અક્ષય કુમારથી લઈને નેહા ધુપિયા સુધી, કોરોનામાં પણ આ સેલેબ્સે હોળીનું કર્યુ ધમાકેદાર સેલિબ્રેશન, તસવીરો જોઇને તમે પણ પડી જશો આશ્વર્યમાં…

અક્ષય કુમારથી લઈને નેહા ધુપિયા સુધી, આ સેલેબ્સે પોતપોતાના અંદાજમાં સેલિબ્રેટ કરી હોળી..

હોળી 2021ના અવસર પર આ વર્ષે હોળી ખૂબ જ સાદાઈથી ઉજવવામાં આવી. કોરોનાના કારણે દર વર્ષની જેમ આ વર્ષે માહોલ નહોતો જામ્યો. પણ તેમ છતાં બધાએ પોતપોતાની રીતે હોળીનું સેલિબ્રેશન કર્યું હતું.

image source

બૉલીવુડ હસ્તીઓ પણ આમાંથી બાકાત નહોતી રહી શકી. કલાકારોએ હોળી સેલિબ્રેશનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ વખતે કોરોનાએ હોળી સેલિબ્રેશનને થોડું ફિક્કું કરી નાખ્યું પણ કલાકારોએ તો પણ પોતાના પરિવાર સાથે હોળી સેલિબ્રેટ કરી આનંદ માણ્યો. તો ચાલો તમને જણાવી દઈએ તમારા મનગમતા કલાકારોએ કઈ રીતે સેલિબ્રેટ કરી હોળી.

પ્રિયંકા ચોપરા..

image source

પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ નિક જોનાસ તેમજ નિક જોનાસના માતા પિતા સાથેનો હોળી રમતો એક ફોટો શેર કર્યો છે અને સાથે જ લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી છે.

શિલ્પા શેટ્ટી.

image source

શિલ્પા શેટ્ટીએ પણ હોળી સેલિબ્રેશનના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટામાં શિલ્પા પોતાના પરિવાર સાથે સાદાઈ પૂર્વક હોળી રમતી દેખાઈ રહી છે.

નેહા ધુપિયા..

image source

નેહા ધુપિયાએ પણ પોતાના પરિવાર સાથે હોળી મનાવતી દેખાઈ રહી છે. નેહાએ શેર કરેલા ફોટામાં તેના હાથમાં રંગોથી ભરેલી એક થાળી છે અને તેમની સાથે પતિ અંગદ બેદી અને દીકરી પણ દેખાઈ રહ્યા છે..

અર્જુન રામપાલ

image source

અર્જુન રામપાલે પણ પોતાના પરિવાર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટાને જોતા લાગી રહ્યું છે કે અર્જુન રામપાલ તિલક હોળી જ રમ્યા છે..આ ફોટો શેર કરતાની સાથે અર્જુને બધાને હોળીની શુભકામનાઓ પણ આપી છે

સોહા અલી ખાન

image source

સોહા અલી ખાને પોતાની દીકરી ઇનાયા સાથેનો એક ખૂબ જ સુંદર ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ ફોટામાં સોહા અને એની દીકરી એકબીજાના ગાલ પર રંગ લગાવી રહ્યા છે. બંને જ આ ફોટામાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

અક્ષય કુમાર.

image source

અક્ષય કુમારે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની દીકરી સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બંને બાપ દીકરી પીળાં રંગથી રંગાયેલા દેખાઈ રહ્યા છે.

શાહિદ કપૂર.

image source

શાહિદ કપૂર અને મીરા કપૂર ક્યૂટ કપલમાંના એક છે. શાહિદે હોળીના અવસર પર પોતાની પત્ની મીરા કપૂર સાથેના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં બંનેના મોઢા રંગાયેલા છે અને તમને જણાવી દઈએ કે શાહિદ કપૂર અને મીરા કપૂરે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં હોળી મનાવી હોય એવું લાગી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "અક્ષય કુમારથી લઈને નેહા ધુપિયા સુધી, કોરોનામાં પણ આ સેલેબ્સે હોળીનું કર્યુ ધમાકેદાર સેલિબ્રેશન, તસવીરો જોઇને તમે પણ પડી જશો આશ્વર્યમાં…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel