દીકરી વામિકા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા અનુષ્કા-વિરાટ, જોઇ લો લેટેસ્ટ તસવીરમાં વામિકાને, જેમાં ખાસ જોજો એ ક્યુટીના વાળ….

દીકરી વામિકા સાથે એરપોર્ટ પર દેખાયા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી.

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી જાન્યુઆરીમાં પોતાના પહેલા બાળકના માતા પિતા બન્યા છે. એક્ટ્રેસ અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021ના રોજ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. વામિકાને જન્મ લીધે બે મહિના થઈ ગયા છે પણ હજી સુધી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ દીકરી વામિકાનો ચહેરો ફેન્સને નથી બતાવ્યો.

image source

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દિકરીને જોવા માટે એમના ફેન્સ ખૂબ જ આતુર છે. હાલમાં જ મા દીકરી ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલીને સાથ આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં વિરાટ કોહલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટી 20 સિરીઝ રમી રહ્યા હતા.

હવે વામિકાને મમ્મી અનુષ્કા શર્મા અને પપ્પા વિરાટ કોહલી સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. આખો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર દેખાયો હતો. એરપોર્ટ પરના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેના પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફેન્સ પોતાની લાઇક્સ અને કમેન્ટ્સ દ્વારા એમને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે.

image source

ફોટામાં જોઈ શકાય છે કે પિતા વિરાટ કોહલીએ દીકરી વામિકાનું બેબી કેરિયર પોતાના હાથમાં પકડ્યું છે અને અનુષ્કા શર્મા દીકરી વામિકાને ઉચકેલી દેખાઈ રહી છે. આ કપલે મહામારીને ધ્યાનમાં રાખીને માસ્કનો પણ ઉપયોગ કર્યો છે.

વિરાટ કોહલી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 સિરીઝમાં ભાગ લઈને પરત ફરી રહ્યો હતો. આ સિરીઝમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 3-2થી હરાવ્યું. વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરાયો.

વિરાટ અને અનુષ્કાનો દીકરી વામિકા સાથેનો આ ફોટો વિરુષકાના ફેન પેજ પર જોવામાં આવી છે. બંનેનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં અનુષ્કા શર્માએ દીકરી વામિકાને સારી રીતે કવર કરેલી છે અને એનું ધ્યાન રાખતી દેખાઈ રહી છે.


વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી ફેન્સને ખૂબ જ ગમે છે.આ કપલે વર્ષ 2017માં 11 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. આ લગ્ન ઇટલીમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં થયા હતા જેમાં પરિવારના સભ્યો સાથે નજીકના મિત્રો હાજર રહ્યા હતા.વામિકાનો જન્મ 11 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈમાં બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા આ સમયે ફિલ્મો અનવ વેબ સિરિઝના પ્રોડક્શન પર ધ્યાન આપી રહી છે. એમના પ્રોડક્શન હાઉસ clean slate filmz હેઠળ બનેલી વેબ સિરીઝ Mai જલ્દી જ નેટફ્લિક્સ પર આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમ

Related Posts

0 Response to "દીકરી વામિકા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા અનુષ્કા-વિરાટ, જોઇ લો લેટેસ્ટ તસવીરમાં વામિકાને, જેમાં ખાસ જોજો એ ક્યુટીના વાળ…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel