબતા’ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. આ સિવાય તેણે કોમેડી ફિલ્મ અર્જુન પટિયાલામાં પણ કામ કર્યું છે.

image source

વરૂણનો સ્વભાવ ખૂબ લાગણીશીલ છે. આ વાતનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે જ્યારે અનેક બોલિવૂડ સેલેબ્સની મેનેજર રહી ચૂકેલી દિશાની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા ત્યારે વરુણ શર્માએ ટ્વીટ કરીને દિશા સાથે ફોટો શેર કર્યો હતો અને તેણે લખ્યું હતું કે ‘હું નિશબ્દ છું, આ વાત સાચી લાગતી નથી’. વરુણને સુશાંતના મોત વખતે પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

image source

જો કે વરુણે તેની મહેનત અને અભિનય પ્રતિભાના કારણે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. આજે તેના જન્મદિવસે તેને દરેક બોલિવૂડ સ્ટાર્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "વરુણ શર્મા – ચૂચાથી લઈ સેક્સા સુધીના દરેક પાત્રમાં લોકોના જીતી લીધા દિલ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel