સિનિયર સીટીઝન માટે મોદી સરકારનું નવું નજરાણું, આ યોજનાથી વૃદ્ધો એટલો લાભ થશે કે ના પૂછો વાત, જાણી લો જલદી તમે પણ
સિનિયર સિટીઝન માટે આજે અમે એક ગુડ ન્યૂઝ લઈને આવ્યા છે. ભારતની કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકારે સિનિયર સીટીઝનની ખાસકાળજી લેવા માટે નવી યોજના પર કામ શરૂ કર્યું છે. અને આ યોજનાનું નામ અટલ વયો અભ્યુદય છે. તમને જણાવી દઈએ પહેલેથી ચાલી રહેલી રાષ્ટ્રીય વયોશ્રી યોજના આ યોજના સાથે ભળી જશે, આ યોજનામાં વૃદ્ધોને દરેક સુવિધાનો લાભ મળી શકશે.

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ યોજના અંતર્ગત વૃદ્ધોને સારી સંભાળ મળી રહે એ માટે તમામ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમો શરૂ કરવામાં આવશે.
શુ ખાસ વાત છે આ યોજનાની?

આ યોજના હેઠળ સ્ત્રીઓ માટે ખાસ વ્યવસ્થા રહેશે. તેમજ વધુ સારી સારવાર માટે તમામ રાજ્યોમાં કેર સેન્ટર બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ કેર સેન્ટર બધા રાજ્યોને રાજધાનીમાં બનાવવામાં આવશે. આ સાથે વૃદ્ધો માટેની વયોશ્રી યોજના પણ તેની સાથે મર્જ કરી દેવામાં આવી છે.
આ સિવાય અટલ વયો અભયુદય યોજનામાં બીજી ઘણી ખાસ વાતો છે, ચાલો જાણી લઈએ.
આ યોજના પાછળ થશે આટલો ખર્ચ.

હવે પછીના નાણાકીય વર્ષમાં અટલ વયો અભયુદય યોજના પર 300 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જે હાલના વર્ષમાં આ યોજના પાછળ ફળવેલી રકમ કરતા 50 ટકા વધારે છે. અને આ યોજના હેઠળ ભારતના 4 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકો લાભ મેળવશે.
રાષ્ટ્રીય હેલ્પલાઈનની પણ છે સગવડ.
આમ તો સરકાર દ્વારા એમની ઘણી બધી યોજનાઓ માટે ખાસ હેલ્પલાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ યોજના માટે પણ આવી જ હેલ્પલાઈનની જોગવાઈ કરવામાં આવી છે જેનું નામ છે. ‘એલ્ડરલાઇન’
આ યોજનાનો બજેટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સચિવ આર. સુબ્રહ્મણ્યમે આ વિશે વિસ્તારમાં માહિતી આપી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ બજેટ રજૂ કરતા સમયે આ યોજનાની જાહેરાત કરી હતી.
આવા લાભ પણ મળશે.

વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરતા વૃદ્ધોને તેમના જીવનની નવી શરૂઆતને લઈને ઘણા પ્રશ્નો મુંજવતા હોય છે. આથી મંત્રાલયે તેમના માટે નવી જિંદગીની શરૂઆતને ટેકો આપવા એક યોજના શરૂ કરવાની પણ યોજના બનાવી છે. આ અંતર્ગત, તેમને પ્રોત્સાહિત કરવા આર્થિક સહાય આપવામાં આવશે.
સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ પર પણ મંત્રાલયે ચાંપતી નજર રાખવા માટે યોજના બનાવી છે. જે અંર્ગત સંસ્થામાં થતા કામકાજનું કડક ઑડિટ કરાવવામાં આવશે. આ સાથે જ સંસ્થાની જમીન પર તેમના કાર્યનું પરીક્ષણ પણકરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ મંત્રાલયે નિષ્ક્રિય પડેલી લગભગ 200 સ્વૈચ્છિક સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરતા તેને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સિનિયર સીટીઝન માટે મોદી સરકારનું નવું નજરાણું, આ યોજનાથી વૃદ્ધો એટલો લાભ થશે કે ના પૂછો વાત, જાણી લો જલદી તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો