ડ્રાઈવિંગ લાયસન્સ ના હોય તો લઇ લેજો જલદી, નહિં તો પછી કરવી પડશે વધારે મહેનત, જાણો કેન્દ્ર સરકાર કયો નિયમ લાગુ કરવાનું વિચારી રહી છે
હવે Driving License માટે કરવી પડશે વધારે મહેનત, સરકાર લાવી રહી છે નવો નિયમ
તમારી અને રસ્તા પર ચાલતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને, સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) બનાવવાની પ્રક્રિયામાં બદલાવ કરી રહી છે. નવા નિયમ હેઠળ, ડ્રાઇવિંગ લાઇસન્સ આપતા પહેલા અરજદારને વિડિઓ ટ્યુટોરિયલ બતાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટના એક મહિના પહેલાં બતાવેલ આ વીડિયો ટ્યુટોરિયલમાં, સેફ ડ્રાઇવિંગથી સંબંધિત માહિતી આપવામાં આવશે.

આ સિવાય, અરજદારની અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવાર સાથે પણ વાતચીત કરવામાં આવશે, જેથી તેઓ રસ્તા પર પોતાના અને અન્ય લોકોનાં જીવનનું મહત્વ સમજી શકે.કેન્દ્ર સરકાર લોકોને રોડ સેફ્ટીને માટે જાગરુક કરવા માટે નવા નિયમો લાવી રહી છે.
ટ્રાફિક રૂલ્સ તોડવા માટે સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ કરાવાશે. સડક પર તમારી સાથે અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવા જઈ રહી છે. આ સિવાય અરજદારની દુર્ઘટના પીડિત પરિવારની સાથે વાત કરાવાશે જેથી સડક પર પોતાની અને અન્યની સેફ્ટીની કિંમતની તેમને સમજ આપી શકાય.

ટ્રાફિક રુલ્સ તોડ્યા તો કરવો પડશે સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ
નવા નિયમ નવેમ્બર 2021થી લાગૂ કરવામાં આવશે. આ નિયમના આધારે તમારી પાસે પહેલાથી ડ્રાઈવિંગ લાયસન્સ છે અને તમે ટ્રાફિક રૂલ્સને તોડ્યા તો તમારા સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ પાસ કરવાનો રહે છે. તમારે આ રિફ્રેશર કોર્સને પૂરા કરવામાં 3 મહિનાનો સમય રહેશે. આ કોર્સને પૂરો કરી ચૂકેલા ડ્રાઈવરના આધાર કાર્ડને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે જોડવામાં આવશે.
જેથી તેમના ડ્રાઈવિંગને ટ્રેક કરી શકાય. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હવે સેફ ડ્રાઈવિગને લઈને કડક થઈ રહ્યું છે. દ્વીચક્રી વાહનોને વિના હેલ્મેટ અને પોલિસ સાથે મળીને ટોલ ક્રોસ કરનારા વાહન ચાલકોને શોધાશે. તેને માટે પણ એક સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. તેમાં હેલ્મેટ વિનાના બાઈક સવારના ફૂટેજ લેવાશે અને તેનો મેમો ફાડવામાં આવશે.

રોડ સેફ્ટીને લઈને જાગ્રુત કરવા માટે હશે આ નવા નિયમ
કેન્દ્ર સરકારે લોકોને રોડ સેફ્ટીને લઈને જાગરુક કરવા માટે આ નિયમ લાવી રહી છે. આંકડા અનુસાર 2019માં સડક દુર્ઘટનામાં લગભગ 44666 દ્વિચક્રી વાહનચાલકોના મોત થયા છે. તેમાંથી 80 ટકા વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. રિપોર્ટ અનુસાર નવા ડ્રાઈવિંગ લાયસન્સને માટે અરજી કરનારાએ ઓનલાઈન વીડિયો ટ્યૂટોરિયલ અને ડ્રાઈવિંગ લાયસન્સને મેળવી ચૂકેલા લોકોને માટે સેફ્ટી સર્ટિફિકેશન કોર્સને આવનારા દિવસોમાં નવા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સામેલ કરી શકાય છે. જો કે સરકારની તરફથી અત્યાર સુધી તેની કોઈ ખાસ જાણકારી આપવામાં આવી નથી.

ઘરે બેઠા પણ કરાવી શકો છો રિન્યૂ
કોરોના મહામારી વચ્ચે જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવી રહ્યા છો અને તમારી પાસે આરટીઓ ઓફિસ સુધી જવા સુધીની સુવિધા અને સમય નથી તો તમે ઘરેબેઠા ઓનલાઇન જ ડ્રાઇવિંગ લાઇસન્સને રિન્યૂ કરાવી શકો છો. તેના માટે સૌથી પહેલાં ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરવું પડશે અને પછી સ્કેન કરીને તેને અપલોડ કરવું પડશે.
આ ઉપરાંત જો તમારી ઉંમર 40થી વધુ છે તો તમારી કોઇ સર્ટિફાઇડ ડોક્ટર પાસેથી ભરાવેલું ફોર્મ 1એ જોઇએ. ઓરિજનલ એક્સપાયર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડને અપલોડ કરવું પડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ડ્રાઈવિંગ લાયસન્સ ના હોય તો લઇ લેજો જલદી, નહિં તો પછી કરવી પડશે વધારે મહેનત, જાણો કેન્દ્ર સરકાર કયો નિયમ લાગુ કરવાનું વિચારી રહી છે"
ટિપ્પણી પોસ્ટ કરો