શુ તમે જાણો છો કે જસપ્રિત બુમરાહની પત્નિ સ્પોર્ટસ એંકર સંજના ગણેશન તેના કરતા ઉંમરમાં આટલી બધી મોટી છે.
કહેવાય છે ને કે પ્રેમમાં ઉંમર, જાતિ, રંગ જેવી અનેક બાબતો આડે આવતી હોતી નથી. તો સંજના ગણેશન અને જસપ્રિત બુમરાહની લવ સ્ટોરીમાં પણ આ વાક્ય એકદમ સાર્થક થતું જોવા મળ્યું છે..

તમેં જાણીને ચોંકી જશો કે સંજના ગણેશન ઉંમરમાં જસપ્રિત બુમરાહ કરતા મોટી છે. જો કે પ્રેમમાં વળી ઉંમરને ક્યાં કઈ લેવા દેવા હોય છે. અને એટલે જ જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશને એકબીજાના થવા માટેનો નિર્ણય કરી લીધો .

તમને જણાવી દઈએ કે જસપ્રિત બુમરાહ કઈ પહેલો ક્રિકેટર નથી જેને પોતાનાથી મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા હોય. આ અગાઉ પણ ભારતીય ક્રિકેટના સચિન તેંડુલકર, અનિલ કુંબલે, અજીત અગારકર, જ્વાગલ શ્રીનાથ, શિખર ધવન જેવા ક્રિકેટર્સ પણ આ પોતાની ઉંમર કરતા મોટી ઉંમરની મહિલા સાથે લગ્ન કરી ચુક્યા છે.
જસપ્રિત બુમરાહનો જન્મ 6 ડીસેમ્બર 1993માં થયો હતો. જ્યારે સંજના ગણેશનનો જન્મ 6 મે 1991માં થયો હતો. આ હિસાબથી સંજના ગણેશન જસપ્રિત બુમરાહ કરતા અઢી વર્ષ મોટી છે.

તમને જણાવી દઈએ કે સંજના ગણેશને એન્જીનીયરીંગ પણ કર્યુ છે. પરંતુ તે મોડલિંગમાં પોતાનુ કેરિયર બનાવવા માંગતી હતી. તેણે નોકરી પણ કરી છે અને આ દરમ્યાન તે 2013 માં તેમને ફેમિના મિસ ઇન્ડીયા પુણે પ્રતિસ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. જ્યાં તે ફાઇનલ સુધી પહોંચી હતી.

સંજના ગણેશને વર્ષ 2014માં એમ ટીવીના રિયાલીટી ટીવી શો સ્પ્લિટ્સવિલા સિઝન સાતમાં પણ ભાગ લીધો હતો. તેનો જોડીદાર અશ્વિની કૌલ હતા. આ શો દરમ્યાન બંને વચ્ચે રિલેશનશિપ પણ થઇ હતી પણ સંજના ગણેશનને ઇજા થવાને કારણે તે શોમાંથી બહાર થઈ ગઈ હતી.આ પછી અશ્વિની એ પણ શોથી બહાર થવાનો નિર્ણય કર્યો હતો. પણ સંજના અને અશ્વિની વચ્ચેના સંબંધ વધુ લાંબા સમય સુધી ન ટકી શક્યા અને વર્ષ 2015માં બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

સંજના ગણેશને વર્ષ 2016માં એંકરિગ ફિલ્ડમાં પોતાનુ કેરિયર બનાવવાની શરુઆત કરી હતી અને તે સ્ટાર સ્પોર્ટસ સાથે જોડાઇ હતી. એ પછી તે સતત સ્પોર્ટસ એંકરિંગ કરી રહી છે. ક્રિકેટ ઉપરાંત પણ અન્ય રમતોમાં તે એંકરિંગ કરતી જોવા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "શુ તમે જાણો છો કે જસપ્રિત બુમરાહની પત્નિ સ્પોર્ટસ એંકર સંજના ગણેશન તેના કરતા ઉંમરમાં આટલી બધી મોટી છે."
ટિપ્પણી પોસ્ટ કરો