નીતા-મૂકેશ અંબાણીની દરિયાદીલી, પૌત્રના નામકરણની ખુશીમાં રિલાયન્સના કર્મચારીઓને આપ્યું આવું ઈનામ

નીતા અંબાણી અને મૂકેશ અંબાણી તેમના કર્મચારીઓને સારી રીતે સાચવે છે. આ પહેલાં પણ કેટલાય ઉદાહરણ આપણે જોયા છે. દર વર્ષે રિલાયન્સ કંપનીના આજુબાજુના ગામોમાં પણ ધુમાડા બંધ જમાડે છે અને સાથે સાહિતીક જલસો પણ રાખવામાં આવે છે. ફરી એકવાર તેમની દરિયાદીલીના દર્શન થતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ નીતા અંબાણી અને મૂકેશ અંબાણીને ત્યાં પૌત્રનો જન્મ થયો હતો અને એનું નામકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ નામકરણ નિમિત્તે રિલાયન્સના દરેક કર્મચારીઓને એક એક મીઠાઈનું બોક્સ આપવામાં આવ્યું છે અને સાથે જ એક પત્ર પણ આપવામાં આવ્યો છે. હાલમાં તેમની આ દરિયાદીલીની ફરી એકવાર ચર્ચા કરવામાં આવી રહી છે.

image source

ત્યારે હાલમાં એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક કર્મચારી આ ગિફ્ટ ખોલીને દર્શકોને બતાવે છે કે ગિફ્ટમાં શું આવ્યું છે. તમે વીડિયો પણ જોઈ શકો છો સસર પેકિંગ અને સરસ મીઠાઈ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને વિશ્વના ધનિકોમાં જાણીતા એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દાદા બની ગયા છે. 10 ડિસેમ્બરે, આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણીએ એક પુત્રને જન્મ આપ્યો. જુનિયર અંબાણી આવતાની સાથે જ આખો અંબાણી પરિવાર ખુશ થઈ ગયો હતો.

image source

દીકરો આવતાની સાથે જ આકાશ અને શ્લોકા અંબાણીના પુત્રનું નામકરણ કરવામાં આવ્યુ હતું. જેની સત્તાવાર રીતે અંબાણી પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આકાશ અને શ્લોકાના પુત્રનું નામકરણ કરવામાં આવ્યુ છે. અંબાણી પરિવારે સત્તાવાર રીતે તેમના પૌત્રના નામની જાહેરાત કરી હતી. દેશના સૌથી ધનિક પરિવારએ તેમના પૌત્ર અને આકાશ અને શ્લોકા અંબાણીના પુત્રનું નામ ‘પૃથ્વી આકાશ અંબાણી’ રાખ્યું છે. પરિવાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી અને લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા તેમનો અંત આવ્યો હતો. અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણીએ તેમના પુત્રનું નામ પૃથ્વી રાખ્યું છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મુકેશ અંબાણી પિતા બન્યા અને તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો, ત્યારે તે વિમાનમાં હતા ત્યારે તેમને આ સમાચાર મળ્યા. જ્યારે તેમને વિમાનમાં પુત્રના જન્મના સમાચાર મળ્યા, એટલે કે, તેણે તેમના પુત્રનું નામ આકાશ અંબાણી રાખ્યું. આવી સ્થિતિમાં, લોકો તેમના પૌત્રનું નામ આ વાતનાં કનેક્શન સાથે જોડીને માની રહ્યા છે. દાદા મુકેશ અંબાણીને તેમના પૌત્રના જન્મની જાણ થતાં જ તે જમીન પર હતા, તેથી તેમણે તેમના પૌત્રનું નામ ‘પૃથ્વી’ રાખ્યું. જો કે આવી વસ્તુ અથવા નામ પાછળનું કારણ અંબાણી પરિવાર દ્વારા સત્તાવાર રીતે જણાવ્યું નથી.

image source

ઉલ્લેખનીય છે કે પૌત્ર પૃથ્વીના જન્મના થોડા કલાકો પછી જ મુકેશ અંબાણીએ તેની સાથે આ તસવીર શેર કરી હતી. તસ્વીરમાં મુકેશ અંબાણીએ પૌત્રને આલિંગન આપી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ. પૌત્રના જન્મથી જ અંબાણી પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

મળતી વિગત પ્રમાણે આકાશ અને શ્લોકાના લગ્ન માર્ચ 2019માં થયા હતા. આ લગ્નમાં બોલિવૂડ અને હોલીવૂડનાં સ્ટાર્સ સહિત રાજકીય, બિઝનેસ જગતનાં મોટા લોકોએ ભાગ લીધો હતો. આ બંનેના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણી પ્રખ્યાત હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી છે. આકાશ અને શ્લોકા નાનપણથી જ એક બીજાને ઓળખતા હતા. બંનેનું સ્કૂલિંગ પણ એકસાથે થયુ હતુ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "નીતા-મૂકેશ અંબાણીની દરિયાદીલી, પૌત્રના નામકરણની ખુશીમાં રિલાયન્સના કર્મચારીઓને આપ્યું આવું ઈનામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel