શું આંખોની આજુબાજુ ની કરચલીઓથી દેખાવવા લાગી છે ઉંમર? તો તેણે દુર કરવા તુરંત અજમાવો આ સરળ ઉપાય…
મિત્રો, આંખોની આસપાસ કરચલીઓ એ તમારી વાસ્તવિક ઉમર કરતા તમને વધારે મોટા દર્શાવે છે. વૃદ્ધત્વ એ એક સામાન્ય પ્રક્રિયા છે, જેને આપણે ક્યારેય રોકી શકતા નથી. વર્તમાન સમયમા નબળા ભોજનને કારણે , કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરવાથી, ત્વચામા સુશ્કતા આવવાથી , વધારે પડતું રડવાથી, આલ્કોહોલ નુ વધારે પડતુ સેવન કરવાથી , ઊંઘનો અભાવ હોવાથી અને માનસિક તણાવના કારણે આંખો નીચે બ્લેક ડાર્ક સર્કલ્સ અને કરચલીઓ ની સમાસ્યા જોવા મળે છે.

આંખો પરની આ કરચલીઓ તમારા સંપૂર્ણ દેખાવને બગાડી શકે છે માટે જો તમે પણ તમારી ત્વચાને આકર્ષક અને સુંદર રાખવા ઈચ્છતા હોવ તો તમારે તમારી ત્વચાની વધુ પડતી કાળજી લેવાની જરૂર છે. ઘરગથ્થુ ઉપચાર દ્વારા તમે સામાન્ય રીતે આ કરચલીઓની સમસ્યાથી રાહત મેળવી શકો છો. તો ચાલો આજે આ લેખમા આપણે અમુક ઘરગથ્થુ ઉપચાર વિશે માહિતી મેળવીએ.
તડકાથી સુરક્ષિત રાખો :

ત્વચાની વૃદ્ધાવસ્થા પાછળનુ એક મુખ્ય કારણ સૂર્યનો અસહ્ય તાપ છે. સૂર્યના કઠોર કિરણો તમારી ત્વચાની ઉંડાઈમા પ્રવેશ કરે છે અને ત્વચા પર કરચલીઓ આવવાનુ કારણ બને છે. હંમેશા તમારી ત્વચાને સૂર્યના તાપથી સુરક્ષિત રાખો અને બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવવાની આદત કેળવો.
તમારી ત્વચા ને આરામ આપો :

આંખો ફફડવી અથવા તો તમારી આંખોની આસપાસની સ્નાયુઓ સંકોડાઈ જવી જેવી ક્રિયાઓ તમારા આંખોની આસપાસ કરચલીઓ પેદા કરી શકે છે. તે મહત્વનુ છે કે, તમે આ બાબતો પર ધ્યાન આપો તમારી ત્વચાને યોગ્ય આરામ મળી રહે.
આંખો પર લગાવો ચશ્મા :

તમારા ચશ્મા તમને સુંદર દેખાવામા જ મદદ કરશે નહી પરંતુ, આંખોની આસપાસ થતી કરચલીઓને પણ અટકાવે છે. મોટાભાગના લોકો આપણો સમય કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસીને અથવા મોબાઇલમા સ્ક્રોલ કરતા વિતાવે છે. તે તમારી આંખો પર તાણ લાવે છે. માટે જો તમે લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર કામ કરતા હોવ તો ચશ્મા પહેરવાની આદત કેળવો.
મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો :

ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે હંમેશાં મોઈશ્ચરાઈઝર વાપરો. તે તમારી ત્વચાને આવશ્યક ભેજ પુરો પાડશે અને તમારી ત્વચાના વૃદ્ધત્વ ને પણ અટકાવશે. તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે આખો દિવસ પુષ્કળ પાણી પીવો.
આઇ-ક્રીમ વાપરો :

જો તમારી ઉંમર પણ લગભગ ૩૦ વર્ષની આસપાસ છે તો તમારે ચોક્કસપણે આંખ માટે આઈ-ક્રીમ સાથે રાખવી જોઈએ. જો તમે નિયમિત આંખોની આસપાસ આઇ-ક્રીમ અવશ્યપણે લગાવવી અને આંગળીઓની આસપાસ હળવા હાથે મસાજ કરો, જેથી આ આંખ નીચેના ડાર્ક સર્કલ્સ દૂર થઇ જાય છે અને કરચલીઓ ની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું આંખોની આજુબાજુ ની કરચલીઓથી દેખાવવા લાગી છે ઉંમર? તો તેણે દુર કરવા તુરંત અજમાવો આ સરળ ઉપાય…"
ટિપ્પણી પોસ્ટ કરો