ત્રણ વાર લગ્ન માટે કરણ જોહરને પ્રપોઝ કરી ચુકી છે આ એક્ટ્રેસ, અને કરણે કહ્યું કે… તારી બોડીના ઘણા બધા પાર્ટ્સ મને તારા તરફ….

બોલિવુડના જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ સાથે જ એ પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો પણ પોતાના ફેન્સ સાથે શેર કરતા રહે છે. પણ આ વખતે કરણ જોહરે સોશિયલ મીડિયા પર નહિ પણ એક શો દરમિયાન એક મજેદાર કિસ્સો શેર કર્યો હતો.

image source

વાત જાણે એમ હતી કે, નેહા ધૂપિયાના પોડકસ્ટ નો ફિલ્ટર નેહાના પહેલા એપિસોડમાં કરણ જોહર પહોંચ્યા હતા. એવામાં નેહા ધુપિયાએ એમને સવાલ પૂછ્યો હતો કે તમે મારી સાથે લગ્ન કેમ નહિ કરો? આ સવાલના જવાબમાં કરણ જોહરે કહ્યું હતું કે ” કોઈપણ એંગલથી તું મારા ટાઇપની નથી અને તારી બોડીના ઘણા બધા પાર્ટ્સ મને તારા તરફ એટ્રેક્ટ નથી કરતા.” એ પછી નેહા ધુપિયા જણાવે છે કે એ કરણને ત્રણવાર પ્રપોઝ કરી ચુકી છે પણ દર વખતે કરણે એમને ના પાડી દીધી હતી.

image source

એ સિવાય કરણ જોહરે એક બીજા કિસ્સા વિશે જણાવતા કહ્યું હતું કે ” વર્ષ 1998માં હું આશીર્વાદ એવોર્ડ્સમાં ગયો હતો. હું સ્ટેજ પર ઉભો હતો અને મને એ વખતે કહેવામાં આવ્યું હતું કે તમને બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ મળશે. મને એવોર્ડ મળવાનો જ હતો કે ત્યારે જ ઓર્ગેનાઇઝર કહેવા લાગ્યા કે અનિષ ભાઈ (અનિષ બજમી) આવ્યા છે, એવોર્ડ હવે એમને આપવો પડશે. એ પછી એમને મને કહી દીધું કે તમે જઈ શકો છો અને ફિલ્મ પ્યાર તો હોના હી થા માટે અનિસ બજમીને એવોર્ડ આપી દેવામાં આવ્યો.

image source

પાછલા દિવસોમાં પણ કરણ જોહરનો એક કિસ્સો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. તમને જણાવી દઈએ કે નિર્દેશક તરીકે કરણ જોહરની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હે છે.આ ફિલ્મમાં કરણે કેમિયો રોલ માટે સલમાન ખાનને ફિલ્મમાં લીધા હતા. કરણ જોહર સલમાન ખાન પાસે ફિલ્મમાં સૂટ પહેરાવવા માંગતા હતા પણ સલમાન ખાન એમને ટોન જીન્સ અને ટીશર્ટ પહેરીને સીન કરવાનો આઈડિયા આપે છે. એ વાત માટે કરણ એમને ના પાડી દે છે પણ પછી સલમાન સૂટ માટે તૈયાર ન થયા. એ પછી કરણ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગે છે અને કહે છે કે “પ્લીઝ આ મારી પહેલી ફિલ્મ છે, આવું ન કરો.” આ વાત પર સલમાન કહે છે કે “હા હું પહેરી લઈશ, તું ચિંતા ના કરીશ. તું રડીશ ના નહિ તો હું તને મારી નાખીશ”

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ તખ્ત આવવાની છે. આ ફિલ્મને લઈને થોડા દિવસ પહેલા ચર્ચા હતી કે ફિલ્મ માળિયે મુકાઇ ગઈ છે અને હવે એ નહિ બને. આ બધી અટકળો પર કરણ જોહરે વિરામ લગાવ્યો અને જણાવ્યું કે ફિલ્મ તખ્ત પર કામ હવે થોડા સમય પછી શરૂ કરશે એટલે કે હાલ એને ટાળી દેવામાં આવી છે. પણ બંધ નથી કરવામાં આવી. ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરીના કપૂર, અનિલ કપૂર, જાહ્નવી કપૂર, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "ત્રણ વાર લગ્ન માટે કરણ જોહરને પ્રપોઝ કરી ચુકી છે આ એક્ટ્રેસ, અને કરણે કહ્યું કે… તારી બોડીના ઘણા બધા પાર્ટ્સ મને તારા તરફ…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel