સોમનાથથી દોડીને 1800KM કાપી અયોધ્યા પહોંચશે આ યુવક, ગુજરાતી યુવક પર કરોડો લોકો ફિદા થઈ ગયાં
લોકડાઉનન થયું ત્યારે લોકો ચાલીને પોતાના વતન જવાના કિસ્સા ઘણા સામે આવ્યા હતા અને એમાંનો જ એક કિસ્સો એટલે કે મોટાભાગના ઉત્તર ભારતના પરપ્રાંતિય શ્રમિકો અમદાવાદમાં અટવાયા હતા. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની બંધ હોવાના કારણે શ્રમિકો પગપાળા કરીને વતન જઈ રહ્યાં છે.

આ દરમિયાન એક સગર્ભા મહિલા તેના બે બાળકો અને પતિ સાથે 200 કિમી ચાલીને રાજસ્થાનના ડુંગરપુર પહોંચી હતી. ત્યારે હવે કંઈક અલગ હેતુ સાથે એક યુવાન પોતાના વતનથી નીકળી પડ્યો છે. આવો વાત કરીએ એના જુસ્સા વિશે. તો ‘સંકલ્પ થી સિદ્ધિ’ સુધીના સૂત્ર સાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર વહેલી તકે નિર્માણ થાય અને દેશમાં એકતા જળવાઈ રહે તેવા શુભ ઉદેશ સાથે મૂળ અમરેલીના પીપળવા ગામના દોડવીર યુવક ઘનશ્યામ સુદાણી અયોધ્યા રામ મંદિર સુધી જવા માટે નીકળી પડ્યો છે.

જો વિગતે વાત કરીએ તો આ છોકરાએ અયોધ્યા રામ મંદિર સુધીની દોડનો 30 માર્ચે ભગવાન સોમનાથની પૂજા ના કરી શુભારંભ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો દ્વારા દોડવીર યુવકનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. દોડવીર ધનશ્યામ સુદાણી સોમનાથ મંદિરથી પ્રારંભ કરેલી દોડની પુર્ણાહુતી રામ જન્મભૂમી મંદિર અયોધ્યા ખાતે તા.21-એપ્રિલના રામનોવમીના દિવસે થશે એવું કહેવામાં આવી રહ્યું છે.

જો વાત કરીએ રામ મંદિર વિશે તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ માટે રામ ભક્તોની મદદ લેવામાં આવશે. તેના માટે વિશ્વ હિન્દુ પરિષદ એક અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે. જેની શરૂઆત ઉત્તરાયણના દિવસથી માઘ-પૂર્ણિમા સુધી ચાલશે. ચંપત રાયે કહ્યું કે, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર આકાર પામનારા ભવ્ય રામ મંદિર માટે દેશભરમાં પ્રત્યેક રામભક્તનો સહયોગ લેવામાં આવશે અને જેના માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઘરે-ઘરે ફરશે.

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ અભિયાન અંગેની જાહેરાત કરતા ચંપત રાયે કહ્યું કે, આગામી મકર સંક્રાતિથી માઘ-પૂર્ણિમા સુધી ચાલનારા આ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દેશના 4 લાખ ગામના 11 કરોડ પરિવારનો સંપર્ક કરીને તેમને રામ જન્મભૂમિ સાથે સીધા જ જોડીને રામત્વનો પ્રસાર કરશે.

તેમણે વધુમાં કહ્યું કે, દેશની દરેક જાતિ, મત, પંથ, સંપ્રદાયના લોકોના સહયોગની સાથે રામ મંદિર વાસ્તવમાં એક રાષ્ટ્ર મંદિરનું રૂપ લેશે. દેશના મોટાભાગના ગામડા અને શહેરોમાં ચાલનારા આ અભિયાનમાં મંદિરના સ્વૈચ્છિક નિર્માણ માટે ભક્તો દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય સ્વીકારવામાં આવશે. આ માટે 10, 100 અને 1000 રૂપિયાના કુપન્સ મળશે. ભગવાનના દિવ્ય મંદિરની તસવીર લાખો ઘરોમાં પણ મોકલવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "સોમનાથથી દોડીને 1800KM કાપી અયોધ્યા પહોંચશે આ યુવક, ગુજરાતી યુવક પર કરોડો લોકો ફિદા થઈ ગયાં"
ટિપ્પણી પોસ્ટ કરો