વિરાટ-અનુષ્કાએ દીકરીનું રાખ્યુ આ મસ્ત નામ, જોઇ લો શેર કરેલી પહેલી તસવીર

દીકરીના જન્મના 11 દિવસ બાદ અનુષ્કા શર્મા-વિરાટ કોહલી પહેલી જ વાર જાહેરમાં જોવા મળ્યા!અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર શૅર કરી

અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરી હતી. આ સાથે જ અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું હોવાની વાત કરી હતી. વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ તથા અનુષ્કા દીકરી જન્મના 11 દિવસ બાદ જોવા મળ્યા હતા. દીકરીના જન્મ બાદ અનુષ્કા એકદમ ફિટ જોવા મળી હતી. અનુષ્કાએ પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી વર્કઆઉટ કર્યું હતું.

સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી

શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.’

દીકરીને જન્મ આપ્યાના 10 દિવસ બાદ વિરાટ-અનુષ્કા જોવા મળ્યા હતાં.

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મ બાદ 11 દિવસ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી.

વિરાટના બે ચશ્માએ બધાનું ધ્યાન ખેંચ્યુ

image source

વિરાટ કોહલીના બે ચશ્માએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વિરાટે એક ચશ્મા પહેર્યા હતા અને બીજા ચશ્મા શર્ટ પર ભરાવ્યા હતા. માનવામાં આવે છે કે શર્ટ પર ભરાવેલા ચશ્મા નંબરના હતા. વિરાટે જે ચશ્મા પહેર્યા હતા તે સનગ્લાસ હતા.

અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપ્યું

અનુષ્કા તથા વિરાટે ગિફ્ટમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ સાથે એક પત્ર મોકલ્યો હતો. આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં હતો.

image source

પત્રમાં શું કહેવામાં આવ્યું છે?

વિરાટ તથા અનુષ્કાએ પત્રમાં કહ્યું હતું, ‘હાઈ, તમે અમને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે. પેરેન્ટ્સ તરીકે અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ. અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ.’

વધુમાં નોટમાં કહેવામાં આવ્યું હતું, ‘અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો. અમને ખ્યાલ છે કે તમે આ સમજશો. આના માટે આભાર.’

image source

હોસ્પિટલમાં નિકટના પરિજનો આવી શક્યા નહીં

અનુષ્કા તથા વિરાટ પોતાની પ્રાઈવસી અંગે ઘણાં જ સાવચેત છે. બંનેએ હોસ્પિટલમાં પણ કેટલાંક કડક નિયમો મૂક્યા હતાં. અનુષ્કાને પરિવારના નિકટના સભ્યો પણ મળવા આવી શક્યા નહોતા. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ ફૂલો અથવા કોઈ પણ જાતની ગિફ્ટ્સ હોસ્પિટલમાં લેશે નહીં. આટલું જ નહીં અનુષ્કાના ફ્લોર પર આવેલા અન્ય રૂમના વિઝિટર્સ પણ એક્ટ્રેસના રૂમ તરફ આવી શકતા નહોતા. હોસ્પિટલ સ્ટાફ પણ ટાઈટ સિક્યોરિટીમાંથી પસાર થઈને જ રૂમમાં આવી શકતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "વિરાટ-અનુષ્કાએ દીકરીનું રાખ્યુ આ મસ્ત નામ, જોઇ લો શેર કરેલી પહેલી તસવીર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel