રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર! સરકારે લોન્ચ કરી આ નવી એપ, જેમાં ઘરે બેઠા મળશે આટલી બધી સુવિધાઓ
કોરોના વાયરસની મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે અનેક પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફર્યા છે. તે લોકોને સસ્તા ભાવે સરકારી અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા ” વન નેશન વન રાશન કાર્ડ ” સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ ગત શુક્રવારે સરકારે એક મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે. આ એપ દ્વારા રાશન કાર્ડ ધારકને તેના મોબાઈલમાં જ અનેક સુવિધાઓ મળી રહેશે. રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર ( National information center) દ્વારા ડેવલપ કરવામાં આવેલી આ એન્ડ્રોઇડ બેઝ મોબાઈલ એપ હાલમાં ફક્ત હિન્દી અને અંગ્રેજી ભાષામાં લોન્ચ કરવામાં આવી છે અને બાદમાં ધીરે ધીરે તે વધુ 14 ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

” મેરા રાશન ” એપના ફાયદાઓ
– આ એપ દ્વારા રાશન કાર્ડ ધારક પોતે જ ચેક કરી શકશે કે તેને જે તે મહિને કેટલું અનાજ મળશે.
– મેરા રાશન એપ દ્વારા ખાસ કરીને રાશનની અનાજ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા આવવાની આશા છે.

– આ એપનો સૌથી મોટો ફાયદો પ્રવાસી મજૂરોને થશે કારણ કે વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત રાશન કાર્ડ ધારકો દેશમાં ગમે ત્યાં અને ગમે તે સસ્તા અનાજની સરકારી દુકાનમાંથી અનાજ ખરીદી શકશે.
– પ્રવાસમાં રહેતા લોકો માટે આ એપ દ્વારા એ જાણવું પણ સરળ થઈ જશે કે તેની આસપાસના વિસ્તારમાં સસ્તા અનાજની સરકારી દુકાનો કેટલી છે અને ક્યાં છે ? જેથી તેઓ સૌથી નજીકની દુકાનેથી અનાજ ખરીદી શકે.
– આ એપ દ્વારા રાશન કાર્ડ ધારક પોતાનો પ્રતિભાવ પણ સરકારને આપી શકે છે.

આવી રીતે લોગ ઇન કરી શકાય છે ” મેરા રાશન ” માં
” મેરા રાશન ” એપને યુઝ કરવા માટે તમારે સૌ પ્રથમ આ એપને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ એક લોગ ઇન પ્રોસેસને ફોલો કરવાની રહેશે. લોગ ઇન કરવા માટે રાશન કાર્ડ ધારકે આધાર નંબર અથવા રાશન કાર્ડ નંબર નાખવો જરૂરી છે. આ નંબર નાખીને જ તમે લોગ ઇન કરી શકશો અને આ એપની સુવિધાનો લાભ ઉઠાવી શકશો.
1 થી 3 રૂપિયે કિલોના ભાવે અંદાજે 81 કરોડ લોકો મેળવે છે સરકારી રાશન

નોંધનીય છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (National food security act NFSA) અંતર્ગત સરકાર સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) દ્વારા અંદાજે 81 કરોડ જેટલા લોકોને 1 થી 3 રૂપિયે કિલો લેખે સબસીડી સાથે અનાજ આપે છે. કેન્દ્રીય ઉપભોક્તા મામલે ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વન નેશન વન રાશન કાર્ડ યોજના દ્વારા દેશભરમાં 32 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો જોડાઈ ચુક્યા છે અને બાકીના રાજ્યોમાં પણ આ યોજના સત્વરે લાગુ કરવામાં આવશે. વન નેશન વન રાશન કાર્ડ યોજના દેશભરમાં લાગુ કરવાની સમયસીમાં 31 માર્ચ 2021 છે પરંતુ દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને અસમ રાજ્યમાં હજુ સુધી આ યોજના લાગુ કરી શકાય નથી.
0 Response to "રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર! સરકારે લોન્ચ કરી આ નવી એપ, જેમાં ઘરે બેઠા મળશે આટલી બધી સુવિધાઓ"
ટિપ્પણી પોસ્ટ કરો