વાળ બહુ ડ્રાય અને રફ થઇ ગયા હોય તો રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, માત્ર અઠવાડિયામાં થવા લાગશે સિલ્કી
વાળની દેખભાળ કરવા માટે આપણે રેગ્યુલર ઘરેલુ ઉપચાર ન કરી શકતા હોઈએ ત્યારે વાળ માટે મોંઘા ભાવનાં શેમ્પૂ ખરીદીને લાવતાં હોય છે. આમાં પણ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે શેમ્પૂની ખરીદી કરીએ છીએ. જેમ કે, વાળમાં કલર કર્યો હોય તો તે કલર લાંબો સમય સુધી ટકી રહે તેવું શેમ્પૂ, વાળ ખરતાં હોય તો હેરફોલ થતા અટકાવે તેવું શેમ્પૂ અને વાળમાં ખોડો હોય તો એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂની ખરીદી આપણે કરતાં રહીએ છીએ. ઘણા લોકો તેની સંભાળ માટે કન્ડિશનર કે હેર માસ્કનો પણ ઉપયોગ કરતાં હોય છે. આવા સમયે એક વાત યાદ રાખવી ખાસ જરૂરી છે. તમે વાળ માટે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો, પણ તે સલ્ફેટ ફ્રી હોય તે વાતની તકેદારી રાખવી, કેમ કે સલ્ફેટ વાળને ખૂબ નુકસાન પહોંચાડતું હોય છે તેથી વાળને લાંબા સમય માટે મજબૂત રાખવા માટે સલ્ફેટ વગરનું શેમ્પૂ લેવું જ યોગ્ય રહેશે.

આ ફેસ્ટિવ સઝિનમાં તમે વાળને કલર કર્યા હશે અને ટ્રેન્ડી લુક મેળવવા જાતજાતની સ્ટાઇલ અપનાવી હશે, પણ હવે વિન્ટર સઝિનમાં વાળ રફ અને ડ્રાય થઈ જાય છે ત્યારે શું કરવું? અહીં હેર સ્પેશિયાલસ્ટિ્સ વાળને હેલ્ધી અને મેનેજેબલ રાખવા માટેની ટીપ્સ આપે છે.
ઓઇલ નાંખો

શિયાળામાં ઘરની બહાર ઠંડું વાતાવરણ જ્યારે ઘરમાં ડ્રાય અને થોડું હુંફાળું વાતાવરણ હોય છે. ટેમ્પરેચરમાં આ ફેરફારથી વાળને નુકસાન થાય છે. આથી વાળમાં રેગ્યૂલર ઓઇલ નાંખવું જોઈએ. વાળમાં રેગ્યૂલર ઓઇલ નાંખતા રહેવાથી મોઇશ્ચર રસ્ટિોર થાય છે. વાળમાંથી ઓઇલ દૂર કરવા માટે શેમ્પૂનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે, એનાથી કન્ડશિનિંગ ઇફેકટ નહિ રહે.
વાળને યોગ્ય રીતે વા‹શ કરો

ઠંડી હોવા છતાં વાળ ધોવા માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. ગરમ પાણીથી મોઇશ્ચર જતું રહેશે. થોડા હુંફાળા પાણીથી વાળ ધોવા જોઈએ. જો તમે ફ્રીકવન્ટલી વાળ ધોતા હોય તો તમારે માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.
વાળને અનુરૂપ કન્ડશિનર

જ્યારે પણ વાળ વોશ કરો ત્યારે કન્ડશિનિંગ કરવું જોઈએ. એનાથી ઇલાસ્ટિસિટી વધે છે. જો તમે રેડીમેડ કન્ડશિનર પસંદ કરતા હોય તો તમારે ખાતરી કરવી જોઈએ કે એ તમારા વાળને અનુરૂપ છે કે નહીં. તમે કન્ડશિનિંગ માટે નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકો છો.
નેચરલી ડ્રાય થવા દો

શિયાળામાં વાળ ડ્રાય કરવા માટે હીટનો ઉપયોગ ન કરવો જોઈએ. વાળને નેચરલી રીતે જ ડ્રાય થવા દેવા જોઈએ. હીટનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો વાળને નુકસાન થાય છે. વાળ ડ્રાય કરવા
માટે તમે તડકામાં થોડી વાર ઊભા પણ રહી શકો છો.
સેટિન સ્કાફ પહેરો

જો તમે શિયાળામાં વૂલન કેપ કે સ્કાફ પહેરતા હશો તો તમને જણાશે કે, ચોક્કસ જગ્યાએ વાળ તૂટી જાય છે. એનું કારણ એ છે કે કેપ અને સ્કાફ સાથે ઘસાઈને વાળ તૂટી જાય છે. આથી જ શકય હોય તો સેટિન સ્કાફ તેમજ કોટન કે સેટિન લાઇનિંગવાળી કેપ પહેરવી જોઈએ.
સલ્ફેટનો ઉપયોગ શા માટે?

સલ્ફેટના ઉપયોગથી શેમ્પૂમાં ફીણ વધારે માત્રામાં વળે છે, તેમજ વાળના મૂળમાં લાગેલા કચરાને નોર્મલ શેમ્પૂની સરખામણીમાં ખૂબ જ જલદી સાફ કરે છે. તેથી શેમ્પૂ બનાવતી કંપની તેનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરે છે. સલ્ફેટમાં મીઠું અને બીજાં કેમિકલ્સ ભરપૂર માત્રામાં હોય છે તેથી સલ્ફેટવાળાં શેમ્પૂ લગાવવાથી વાળ વધારે પડતાં ડ્રાય થવા લાગે છે, તેની ચમક દિવસે દિવસે ઘટતી જાય છે અને તે રૂક્ષ પણ થવા લાગે છે. તેથી વાળમાં બનતું કુદરતી તેલ સલ્ફેટના ઉપયોગથી નષ્ટ પામે છે. વાળના સ્કેલ્પમાં બનતું કુદરતી તેલ નાશ પામે એટલે તેની ડ્રાયનેસ વધવા લાગે, વાળ ડલ અને રૂક્ષ બની જતા હોય છે. ફ્રીઝિનેસ પણ તેનાથી જ આવી જતી હોય છે, તેથી બને ત્યાં સુધી સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાપરવાં. તમે આયુર્વેદિક શેમ્પૂનો વપરાશ કરી શકો છો, તેમાં સલ્ફેટની માત્રા ઓછી આવતી હોય છે. તે સિવાય અરીઠાથી માથું ધોવાનું રાખવું. અરીઠાને પલાળીને તેના પાણીથી માથું ધોવાથી ફીણ પણ વળશે, વાળમાં લગાવેલું હેર ઓઇલ પણ નીકળી જશે, વાળ શાઇન કરશે અને તેની મજબૂતી પણ વધશે. અરીઠા વાળ માટે શ્રેષ્ઠ નેચરલ શેમ્પૂ સાબિત થાય છે તેથી તેનો ઉપયોગ કરવો હેરની હેલ્થ માટે ગુણકારી બની રહેશે.

જે મહિલાઓ સફેદ વાળ થવાના કારણે વાળમાં મોંઘા ભાવના કલર કરાવતી હોય અથવા જો તેમણે વાળ સ્ટ્રેટ કરાવ્યા હોય કે વાળને સુંવાળા કરવા માટે કેરાટીન ટ્રીટમેન્ટ કરી હોય તો પણ તેમણે સલ્ફેટયુક્ત શેમ્પૂથી બચવું જોઈએ, કેમ કે સલ્ફેટ તમારા વાળમાં થયેલી કોઈ પણ ટ્રીટમેન્ટ કે કલરના પ્રભાવને ખૂબ જ જલદી ઓછો કરી દે છે.

આ સિવાય સલ્ફેટ ફ્રી પ્રોડક્સ વાળને તૂટતા બચાવે છે, વાળને રફ થતા બચાવે છે. આજકાલ મોટાભાગની સ્ત્રીઓને હેરફોલનો પ્રશ્ન ઊભો થાય છે તે આ કારણે પણ થતો હોય છે, જો તમે પણ તે સમસ્યામાંથી પસાર થતા હોવ તો તેમજ જો તમારે તમારા વાળને લાંબા સમય સુધી હેલ્ધી રાખવા હોય તો સલ્ફેટયુક્ત શેમ્પૂથી બચવું અનિવાર્ય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
– તમારો જેંતીલાલ
0 Response to "વાળ બહુ ડ્રાય અને રફ થઇ ગયા હોય તો રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, માત્ર અઠવાડિયામાં થવા લાગશે સિલ્કી"
ટિપ્પણી પોસ્ટ કરો